Not Set/ રાજકારણને કોંગ્રેસ કલ્ચરથી મુક્ત કરવાનું છે : પીએમ મોદી

નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નમો એપ મારફતે કર્ણાટકમાં ભાજપના તમામ ઉમેદવારો, પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ સાથે વાતચીત કરી હતી. વડાપ્રધાને આ દરમિયાન ઉમેદવારોને ચુંટણીપ્રચારના મુદ્દા સમજાવ્યા હતા. વડાપ્રધાને જણાવ્યુ હતું કે, પહેલા રાજકીય પક્ષો વિકાસના મુદે ચર્ચા કરતા નહતા. માત્ર જાતિ, ધર્મના આધારે રાજનીતિ કરતા હતા. કેટલાક રાજકીય પક્ષો અમૂક જ્ઞાતિઓને ચુંટણી પહેલા લોલીપોપ […]

India
રાજકારણને કોંગ્રેસ કલ્ચરથી મુક્ત કરવાનું છે : પીએમ મોદી
નવી દિલ્હી,
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નમો એપ મારફતે કર્ણાટકમાં ભાજપના તમામ ઉમેદવારો, પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ સાથે વાતચીત કરી હતી. વડાપ્રધાને આ દરમિયાન ઉમેદવારોને ચુંટણીપ્રચારના મુદ્દા સમજાવ્યા હતા. વડાપ્રધાને જણાવ્યુ હતું કે, પહેલા રાજકીય પક્ષો વિકાસના મુદે ચર્ચા કરતા નહતા. માત્ર જાતિ, ધર્મના આધારે રાજનીતિ કરતા હતા. કેટલાક રાજકીય પક્ષો અમૂક જ્ઞાતિઓને ચુંટણી પહેલા લોલીપોપ પકડાવે છે અને પછી તેનો ઉપયોગ કરે છે. આ રીતે તેઓ દર વખતે નવી જ્ઞાતિને લોલીપોપ આપે છે. પરંતુ આપણે હવે ભારતના રાજકારણને આ કોંગ્રેસ કલ્ચરથી મુક્ત અપાવવાની છે.
વડાપ્રધાને ઉમેદવારોને જણાવ્યુ હતું કે આપણે માત્ર વિકાસના મુદ્દ પર ચુંટણી લડવાની છે. આ દરમિયાન તમારે સતર્ક રહેવાનુ છે. કારણકે અન્ય રાજકીય પાર્ટીઓ ભાજપ વિરુદ્ધ ખોટા આક્ષેપો કરી રહી છે. આપણે આ ખોટા આક્ષેપોની સામે લડવાનુ છે. તેમજ લોકોને વિકાસની હકિકત સમજાવવાની છે. આજે કોંગ્રેસના કારણે ભારતના રાજકારણની એક ખોટી છબી ઉભી થઈ છે. વડાપ્રધાને આ દરમિયાન ચાર વર્ષમાં કેન્દ્ર સરકાર તરફથી કર્ણાટકને આપવામાં આવેલ મદદનો પણ ઉલ્લેખ કર્યો હતો.
વડાપ્રધાને ઉમેર્યુ હતું કે વિદેશી એજન્સીઓની મદદથી ચુંટણીના મુદ્દા ડાયવર્ટ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. કર્ણાટકની સરકારે માતા અને બહેનોને શૌચાલયની સુવિધાથી વંચિત રાખ્યા છે.  મારા પર આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે મોદી માત્ર ગણ્યા ગાંઠ્યા બિઝનેસમેનો માટે કામ કરે છે, તો હું તેમને જણાવવા માંગુ છું કે દેશમાં ૩૪ લાખ શૌચાલય અમે શું બિઝનેસમેનો માટે બનાવ્યા છે?