Not Set/ રાષ્ટ્રપતિએ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ તરીકે રંજન ગોગોઈના નામ પર મારી મહોર

નવી દિલ્હી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દેશની સર્વોચ્ચ અદાલતના ચીફ જસ્ટિસ તરીકે જસ્ટિસ રંજન ગોગોઈના નામ પર મહોર મારી છે. જસ્ટિસ રંજન ગોગોઈ આગામી ૩ ઓક્ટોબરથી દેશના ૪૬માં ચીફ જસ્ટિસ તરીકે પોતાનો કાર્યભાર સંભાળશે. President of India has appointed Justice Ranjan Gogoi as the next Chief Justice of India. He will assume office on 3rd October, 2018 […]

Top Stories India Trending
cats 638 રાષ્ટ્રપતિએ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ તરીકે રંજન ગોગોઈના નામ પર મારી મહોર

નવી દિલ્હી,

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દેશની સર્વોચ્ચ અદાલતના ચીફ જસ્ટિસ તરીકે જસ્ટિસ રંજન ગોગોઈના નામ પર મહોર મારી છે. જસ્ટિસ રંજન ગોગોઈ આગામી ૩ ઓક્ટોબરથી દેશના ૪૬માં ચીફ જસ્ટિસ તરીકે પોતાનો કાર્યભાર સંભાળશે.

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ રૂપે જસ્ટિસ ગોગોઈનો કાર્યકાળ એક વર્ષ મહિનો અને ૧૪ દિવસનો રહેશે. તેઓ ૧૭ નવેમ્બર ૨૦૧૯ના રોજ સેવા નિવૃત થશે.

સુપ્રીમ કોર્ટ જસ્ટિસ રંજન ગોગોઈ હાલના મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રા રિટાયર્ડ થયા બાદ પોતાનો કાર્યભાર સંભાળશે.

dipak misra ranjan gogoi રાષ્ટ્રપતિએ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ તરીકે રંજન ગોગોઈના નામ પર મારી મહોર
https://twitter.com/ANI/status/1040233847747760129

અત્રે ઉલ્લેખનીય છે કે, પરંપરા મુજબ સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ ન્યાયાધીશને ચીફ જસ્ટિસ બનાવવામાં આવે છે, ત્યારે વરિષ્ઠતાના હિસાબથી જસ્ટિસ રંજન ગોગોઈ જસ્ટિસ દીપક મિશ્રા બાદ સૌથી ઉપર છે.

જસ્ટિસ રંજન ગોગોઈની વાત કરવામાં આવે તો, તેઓ આસામના રહેવાસી છે અને સૌથી પહેલા ૨૮ ફેબ્રુઆરી, ૨૦૦૧ના રોજ ગુહાવટી હાઈકોર્ટમાં જજ બન્યા હતા. આ પહેલા તેઓ ૧૨ ફેબ્રુઆરી, ૨૦૧૧ના રોજ જસ્ટિસ ગોગોઈ પંજાબ અને હરિયાણા હાઇકોર્ટના ચીફ જસ્ટિસ બન્યા હતા. બીજી બાજુ પૂર્વોત્તરના રાજ્યોમાંથી આવનારા સુપ્રીમ કોર્ટના પ્રથમ ચીફ જસ્ટિસ હશે.