Not Set/ એક વર્ષના થયા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, પહેલા જન્મ દિવસ પર મળી શકે છે મોટી ભેંટ

રાહુલ ગાંધી એક વર્ષ પહેલા આજના જ દિવસે કોંગ્રેસ અધ્યક્ષના પદ માટે નિર્વિરોધ ચૂંટાયા હતા. અધ્યક્ષ રૂપે એક વર્ષ પૂરું થવાના દિવસે પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના શરૂઆતી વલણ ખુશખબરી લઈને આવ્યા છે. વલણ મુજબ પાંચ રાજ્યોમાંથી ત્રણ રાજ્યોમાં કોંગ્રેસની સરકાર બનતી હોવાનું નજરે ચડી રહ્યું છે. મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં 15 વર્ષથી ભાજપ સત્તામાં છે.  પરંતુ આ […]

India Trending
rahul PTI e1544505934526 એક વર્ષના થયા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, પહેલા જન્મ દિવસ પર મળી શકે છે મોટી ભેંટ

રાહુલ ગાંધી એક વર્ષ પહેલા આજના જ દિવસે કોંગ્રેસ અધ્યક્ષના પદ માટે નિર્વિરોધ ચૂંટાયા હતા. અધ્યક્ષ રૂપે એક વર્ષ પૂરું થવાના દિવસે પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના શરૂઆતી વલણ ખુશખબરી લઈને આવ્યા છે. વલણ મુજબ પાંચ રાજ્યોમાંથી ત્રણ રાજ્યોમાં કોંગ્રેસની સરકાર બનતી હોવાનું નજરે ચડી રહ્યું છે.

મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં 15 વર્ષથી ભાજપ સત્તામાં છે.  પરંતુ આ વખતે કોંગ્રેસ સત્તામાં પાછી ફરી રહી હોવાનું જણાઈ રહ્યું છે. વળી રાજસ્થાનમાં પણ વસુંધરા રાજેની વિદાઈ થતી નજરે ચડી રહી છે.

પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીને 2019 લોકસભા માટેની સેમિફાઇનલ માનવામાં આવી રહ્યું છે. એવામાં કોંગ્રેસ અધ્યક્ષ રૂપે રાહુલ ગાંધીને પહેલા જ જન્મ દિવસ પર મોટી ભેંટ મળી છે.

જણાવી દઈએ કે, કોંગ્રેસ અધ્યક્ષ રૂપે રાહુલ ગાંધી 11 ડિસેમ્બર, 2017 ચૂંટાયા હતા. તેઓ ગાંધી-નહેરુ પરિવારના છઠ્ઠા અને આઝાદી બાદ પાર્ટીના 17માં પ્રમુખ છે.