Not Set/ મહારાષ્ટ્ર વિધાનસભામાં ઘૂસ્યું પાણી: વીજળી ગુલ, ચોમાસું સત્રની કામગીરી સ્થગિત

નાગપુર, ભારે વરસાદના કારણે દેશના ઘણા રાજ્યોમાં લોકોનું જન-જીવન બેહાલ થઇ ગયું છે. નાગપુરમાં ચાલી રહેલા મહારાષ્ટ્ર વિધાનસભાના ચોમાસું સત્ર દરમિયાન અજીબોગરીબ તસ્વીર સામે આવી છે. ભારે વરસાદ બાદ મહારાષ્ટ્રના નાગપુર સ્થિત વિધાનસભા પરિસરમાં પાણી ઘુસી જવાના કારણે વીજળીની સપ્લાય ઠપ્પ થઇ ગઈ હતી. વિધાન ભવનમાં વીજળી પહોચાડતા મુખ્ય સર્કીટ રૂમમાં ભારે વરસાદના કારણે પાણી […]

Top Stories India
index 2 મહારાષ્ટ્ર વિધાનસભામાં ઘૂસ્યું પાણી: વીજળી ગુલ, ચોમાસું સત્રની કામગીરી સ્થગિત

નાગપુર,

ભારે વરસાદના કારણે દેશના ઘણા રાજ્યોમાં લોકોનું જન-જીવન બેહાલ થઇ ગયું છે. નાગપુરમાં ચાલી રહેલા મહારાષ્ટ્ર વિધાનસભાના ચોમાસું સત્ર દરમિયાન અજીબોગરીબ તસ્વીર સામે આવી છે. ભારે વરસાદ બાદ મહારાષ્ટ્રના નાગપુર સ્થિત વિધાનસભા પરિસરમાં પાણી ઘુસી જવાના કારણે વીજળીની સપ્લાય ઠપ્પ થઇ ગઈ હતી.

વિધાન ભવનમાં વીજળી પહોચાડતા મુખ્ય સર્કીટ રૂમમાં ભારે વરસાદના કારણે પાણી ભરાઈ જવાથી મહારષ્ટ્ર વિધાનસભાની વીજ સપ્લાય બંધ કરવી પડી હતી. અને સદનની કાર્યવાહી એક કલાક માટે સ્થગિત કરવામાં આવી હતી.

વિધાનસભામાં ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયું હતું. જે કારણે વિધાનસભા અધ્યક્ષ હરિભાઉ બાગડેએ ઘોષણા કરી હતી કે સર્કીટ રૂમમાં પાણી ભરાઈ જવાથી વીજ સપ્લાય બંધ કરવામાં આવશે. સદનની કાર્યવાહી 11 વાગ્યા સુધી સ્થગિત રહી હતી. પરિસરમાં વીજળી ગુલ થઇ ગઈ હતી. સદનમાં ચારેબાજુ પાણી અને અંધારું છવાઈ ગયું હતું.

સર્કીટ રૂમમાં પાણી ઘુસ્યા બાદ કોઈ મોટા હાદસાને ટાળવા માટે પુરા વિધાનસભા પરિસરની વીજળી બંધ કરવામાં આવી હતી. સતારૂઢ ભાજપની સહયોગી શિવસેના દ્વારા સરકારની તરત આલોચના કરવામાં આવી હતી. નાગપુરમાં ગઈ કાલ રાતથી જ ભારે વરસાદ પડી રહ્યો છે.

00 070618124951 e1530874301713 મહારાષ્ટ્ર વિધાનસભામાં ઘૂસ્યું પાણી: વીજળી ગુલ, ચોમાસું સત્રની કામગીરી સ્થગિત

શિવસેના નેતા સુનીલ પ્રભુએ સંવાદદાતાઓને જણાવ્યું કે જો મુંબઈમાં આવું થયું હોતું, તો શિવસેના શાસિત મુંબઈ મહાનગરપાલિકાની આલોચના થઇ રહી હોતી. દરે લોકો બીએમસી સામે તપાસ કરવાની માંગ કરી રહ્યા હોતા.

એમણે કહ્યું કે નાગપુર બીજી રાજધાની છે અને મહત્વપૂર્ણ શહેર છે. નાગપુર નગર નિગમ પર ભાજપનું શાસન છે. વિધાનસભા સત્રની કાર્યવાહી વરસાદના કારણે બાધિત ના થાય, એ સુનિશ્ચિત કરવા માટે મૂળભૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પડવું જોઈએ.