Not Set/ કોંગ્રેસમાં સીએમ પદ માટે કેબીસી જેવી રમત ચાલી રહી છે : રાજનાથ સિંહનો કટાક્ષ

ભાજપના સિનિયર નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે કોંગ્રેસ પર કટાક્ષ કરતા કહ્યું કે, કોંગ્રેસમાં મુખ્યમંત્રી પદ માટે કેબીસી રમત ચાલી રહી છે. ભોપાલમાં આયોજિત પ્રેસ કોન્ફેરેન્સમાં રાજનાથ સિંહે કહ્યું કે મધ્ય પ્રદેશમાં ભાજપ બહુમત સાથે સરકાર બનાવી રહ્યું છે. રાજનાથ સિંહે મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણના વખાણ કરતા કહ્યું કે, શિવરાજે એમની વિશ્વસનીયતા ટકાવી રાખી છે. અને […]

Top Stories India
Rajnath Singh Home Minister કોંગ્રેસમાં સીએમ પદ માટે કેબીસી જેવી રમત ચાલી રહી છે : રાજનાથ સિંહનો કટાક્ષ

ભાજપના સિનિયર નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે કોંગ્રેસ પર કટાક્ષ કરતા કહ્યું કે, કોંગ્રેસમાં મુખ્યમંત્રી પદ માટે કેબીસી રમત ચાલી રહી છે. ભોપાલમાં આયોજિત પ્રેસ કોન્ફેરેન્સમાં રાજનાથ સિંહે કહ્યું કે મધ્ય પ્રદેશમાં ભાજપ બહુમત સાથે સરકાર બનાવી રહ્યું છે.

રાજનાથ સિંહે મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણના વખાણ કરતા કહ્યું કે, શિવરાજે એમની વિશ્વસનીયતા ટકાવી રાખી છે. અને મધ્ય પ્રદેશના વિકાસને નવી ઊંચાઇઓ પર પહોંચાડ્યો છે. રાજનાથે જણાવ્યું કે, એમપી, રાજસ્થાન અને છત્તીસગઢમાં આ વખતે પણ ભાજપ જ સરકાર બનાવશે.

કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, કોંગ્રેસના કારણે વિશ્વસનીયતા કટોકટી પેદા થઇ છે. કોંગ્રેસે કરેલા વચનો ક્યારે પણ પુરા નથી કર્યા. કોંગ્રેસમાં ચૂંટણી પહેલા નેતા ચૂંટાવાનું પણ સાહસ નથી. કોંગ્રેસમાં કેબીસી જેવો કોણ બનશે મુખ્યમંત્રી ખેલ ચાલી રહ્યો છે.

જણાવી દઈએ કે, મધ્ય પ્રદેશમાં ચૂંટણી પ્રચાર ચરમસીમાએ છે. ભાજપના દિગ્ગજ નેતાઓ અહીં ચૂંટણી પ્રચારમાં લાગેલા છે.