Not Set/ તૂતીકોરિન હિંસા પર બોલ્યા રજનીકાંત: બીજી વાર ના ખૂલવું જોઈએ પ્લાન્ટ

તમિલ સુપરસ્ટાર રજનીકાંતે કહ્યું હતું કે બધી વાતોમાં સરકાર પાસે રાજીનામુ માંગવું એ સમાધાન નથી. બધા લોકો જાણે છે અને તેઓ સમય આવવા પરબધાને તેમનો જવાબ મળી જશે. અભિનેતાથી નેતા બનેલા સુપરસ્ટાર રજનીકાંતે તુતીકોરીનમાં સ્ટરલાઈટ પ્લાન્ટ વિરુદ્ધ પ્રદર્શન દરમિયાન પોલીસ ફાયરિંગમાં ઘાયલ થયેલા લોકોની બુધવારે હોસ્પિટલમાં જઈને મુલાકાત કરી હતી. ત્યાર બાદ મીડિયાને સંબોધીને તેમણે […]

Top Stories India
Superstar Rajinikanth revea તૂતીકોરિન હિંસા પર બોલ્યા રજનીકાંત: બીજી વાર ના ખૂલવું જોઈએ પ્લાન્ટ

તમિલ સુપરસ્ટાર રજનીકાંતે કહ્યું હતું કે બધી વાતોમાં સરકાર પાસે રાજીનામુ માંગવું એ સમાધાન નથી. બધા લોકો જાણે છે અને તેઓ સમય આવવા પરબધાને તેમનો જવાબ મળી જશે. અભિનેતાથી નેતા બનેલા સુપરસ્ટાર રજનીકાંતે તુતીકોરીનમાં સ્ટરલાઈટ પ્લાન્ટ વિરુદ્ધ પ્રદર્શન દરમિયાન પોલીસ ફાયરિંગમાં ઘાયલ થયેલા લોકોની બુધવારે હોસ્પિટલમાં જઈને મુલાકાત કરી હતી.

ત્યાર બાદ મીડિયાને સંબોધીને તેમણે સ્ટરલાઈટ કંપનીના માલિકોને અમાનવીય કહીને જણાવ્યું હતું કે આ પ્લાન્ટ હવે ક્યારેય નહિ ખુલે.

ત્યાં જ તૂતીકોરીનમાં હિંસા માટે તેમણે અસામાજિક તત્વોને જવાબદાર ઠરાવ્યા હતા અને જણાવ્યું હતું કે હિંસામાં જોડયેલા લોકોને રાજ્ય સરકાર તરફથી કડકમાં કડક સજા મળવી જોઈએ. જેમ કે તેમણે પોલીસ ફાયરિંગનો આદેશ દેનાર અધિકારી વિરુદ્ધ પણ કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેમને જણાવ્યું હતું કે, લોકો કોઈક કારણોસર ત્યાં પ્રદર્શન કરી રહ્યા હતા, પોલીસે ત્યારે શાંતિ જાળવવાની જરૂર હતી,

રજનીકાંત આ મામલે રાજ્ય સરકારનો પણ બચાવ કરતા નજર આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે આ ઘટના સરકાર માટે એક મોટો સબક છે. કોઈને આટલી હિંસાનો અંદાજો નહોતો. આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે જાણતા બધું જાણે છે, તેઓ સમય પર બધા જવાબ આપશે.
રજનીકાંતે આ પહેલા એક ચેનલ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, પોલીસ ફાયરિંગમાં સંકળાયેલા વરિષ્ઠ અધિકારીઓને સજા મળવી જોઈએ. હાલના સમયમાં તો સરકારની કાર્યવાહી સંતોષજનક છે, પરંતુ રાજ્ય સરકારે જરૂરત પડવા પર તરત કાર્યવાહી કરવી જોઈએ.
તમિલ સુપરસ્ટાર રજનીકાંતે તુતીકોરિનમાં પોલીસ ફાયરિંગના આગામી દિવસે પણ એક વિડિઓ સંદેશો રજૂ કર્યો હતો, જેમાં તેઓ લોકોને શાંતિ જાળવી રાખવાની અપીલ કરી હતી.

આપને જણાવી દઈએ તમિલનાડુના તુતીકોરીનમાં ચાલુ વિરોધ પ્રદર્શન 22 મેના રોજ અચાનક ઉગ્ર થઇ ગયું હતું. આ સમયે અમુક પ્રદર્શનકારીઓએ પોલીસકર્મીઓ તરફ પથ્થર ફેંકવાનું શરુ કરી દીધું હતું, જેના પ્રતિકાર રૂપે પોલીસે પણ ફાયરિંગ શરુ કરી દીધી હતી. આ ફાયરિંગમાં 13 લોકોની મોત થઇ ગઈ હતી, જયારે ડઝનેક લોકો ઘાયલ થયા હતા.