દિલ્લી,
દેશ આજે ૬૯મો ગણતંત્ર દિવસ મનાવી રહ્યો છે. આ પ્રસંગે રાજધાની દિલ્લીમાં રાજપથ ખાતે શાનદાર પરેડનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પરેડમાં ભારતીય સેનાની ત્રણેય સેના થલ, જલ અને વાયુ સેનાઓની તાકાતની ઝાંખી પૂરી દુનિયા જોઈ રહી છે. આ પરેડની શરૂઆત આસિયાન દેશોના ગ્રુપ સાથે થઇ હતી. ત્યારબાદ સેનાના યુદ્ધ ટેન્કો, હથિયાર, સૈનિકો અને દેશના અલગ અલગ રાજ્યોની ઝંખીઓને પરેડમાં સામેલ થઇ હતી. બીજી બાજુ આઝાદી બાદ ભારતના ઇતિહાસમાં પહેલીવાર બન્યું છે, ત્યારે એસ સાથે આસિયાન દેશોના ૧૦ રાષ્ટ્રપ્રમુખ હાજર રહ્યા છે. પીએમ મોદીએ આ તમામ દેશોના પ્રમુખોનું સ્વાગત કર્યું હતું.

આ પ્રસંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો અને વાયુસેનાના શહીદ ગરુડ કમાંડો જે પી નિરાલા (મરણોપરાંત)ને સેનાના સૌથી મોટા વીરતા પુરસ્કાર અશોક ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ પ્રસંગે રાષ્ટ્રપતિ પણ ભાવુક થયા હતા.
Brahmos Missile System of 881 Missile Regiment. It is the only Super Sonic Cruise Missile presently available in the world. #RepublicDay pic.twitter.com/XPWaIWsQ6H
— ANI (@ANI) January 26, 2018
90 મિનિટની પરેડની શરૂઆત આસિયાન દેશોના રાષ્ટ્રધ્વજ સાથે થઈ હતી. આવું પહેલીવાર બન્યું છે કે, પરેડની શરૂઆત કોઈ અન્ય દેશના ગ્રૂપ સાથે થઈ હતી. આ પરેડમાં પહેલી વાર બોર્ડર સિક્યુરિટી ફોર્સની વુમન મેમ્બર્સ બાઈક સ્ટંટ રજૂ કરી હતી. રાજધાની દિલ્હીમાં જગ્યા-જગ્યાએ સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત કરવામાં આવ્યો છે.
Visuals of the #ASEAN flag bearer contingent at the #RepublicDay parade. Flags being carried by a contingent of the Rajputana Rifles regiment pic.twitter.com/FMzV5qPTyX
— ANI (@ANI) January 26, 2018
પરેડ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે “અમર જવાન જ્યોતિ” પહોચ્યા હતા. આ પ્રસંગે ત્રણેય સેનાઓના પ્રમુખ, રક્ષા મંત્રી Nirmala Sitharaman ઉપસ્થિત રહ્યા હતા. અમર જવાન જ્યોતિ બાદ પીએમ મોદી રાજપથ પહોચ્યા હતા અને ત્યાં રક્ષા મંત્રીએ તેઓનું સ્વાગત કર્યું હતું.

મહત્વનું છે કે, ૬૯માં ગણતંત્ર દિવસ પર પહેલીવાર એક સાથે ૧૦ રાષ્ટ્રો બ્રુનેઈ, મ્યાનમાર, કંબોડીયા, ઈન્ડોનેશિયા, લાઓસ, મલેશિયા, ફીલિપાઈન્સ, સિંગાપુર, થાઈલેન્ડ, વિયેતનામના રાષ્ટ્રપ્રમુખ હાજર રહ્યા છે. આ પહેલા આ અવસર પર માત્ર એક જ રાષ્ટ્રપ્રમુખને બોલાવવાની પરંપરા છે.
