Not Set/ “રાહત કે મજાક”, છેલ્લા ચાર દિવસોમાં પેટ્રોલમાં “અધધ..” ૨૨ પૈસા અને ડીઝલમાં ૨૦ પૈસાનો કરાયો ઘટાડો

નવી દિલ્હી, કર્ણાટક વિધાનસભાની ચૂંટણી બાદ છેલ્લા ૧૫ દિવસથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં કરાયેલા વધારા બાદ હવે લોકોને રાહત આપતા તેલ કંપનીઓ દ્વારા ઘટાડો કરવામાં આવી રહ્યો છે. તેલ કંપનીઓ દ્વારા ચાર દિવસમાં પેટ્રોલના ભાવમાં ૨૨ પૈસાનો જયારે ડીઝલમાં ૨૦ પૈસાનો ઘટાડો કરવામાં આવી રહ્યો છે. પરંતુ તેલ કંપનીઓ દ્વારા કરાઈ રહેલા આ ભાવ ઘટાડા અંગે હવે […]

India Trending
19INTHROHPETROLPUMP "રાહત કે મજાક", છેલ્લા ચાર દિવસોમાં પેટ્રોલમાં "અધધ.." ૨૨ પૈસા અને ડીઝલમાં ૨૦ પૈસાનો કરાયો ઘટાડો

નવી દિલ્હી,

કર્ણાટક વિધાનસભાની ચૂંટણી બાદ છેલ્લા ૧૫ દિવસથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં કરાયેલા વધારા બાદ હવે લોકોને રાહત આપતા તેલ કંપનીઓ દ્વારા ઘટાડો કરવામાં આવી રહ્યો છે. તેલ કંપનીઓ દ્વારા ચાર દિવસમાં પેટ્રોલના ભાવમાં ૨૨ પૈસાનો જયારે ડીઝલમાં ૨૦ પૈસાનો ઘટાડો કરવામાં આવી રહ્યો છે.

પરંતુ તેલ કંપનીઓ દ્વારા કરાઈ રહેલા આ ભાવ ઘટાડા અંગે હવે અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે, અને સામે આવી રહ્યું છે કે, આ ભાવ ઘટાડો એ લોકો માટે રાહત છે કે મજાક.

કારણ કે, ક્યારેય કંપનીઓ દ્વારા પેટ્રોલ-ડીઝલના ભાવમાં ૧ પૈસાનો તો ૬ પૈસાનો ઘટાડો કરાય છે, ત્યારે શનિવારે પણ ૯ પૈસાનો ઘટાડો કરાયો છે. જયારે બીજી બાજુ આ ભાવવધારો સતત મોઘવારીનો માર જીલી રહેલી દેશની સામાન્ય જનતા માટે કઈ રીતે રાહત આપી શકે છે, તે હવે મોટો પ્રશ્ન બન્યો છે.

બીજી બાજુ, સતત ૧૫ દિવસ બાદ બુધવારની સવારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ૬૦ પૈસાનો ઘટાડો થતા લોકોમાં ખુશી જોવા મળી હતી, પરંતુ એ ખુશી વધારે સમય સુધી ટકી નહિ. કારણ કે ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન બુધવારે સવારે મહાનગરોના આંકડાઓ જાહેર કર્યા હતા તે મુજબ પેટ્રોલ-ડીઝલ ૬૦ અને ૬૩ પૈસા સુધી સસ્તું જણાવ્યું હતું. પરંતુ કંપનીના આ આંકડા ખોટા હતા.

ત્યારબાદ કંપની દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આ ભાવનો ઘટાડો ૬૦ કે ૬૩ પૈસા નહિ પરંતુ માત્ર ૧ જ પૈસા હતો.

રાજધાની દિલ્હીમાં છેલ્લા ચાર દિવસમાં પેટ્રોલની કિંમત ૨૩ પૈસા જયારે ડીઝલના ભાવમાં ૨૦ પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ સાથે જ દિલ્હીમાં પેટ્રોલની કિંમત ૭૮.૨૦ રૂપિયા અને ડીઝલનો ભાવ ૬૯.૧૧ રૂપિયા છે. જયારે મુંબઈમાં આ ભાવના ઘટાડા સાથે પેટ્રોલ-ડીઝલની ક્રમશ: કિંમત ૮૬.૦૧ અને ૭૩.૫૮ રૂપિયા લીટર છે.

મહત્વનું છે કે, કર્ણાટક ચૂંટણી પછી તેલ કંપનીઓ દ્વારા સતત ૧૫ દિવસ સુધી પેટ્રોલ-ડીઝલમાં ભાવવધારો કરવામાં આવ્યો હતો. આ ભાવવધારા બાદ દિલ્લીમાં પેટ્રોલની કિંમત ૭૮ રૂપિયા પ્રતિ લીટર થઇ ગઈ હતી, જયારે મુંબઈમાં આ જ કિંમત ૮૬ રૂપિયાને પાર પહોચી હતી.