Not Set/ ગોવામાં દર પાંચમાં દિવસે રેપ, અમારી સરકારમાં મહિલાઓને વિશ્વાસ: બીજેપી નેતા

વીતેલા 40 દિવસોમાં ગોવામાં બળાત્કારની ઘટનાઓમાં ખાસ્સો ઉછાળો આવ્યો છે. પોલીસના આંકડાઓ મુજબ 23 એપ્રિલ થી લઈને 31 મે સુધીમાં 11 બળાત્કારના કેસ સામે આવ્યા છે, મતલબ આટલા સમયમાં દર અઠવાડિયે સરેરાશ 2 બળાત્કારના કેસ નોંધાયા છે. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે ગોવામાં બળાત્કારની ઘટનાઓમાં 21 ટકાનો વધારો નોંધાયો છે. જો કે બળાત્કારના મામલાઓનું નિરાકરણ […]

India Trending
Child rape ગોવામાં દર પાંચમાં દિવસે રેપ, અમારી સરકારમાં મહિલાઓને વિશ્વાસ: બીજેપી નેતા

વીતેલા 40 દિવસોમાં ગોવામાં બળાત્કારની ઘટનાઓમાં ખાસ્સો ઉછાળો આવ્યો છે. પોલીસના આંકડાઓ મુજબ 23 એપ્રિલ થી લઈને 31 મે સુધીમાં 11 બળાત્કારના કેસ સામે આવ્યા છે, મતલબ આટલા સમયમાં દર અઠવાડિયે સરેરાશ 2 બળાત્કારના કેસ નોંધાયા છે. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે ગોવામાં બળાત્કારની ઘટનાઓમાં 21 ટકાનો વધારો નોંધાયો છે. જો કે બળાત્કારના મામલાઓનું નિરાકરણ લાવવા માટે ગોવા પોલીસ સારું કામ કરી રહી છે. આંકડાઓ મુજબ વર્ષ 2013 થી અત્યાર સુધી ગોવામાં 443 બળાત્કારના કેસ નોંધવામાં આવ્યા હતા જેમાંથી 422 કેસનો પોલીસે ઉકેલ લાવી દીધો છે.

હેરાનીની વાત એ છે કે વર્ષ 2016થી અત્યાર સુધી ગોવામાં એકપણ ઘરેલું હિંસાના કેસ નોંધાયા નથી. રાજ્યમાં બળાત્કારના મામલાઓમાં વધારો જોઈને આઈજી જસપાલ સિંહે પોલીસ વિભાગને બીચ અને અન્ય મહત્વની જગ્યાઓ પર જાપ્તો વધારી દેવાના આદેશ આપ્યા છે. આઈજીએ ખાસ કરીને મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકોની સુરક્ષા પર વધારે ધ્યાન આપવા કહ્યું છે. આ દિવસોમાં રાજ્યમાં મહિલા સુરક્ષા પર ખુબ વાદ-વિવાદ ચાલી રહ્યા છે. હકીકતમાં, 26 મે ના રોજ ગોવાના બેતાલબતિમ બીચ પર 20 વર્ષની એક કિશોરી સાથે ગેંગ-રેપની ઘટના સામે આવી હતી, જેમાં પલીસે ત્રણ માંથી ઇન્દોરના એક વ્યક્તિની ધરપકડ કરી હતી. ગેંગ-રેપ દરમિયાન આરોપીઓએ પીડીતાનો વીડિઓ પણ ઉતારી લીધો હતો અને વીડિઓ વાયરલ કરવાની ધમકી આપી પૈસાની માંગણી કરી હતી.

આ જ દિવસે કોલ્હાપુરના 22 વર્ષીય વ્યક્તિએ જર્મનીની એક ૧૭ વર્ષીય પર્યટક સાથે બળાત્કાર કર્યો હતો. જો કે આ મામલાઓ પર ભાજપ મહિલા મોરચા નેતા સુલાક્ષણા રાવતે એક નિવેદનમાં કહ્યું હતું કે અમારી સરકાર પર મહિલાઓને ભરોસો છે, હવે બળત્કારના કેસ એટલે નોંધાઈ રહ્યા છે કારણ કે લોકોને લાગે છે ભાજપ સરકારમાં એમને ન્યાય મળશે.