Not Set/ આરટીઆઈનો ખુલાસો : વડાપ્રધાન મોદી પોતાના કપડાનો ખર્ચ જાતે કાઢે છે

નવી દિલ્હી, કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી હંમેશા વડાપ્રધાન મોદીના ૧૦ લાખના સ્યુટ વિશે કટાક્ષ કરતા રહે છે. બીજી તરફ પીએમના કપડા ઉપર વિપક્ષના નેતાનું નિશાન હોય છે. હમણાં જ આરટીઆઈની પૂછપરછ દરમ્યાન ચોંકાવનારી માહિતી બહાર આવી છે. જેમાં પ્રધાનમંત્રીના કાર્યાલય તરફથી એવી જાણકારી મળી છે કે પીએમ મોદી તેમના કપડાનો ખર્ચ તેમના પોતાના પગારમાંથી વાપરે […]

India
Narendra Modi expensive suit આરટીઆઈનો ખુલાસો : વડાપ્રધાન મોદી પોતાના કપડાનો ખર્ચ જાતે કાઢે છે

નવી દિલ્હી,

કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી હંમેશા વડાપ્રધાન મોદીના ૧૦ લાખના સ્યુટ વિશે કટાક્ષ કરતા રહે છે. બીજી તરફ પીએમના કપડા ઉપર વિપક્ષના નેતાનું નિશાન હોય છે. હમણાં જ આરટીઆઈની પૂછપરછ દરમ્યાન ચોંકાવનારી માહિતી બહાર આવી છે. જેમાં પ્રધાનમંત્રીના કાર્યાલય તરફથી એવી જાણકારી મળી છે કે પીએમ મોદી તેમના કપડાનો ખર્ચ તેમના પોતાના પગારમાંથી વાપરે  છે.

આરટીઆઈના કાર્યકર્તા રોહિત સબ્બરવાલે માહિતી  અધિકાર હેઠળ પીએમના કપડાના ખર્ચની વિશે જાણકારી મંગાઈ હતી. તેમણે નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી પદ સંભાળ્યું ત્યારથી અત્યાર સુધીનો કપડાના ખર્ચનો હિસાબ માંગ્યો હતો. કાર્યાલય પછી જવાબ મળ્યા પછી તેમણે ઉમેર્યું હતું કે, ઘણા લોકોને એવું લાગે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કપડાનો ખર્ચ સરકારી તિજોરી ફાળવે છે. પણ આરટીઆઈ દ્વારા મેળવેલી જાણકારી પછી ઘણા લોકોનો આ ભ્રમ દૂર થઇ જશે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, રાજનીતિ પક્ષ અને તેમાં ખાસ કરીને આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ હંમેશા પીએમની રહેણી કરણી પર થનારા ખર્ચ પર હંમેશા સવાલ ઉઠાવતા રહે છે. આ જાણકારીથી એ વાતતો તદ્દન સ્પષ્ટ થઇ જશે કે, પીએમ તેમના કપડાનો ખર્ચો પોતે ઉઠાવે છે.