Not Set/ મહિલાઓને મોટી રાહત … સેનેટરી નેપકિન પર નહિ લાગે જીએસટી- મનીષ સીસોદીયા

કેન્દ્રીય નાણા મંત્રી પિયુષ ગોયલની અધ્યક્ષતામાં જીએસટી કાઉન્સિલ ની 28મી બેઠક દિલ્હીના વિજ્ઞાન ભવનમાં થઇ હતી. આ બેઠક દરમિયાન કાઉન્સિલે સેનેટરી નેપકિન ને જીએસટી માંથી બહાર કરી દીધું છે. બેઠકમાં શામેલ થયેલા ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ મીડિયા સાથે વાતચીત દરમિયાન જણાવ્યું કે સેનેટરી નેપકિન જીએસટી ફ્રી છે. જયારે ખાંડ પર સેસને લઈને કોઈ ફેંસલો લેવામાં આવ્યો […]

Top Stories India
sisodia 647 071917010459 મહિલાઓને મોટી રાહત ... સેનેટરી નેપકિન પર નહિ લાગે જીએસટી- મનીષ સીસોદીયા

કેન્દ્રીય નાણા મંત્રી પિયુષ ગોયલની અધ્યક્ષતામાં જીએસટી કાઉન્સિલ ની 28મી બેઠક દિલ્હીના વિજ્ઞાન ભવનમાં થઇ હતી. આ બેઠક દરમિયાન કાઉન્સિલે સેનેટરી નેપકિન ને જીએસટી માંથી બહાર કરી દીધું છે.

બેઠકમાં શામેલ થયેલા ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ મીડિયા સાથે વાતચીત દરમિયાન જણાવ્યું કે સેનેટરી નેપકિન જીએસટી ફ્રી છે. જયારે ખાંડ પર સેસને લઈને કોઈ ફેંસલો લેવામાં આવ્યો નથી. સેનેટરી નેપકિન પર જીએસટી કાઉન્સિલ ના ફેંસલા બાદ મહિલાઓને મોટી રાહત મળી છે. હકીકતમાં સેનેટરી નેપકિન 12 ટકા જીએસટી સ્લેબમાં શામેલ હતું.

manish e1532180529715 મહિલાઓને મોટી રાહત ... સેનેટરી નેપકિન પર નહિ લાગે જીએસટી- મનીષ સીસોદીયા

મહારાષ્ટ્રના નાણાં મંત્રી સુધીર મુનગંટીવાએ જણાવ્યું કે વાંસને 12 ટકા ટેક્સ સ્લેબમાં રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત એમણે દાવો કર્યો કે ખાંડ પર આવતી બેઠકમાં ફેંસલો લેવામાં આવી શકે છે. જણાવી દઈએ કે જીએસટી કાઉન્સિલની આગલી બેઠક કેરળમાં થશે.

નાણાં મંત્રીનો કાર્યભાર સંભાળ્યા બાદ પિયુષ ગોયલની અધ્યક્ષતામાં જીએસટી કાઉન્સિલ ની આ પહેલી બેઠક છે.

pads e1532180440824 મહિલાઓને મોટી રાહત ... સેનેટરી નેપકિન પર નહિ લાગે જીએસટી- મનીષ સીસોદીયા

નવેમ્બર 2017ની બેઠકમાં 213 સામાનોને મહત્તમ 28 ટકા જીએસટી સ્લેબમાંથી 18 ટકા સ્લેબમાં શામેલ કરવામાં આવ્યા હતા. 5 ટકા જીએસટી સ્લેબમ શામેલ 6 સામનો પર ટેક્સ ખતમ કરવામાં આવ્યો હતો. ફાઈવ સ્ટાર હોટલની રેસ્ટોરન્ટને છોડીને હોટેલો પર જીએસટી 18 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યું હતું.

જણાવી દઈએ કે 2017-18માં જીએસટી દ્વારા 7.41 લાખ કરોડ રૂપિયા આવ્યા હતા. સરેરાશ માસિક કલેક્શન 89,885 કરોડ હતું. આ વર્ષે એપ્રિલમાં કલેક્શન રેકોર્ડ 1.03 લાખ કરોડ પહોંચ્યું હતું. પરંતુ મેં માં ઘટીને 94,016 કરોડ અને જૂનમાં 95,610 કરોડ રૂપિયા હતું.