Not Set/ એસબીઆઈ સૌથી દેશભક્ત બ્રાન્ડ : પતંજલિ, જિયોને પછાડ્યા

નવી દિલ્હી, દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ને સૌથી મોટી દેશભક્ત બ્રાન્ડ તરીકે પસંદ કરવામાં આવી છે. એસબીઆઇએ આ સ્થાન ટાટા મોટર્સ, પતંજલિ, રિલાયન્સ જિયો અને બીએસએનએલ જેવી જાણીતી કંપનીઓને પછાડીને મેળવ્યું છે. હકીકતમાં યુકે ની ઓનલાઇન માર્કેટ રિસર્ચ અને ડેટા એનાલિટિક્સ ફર્મ યુગવે આ સંબંધિત એક રિસર્ચ કરાવ્યું હતું. જેમાં એસબીઆઇએ બધાને […]

Top Stories India Business
SBI 7 એસબીઆઈ સૌથી દેશભક્ત બ્રાન્ડ : પતંજલિ, જિયોને પછાડ્યા

નવી દિલ્હી,

દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ને સૌથી મોટી દેશભક્ત બ્રાન્ડ તરીકે પસંદ કરવામાં આવી છે. એસબીઆઇએ આ સ્થાન ટાટા મોટર્સ, પતંજલિ, રિલાયન્સ જિયો અને બીએસએનએલ જેવી જાણીતી કંપનીઓને પછાડીને મેળવ્યું છે. હકીકતમાં યુકે ની ઓનલાઇન માર્કેટ રિસર્ચ અને ડેટા એનાલિટિક્સ ફર્મ યુગવે આ સંબંધિત એક રિસર્ચ કરાવ્યું હતું. જેમાં એસબીઆઇએ બધાને પછાડ્યા હતા.

2030fe72 774d 11e6 86aa b218fe1cd668 એસબીઆઈ સૌથી દેશભક્ત બ્રાન્ડ : પતંજલિ, જિયોને પછાડ્યા

સર્વેમાં 11 કેટેગરીની 152 બ્રાન્ડ્સ સામેલ છે. 2 ઓગસ્ટ થી 8 ઓગસ્ટ વચ્ચે કરવામાં આવેલા આ સર્વે માં 1,193 લોકોએ ભાગ લીધો હતો. આમાંના 16 ટકા લોકોએ એસબીઆઈ માટે વોટ કર્યો હતો. જયારે બીજા નંબર પર ટાટા મોટર્સ અને પતંજલિ રહ્યા હતા. રિલાયન્સ જિયો અને બીએસએનએલ ત્રીજા નંબર પર રહ્યા હતા.

reliancejio 7592 e1534164011843 એસબીઆઈ સૌથી દેશભક્ત બ્રાન્ડ : પતંજલિ, જિયોને પછાડ્યા

એસબીઆઈ સૌથી આગળ :

નાણાકીય સેક્ટરમાં એસબીઆઈ 47 ટકા વોટ સાથે સૌથી આગળ રહી હતી. બીજા નંબર પર 16 ટકા વોટ સાથે એલઆઇસી રહ્યું. ઓટો સેક્ટરમાં 30 ટકા વોટ સાથે ટાટા મોટર્સ પ્રથમ નંબર પર રહ્યું હતું. બીજા નંબર પર 13 ટકા વોટ સાથે ભારત પેટ્રોલિયમ અને 11 ટકા વોટ સાથે મારુતિ સુઝુકી ત્રીજા નંબર પર હતા.

bsnl 759151 e1534164055908 એસબીઆઈ સૌથી દેશભક્ત બ્રાન્ડ : પતંજલિ, જિયોને પછાડ્યા

ફૂડ બ્રાન્ડ અમુલ એક તૃતીયાંશ લોકોની પસંદ બનતા પહેલા નંબર પર રહી હતી. જયારે પતંજલિ બીજા નંબર પર રહી હતી. જોકે, પર્સનલ કેરના સેક્ટરમાં પતંજલિ સૌથી આગળ છે. અહીં પતંજલિએ ડાબર અને વિકો જેવા જાણીતા નામોને પછાડ્યા છે. ટેલિકોમ સેક્ટરમાં બીએસએનએલ એ 41 ટકા લોકોની પસંદ બનીને જિયો વગેરેને પછાડ્યા છે.