Not Set/ સિકંદરાબાદ રેલ્વે સ્ટેશનને આ ખાસ એવોર્ડ મળવાની સાથે જ બન્યું “બેસ્ટ ટુરિસ્ટ સ્ટેશન”

સિકંદરાબાદ, તેલંગાણાનું સિકંદરાબાદ રેલ્વે સ્ટેશનને બેસ્ટ ટુરિસ્ટ ફ્રેન્ડલી સ્ટેશન હોવાની સાથે જ નેશનલ ટુરિઝમ એવોર્ડ આપવામાં આવ્યો છે. ગત ૨૭ સપ્ટેમ્બર, ગુરુવારના રોજ રાજધાની દિલ્હીમાં વિજ્ઞાન  ભવનમાં આયોજિત એક કાર્ય કાર્યક્રમમાં કેન્દ્રીય ટુરિઝમ મંત્રી કે જે અલ્ફોંસ દ્વારા સિકંદરાબાદને આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. કેન્દ્રીય ટુરિઝમ મંત્રી દ્વારા સિકંદરાબાદ ડિવિઝનના DRM અમિત વર્ધન તેમજ રેલ્વે […]

India Trending
dc Cover anfegbfra3ee1mvanbf11fr9a2 20170522011609.Medi સિકંદરાબાદ રેલ્વે સ્ટેશનને આ ખાસ એવોર્ડ મળવાની સાથે જ બન્યું "બેસ્ટ ટુરિસ્ટ સ્ટેશન"

સિકંદરાબાદ,

તેલંગાણાનું સિકંદરાબાદ રેલ્વે સ્ટેશનને બેસ્ટ ટુરિસ્ટ ફ્રેન્ડલી સ્ટેશન હોવાની સાથે જ નેશનલ ટુરિઝમ એવોર્ડ આપવામાં આવ્યો છે. ગત ૨૭ સપ્ટેમ્બર, ગુરુવારના રોજ રાજધાની દિલ્હીમાં વિજ્ઞાન  ભવનમાં આયોજિત એક કાર્ય કાર્યક્રમમાં કેન્દ્રીય ટુરિઝમ મંત્રી કે જે અલ્ફોંસ દ્વારા સિકંદરાબાદને આ એવોર્ડ આપવામાં આવ્યો હતો.

કેન્દ્રીય ટુરિઝમ મંત્રી દ્વારા સિકંદરાબાદ ડિવિઝનના DRM અમિત વર્ધન તેમજ રેલ્વે સ્ટેશનના ડાયરેક્ટર ડી વાસુદેવ રેડ્ડીને આ

dc Cover uroqobl2nsplj95o17mb4tr9o6 20170518053056.Medi સિકંદરાબાદ રેલ્વે સ્ટેશનને આ ખાસ એવોર્ડ મળવાની સાથે જ બન્યું "બેસ્ટ ટુરિસ્ટ સ્ટેશન"
national-secunderabad-railway-station-awarded-best-tourist-friendly-railway-station

પુરસ્કાર સુપરત કરવામાં આવ્યો હતો.

 

અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ ૧૮૭૪માં હૈદરાબાદના નિઝામ દ્વારા સિકંદરાબાદ રેલ્વે સ્ટેશનનું નિર્માણ કરાવ્યું હતું. સિકંદરાબાદ રેલ્વે સ્ટેશનની બિલ્ડીંગ એક કિલ્લાના આધાર અપર બનેલી છે અને તેને જોવા માટે દૂર દૂરથી યાત્રીઓ આવતા હોય છે.

સિકંદરાબાદ રેલ્વે સ્ટેશન પર પ્રતિદિન અંદાજે ૨૧૦ ટ્રેનો આવતી હોય છે તેમજ ૧.૮ લાખ યાત્રીઓની અહિયાથી પસાર થતા હોય છે.

આ રેલ્વે સ્ટેશનની વાત કરવામાં આવે તો, સ્ટેશનમાં યાત્રીઓ માટે AC વેઇટિંગ રૂમ, મહિલાઓ માટે વેઇટિંગ રૂમ, ફૂડ પ્લાઝા, રીટાઈરિંગ રૂમ, ઓટોમેટિક સીડીઓ (એક્સેલેટર), એલિવેટર્સમ ફ્રી વાઈ-ફાઈ, ૧૦૦ ટકા ડિજિટલ પેમેન્ટ, ઓટોમેટિક ટિકિટ વેન્ડિંગ મશીન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે.

આ ઉપરાંત સિકંદરાબાદનું રેલ્વે સ્ટેશન દેશનું એક માત્ર રેલ્વે સ્ટેશન છે જેને પ્લેટિનમ રેટિંગનો પુરસ્કાર મળ્યો છે.