Not Set/ ઈસાઈ ધર્મનો પ્રચાર કરવા અંડમાન પહોંચેલા અમરિકી નાગરિકની હત્યા

અંડમાન અને નિકોબાર ટાપુ પર એક અમરિકી નાગરિકની હત્યા થઇ ગઈ છે. માનવામાં આવી રહ્યું છે કે, આ હત્યા પાછળ એક જનજાતિના લોકોનો હાથ છે.  જેઓ બહારના લોકોનો વિરોધ કરે છે. અમરિકી નાગરિકની ઓળખ જોન એલન ચાઉં રૂપે થઇ છે. પોલીસે આ સંબંધમાં અજ્ઞાત લોકો વિરુદ્ધ હત્યાનો મામલો દાખલ કરવામાં આવ્યો છે. આ હત્યાકાંડ બાદ […]

Top Stories India
1 3 ઈસાઈ ધર્મનો પ્રચાર કરવા અંડમાન પહોંચેલા અમરિકી નાગરિકની હત્યા

અંડમાન અને નિકોબાર ટાપુ પર એક અમરિકી નાગરિકની હત્યા થઇ ગઈ છે. માનવામાં આવી રહ્યું છે કે, આ હત્યા પાછળ એક જનજાતિના લોકોનો હાથ છે.  જેઓ બહારના લોકોનો વિરોધ કરે છે.

અમરિકી નાગરિકની ઓળખ જોન એલન ચાઉં રૂપે થઇ છે. પોલીસે આ સંબંધમાં અજ્ઞાત લોકો વિરુદ્ધ હત્યાનો મામલો દાખલ કરવામાં આવ્યો છે. આ હત્યાકાંડ બાદ હરકતમાં આવેલી અંડમાન પોલીસે ટાપુના સાત લોકોની ધરપકડ કરી લીધી છે.

સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર મૃતક એક મિશનરી હતા, જે ઈસાઈ ધર્મનો પ્રચાર કરવા માટે સેન્ટીનાલિઝ લોકોને મળવા માંગતા હતા. ચાઉં આ પહેલા પણ પાંચ વખત ટાપુની મુલાકાત લઇ ચુક્યા હતા. તેઓ ઈસાઈ ધર્મનો પ્રચાર કરવા માટે સેન્ટીનાલિઝ જનજાતિઓને મળવા માંગતા હતા.

જાણકારી મુજબ જોન એલન એક માછીમારની મદદથી છેલ્લા પાંચ દિવસથી ઉત્તરી સેન્ટિનલ ટાપુ પર ફરી રહ્યા હતા.