Not Set/ પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતની દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ તરીકે કરાઈ વરણી

નવી દિલ્હી, દિલ્લી કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ પદેથી અજય માકને રાજીનામું આપી દીધા બાદ આ પળને લઈ ઘણી અટકળો સામે આવી રહી હતી, પરંતુ હવે આ તમામ અટકળો પર પૂર્ણવિરામ મુકાયું છે. પૂર્વ મુખ્યમંત્રી અને પાર્ટીના વરિષ્ઠ નેતા શીલા દીક્ષિતને દિલ્હી કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ તરીકેની કમાન સોંપવામાં આવી છે. PC Chacko, Congress: Sheila Dikshit appointed Delhi […]

Top Stories India Trending

નવી દિલ્હી,

દિલ્લી કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ પદેથી અજય માકને રાજીનામું આપી દીધા બાદ આ પળને લઈ ઘણી અટકળો સામે આવી રહી હતી, પરંતુ હવે આ તમામ અટકળો પર પૂર્ણવિરામ મુકાયું છે.

પૂર્વ મુખ્યમંત્રી અને પાર્ટીના વરિષ્ઠ નેતા શીલા દીક્ષિતને દિલ્હી કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ તરીકેની કમાન સોંપવામાં આવી છે.

દિલ્હી કોંગ્રેસના પ્રભારી પી સી ચાકુએ પ્રદેશ કોંગ્રેસ તરીકે શીલા દીક્ષિતના નામની ઘોષણા કરી હતી. જો કે ત્યારબાદ અજય માકને નવા પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષને ટ્વિટ કરીને શુભકામનાઓ આપી છે.

તેઓએ શીલા દીક્ષિતને શુભેચ્છા આપતા કહ્યું, “તેઓ પુનઃ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ બનાવવા માટે શુભકામનાઓ. તેઓના નેતૃત્વ હેઠળ મને સંસદીય સચિવ તેમજ કેબિનેટ મંત્રીના રૂપમાં કામ શીખવાનો સારો અવસર મળ્યો હતો”.

national-sheila-dixit-becomes-delhi-congress-state-president

માકને વધુમાં જણાવ્યું, “મને વિશ્વાસ છે કે, શીલા જીના નેતૃત્વમાં અમે મોદી, કેજરીવાલ સરકારોના વિરોધમાં એક સશક્ત વિપક્ષની ભૂમિકા નિભાવીશું”.

આ પહેલા ૪ જાન્યુઆરીના રોજ અજય માકને દિલ્હી કોંગ્રસના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું હતું. તેઓએ ખરાબ સ્વાસ્થ્યને લીધે આ રાજીનામું આપ્યું હતું.