Not Set/ અયોધ્યા : ઉદ્ધવ ઠાકરે પહોંચતા જ બદલાયો કાર્યક્રમ, આજે જ મુંબઈ પાછા ફરશે શિવસૈનિકો

ઉદ્ધવ ઠાકરે અયોધ્યા પહોંચતા જ શિવસેનાએ એમના કાર્યક્રમમાં અચાનક બદલાવ કર્યો છે. શિવસૈનિકો શનિવારે જ અયોધ્યાથી મુંબઈ જવા રવાના થઇ જશે. આ બાબતે શિવસેનાએ પત્ર લખીને રેલવે અધિકારીઓને જાણ કરી છે. જાણકારી મુજબ આ બદલાવ વિશ્વ હિન્દૂ પરિષદ અને શિવસૈનિકો વચ્ચેનો ટકરાવ રોકવા માટે કરવામાં આવ્યો છે. આ પહેલા નક્કી થયેલા કાર્યક્રમ મુજબ શિવસૈનિકો રવિવારે મુંબઈ પરત […]

Top Stories India
317928 ayodhya અયોધ્યા : ઉદ્ધવ ઠાકરે પહોંચતા જ બદલાયો કાર્યક્રમ, આજે જ મુંબઈ પાછા ફરશે શિવસૈનિકો

ઉદ્ધવ ઠાકરે અયોધ્યા પહોંચતા જ શિવસેનાએ એમના કાર્યક્રમમાં અચાનક બદલાવ કર્યો છે. શિવસૈનિકો શનિવારે જ અયોધ્યાથી મુંબઈ જવા રવાના થઇ જશે. આ બાબતે શિવસેનાએ પત્ર લખીને રેલવે અધિકારીઓને જાણ કરી છે.

જાણકારી મુજબ આ બદલાવ વિશ્વ હિન્દૂ પરિષદ અને શિવસૈનિકો વચ્ચેનો ટકરાવ રોકવા માટે કરવામાં આવ્યો છે. આ પહેલા નક્કી થયેલા કાર્યક્રમ મુજબ શિવસૈનિકો રવિવારે મુંબઈ પરત ફરવાના હતા.

letter 5 e1543065467118 અયોધ્યા : ઉદ્ધવ ઠાકરે પહોંચતા જ બદલાયો કાર્યક્રમ, આજે જ મુંબઈ પાછા ફરશે શિવસૈનિકો
mantavyanews.com

વળી, અયોધ્યામાં રામ મંદિર નિર્માણની માંગ લઈને વિહિપે રવિવારે ધર્મસભાનું આયોજન કર્યું છે. વિહિપે દાવો કર્યો કે આ ધર્મસભામાં એક લાખથી વધારે લોકો સામેલ થશે.

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સાંજે 6 વાગ્યે સરયૂ તટ પર આરતી કાર્યક્રમમાં સામેલ થશે. અયોધ્યામાં રાત રોકાયા બાદ રવિવારે રામ ભગવાનના દર્શન કરશે.

અયોધ્યામાં રામ મંદિર નિર્માણને લઈને પાર્ટીના અભિયાનને વેગ આપવા માટે ઠાકરેએ પહેલા મંદિર, બાદમાં સરકાર એવો નારો પણ આપ્યો છે.