Not Set/ જાણો, શું છે ઈન્દોરની ૫૬ દુકાનની ખાસિયત કે જ્યાં અચાનક જ પહોચ્યા કોંગ્રેસના અધ્યક્ષ

ઇન્દોર, ચાલુ વર્ષના અંતે મધ્યપ્રદેશમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઈ રાજકીય પાર્ટીઓ દ્વારા રણશિંગું ફૂકી દેવામાં આવ્યું છે. અનેક રાજકીય પાર્ટીઓના ટોચના આગેવાનો દ્વારા સભાઓ ગજવવામાં આવી રહી છે, ત્યારે હવે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ આ મેદાનમાં ઝંપલાવ્યું છે. રાહુલ ગાંધીએ સોમવારે ઇન્દોરમાં રોડ-શો કર્યો હતો અને સાથે સાથે રાતના સમયે કોંગ્રેસી નેતાઓ સાથે […]

Top Stories India Trending
rahul 05 103018081908 જાણો, શું છે ઈન્દોરની ૫૬ દુકાનની ખાસિયત કે જ્યાં અચાનક જ પહોચ્યા કોંગ્રેસના અધ્યક્ષ

ઇન્દોર,

ચાલુ વર્ષના અંતે મધ્યપ્રદેશમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઈ રાજકીય પાર્ટીઓ દ્વારા રણશિંગું ફૂકી દેવામાં આવ્યું છે. અનેક રાજકીય પાર્ટીઓના ટોચના આગેવાનો દ્વારા સભાઓ ગજવવામાં આવી રહી છે, ત્યારે હવે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ આ મેદાનમાં ઝંપલાવ્યું છે.

index 1 જાણો, શું છે ઈન્દોરની ૫૬ દુકાનની ખાસિયત કે જ્યાં અચાનક જ પહોચ્યા કોંગ્રેસના અધ્યક્ષ
https://api.mantavyanews.in

રાહુલ ગાંધીએ સોમવારે ઇન્દોરમાં રોડ-શો કર્યો હતો અને સાથે સાથે રાતના સમયે કોંગ્રેસી નેતાઓ સાથે ખાણીપીણીની મજા માનવા માટે શહેરની પ્રખ્યાત ૫૬ દુકાન પણ પહોચ્યા હતા.

આ પ્રખ્યાત જગ્યાએ તેઓએ ભાજી, હોટ ડોગ, મકાઈની રોતી, સરસોનું સાગ, ચીલી પનીર સહિતની અનેક વ્યંજનોનો સ્વાદ ચાખ્યો હતો.

ઈન્દોરની ૫૬ દુકાન પર રાહુલ ગાંધી સાથે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ કમલનાથ, સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયા, જીતું પટવારી સહિતના અન્ય કોંગ્રેસ નેતાઓ પણ હાજર રહ્યા હતા.

જો કે રાહુલ ગાંધીએ ઈન્દોરની જે ૫૬ દુકાનની મુલાકાત લીધી હતી તેનું એક અલગ મહત્વ છે.

શું છે ૫૬ દુકાન ?

૫૬ દુકાન એ ઈન્દોરની એક ખાસ જગ્યા ચેતે અંગે કહેવામાં આવે છે કે, જો તમે ઇન્દોર આવો અને ૫૬ દુકાનનો ગયા તો ખાણીપીણીનો સ્વાદ ચાખવા માટે અવશ્ય આવશો.

હકીકતમાં, ઈન્દોરની ૫૬ દુકાન ખાણીપીણીના શોખિન લોકો માટે પસંદગીનું સ્થળ છે. અહિયાં કુલ ૫૬ દુકાનછે અને તે તમામ દુકાનો ખાણીપીણી માટેની છે.

આ જગ્યાએ તમે વેજીટેરિયનની સાથે નોન-વેજીટેરિયન ડીસનો સ્વાદ માની શકો છો.