Not Set/ કોંગ્રેસનો પીએમ મોદી પર પ્રહાર: શું 49 મહિનામાં કાળું ધન “સફેદ” થઇ ગયું?

નવી દિલ્હી, કોંગ્રેસે સ્વીસ બેંકોમાં ભારતીયોના પૈસામાં 50 ટકા વધારો થવા પર સરકાર દ્વારા આપવામાં આવલા નિવેદનો પર કટાક્ષ કર્યો છે. કોંગ્રેસે કહ્યું કે નરેન્દ્ર મોદીના પ્રધાનમંત્રી બન્યા પહેલા જે ધન કાળું હતું, એ 49 મહિનામાં સફેદ થઇ ગયું છે. Pre May 2014, Money in Swiss Banks was ‘Black’.In 49 months of Modi Govt,it turned […]

Top Stories India
maxresdefault 1 કોંગ્રેસનો પીએમ મોદી પર પ્રહાર: શું 49 મહિનામાં કાળું ધન "સફેદ" થઇ ગયું?

નવી દિલ્હી,

કોંગ્રેસે સ્વીસ બેંકોમાં ભારતીયોના પૈસામાં 50 ટકા વધારો થવા પર સરકાર દ્વારા આપવામાં આવલા નિવેદનો પર કટાક્ષ કર્યો છે. કોંગ્રેસે કહ્યું કે નરેન્દ્ર મોદીના પ્રધાનમંત્રી બન્યા પહેલા જે ધન કાળું હતું, એ 49 મહિનામાં સફેદ થઇ ગયું છે.

પાર્ટીના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વીટ કરીને કહ્યું કે મે, 2014 પહેલા સ્વીસ બેંકોમાં જમા ધન કાળું હતું. મોદી સરકારના 49 મહિનામાં સફેદ થઇ ગયું છે. એમણે અરુણ જેટલી અને પીયુષ ગોયલના નિવેદનોનો હવાલો દેતા કહ્યું કે બે નાણા મંત્રી સ્વીસ બેંકમાં ખાતાધારકોનો બચાવ કરતા કહે છે કે આ ગેરકાનૂની નથી. જયારે સીબીડીટી કહે છે કે સપ્ટેમ્બર, 2019 પહેલા સ્વીસ બેંક ખાતાઓ વિશે કોઈ માહિતી મળશે નહિ.

680031 surjewala jaitley કોંગ્રેસનો પીએમ મોદી પર પ્રહાર: શું 49 મહિનામાં કાળું ધન "સફેદ" થઇ ગયું?

કેન્દ્રીયમંત્રી અરુણ જેટલીના એક નિવેદનનો હવાલો આપતા સુરજેવાલાએ સવાલ કર્યો કે શું આ ફૈર એન્ડ લવલી જુઠ છે? હકીકતમાં જેટલીએ કહ્યું હતું કે સ્વીસ બેંકોમાં જમા બધા પૈસા ગેરકાનૂની નથી.

મહત્વનું છે કે સ્વીત્ઝરલૅન્ડની રાષ્ટ્રીય બેંકના તાજા આંકડા અનુસાર 2017માં ભારતીયો દ્વારા સ્વીસ બેંક ખાતાઓમાં જમા થયેલા પૈસામાં 50 ટકા વધારો નોંધાયો છે.

Piyush Goyal કોંગ્રેસનો પીએમ મોદી પર પ્રહાર: શું 49 મહિનામાં કાળું ધન "સફેદ" થઇ ગયું?

માર્કસવાદી પાર્ટીના મહાસચિવ સીતારામ યેચુરીએ બેંકોનું કર્જ ચૂકવ્યા વગર વિદેશ ભાગી ગયેલા ઉદ્યોગપતિઓનો હવાલો દેતા કહ્યું કે સ્વીસ બેંકોમાં ભારતીયોના પૈસામાં વધારો થવો કોઈ અચરજની વાત નથી. યેચુરીએ પ્રધાનમંત્રી મોદીને જવાબદાર ઠેરવતા સ્વીત્ઝરલૅન્ડમાં જમા ભારતીય કાળું ધન હોવાનું જણાવ્યું.

યેચુરીએ કહ્યું કે મોદી સરકારે ઉદ્યોગ જગત દ્વારા બેંકોને ના ચુકવાયેલા લાખો-કરોડો રૂપિયાના કર્જને બંધ ખાતાઓમાં નાખી દીધા. અને કર્જ લેવા વાળા કારોબારીઓને વિદેશ ભાગવાની છૂટ પણ આપી દીધી.