Not Set/ રાહુલ ઈફેકટ? ટાટા કંપની નેનોને રીલોન્ચ કરશે, જાણો કેવા હશે નવા ફિચર

નવી દિલ્લી: રાહુલ તેની જહેરસભામાં સતત નેનોનો ઉલ્લેખ કરે છે. રાહુલે તેના પ્રોજેકટને લઈને ગુજરાતની ભાજપ સરકાર પર પ્રહારો કરી રહ્યાં છે ત્યારે ટાટા કંપની તરફથી એક નવો અહેવાલ સામે આવી રહ્યો છે. તે પ્રમાણે ટાટા કંપની નેનોને રીલોન્ચ કરશે. પેટ્રોલથી નહિં પણ ઈલેક્ટ્રીકથી ચાલતી નેનો ફરી મુકાબલો કરશે. દુનિયાની સૌથી સસ્તી કાર ટાટા નેનો પાછી […]

Top Stories
180084 tata nano રાહુલ ઈફેકટ? ટાટા કંપની નેનોને રીલોન્ચ કરશે, જાણો કેવા હશે નવા ફિચર

નવી દિલ્લી:

રાહુલ તેની જહેરસભામાં સતત નેનોનો ઉલ્લેખ કરે છે. રાહુલે તેના પ્રોજેકટને લઈને ગુજરાતની ભાજપ સરકાર પર પ્રહારો કરી રહ્યાં છે ત્યારે ટાટા કંપની તરફથી એક નવો અહેવાલ સામે આવી રહ્યો છે. તે પ્રમાણે ટાટા કંપની નેનોને રીલોન્ચ કરશે. પેટ્રોલથી નહિં પણ ઈલેક્ટ્રીકથી ચાલતી નેનો ફરી મુકાબલો કરશે.

દુનિયાની સૌથી સસ્તી કાર ટાટા નેનો પાછી આવી રહી છે. મીડિયા અહેવાલ તરફ જો પ્રકાશ ફેંકિએ તો, ટાટાએ નેનોને ફરીથી લોન્ચ કરવાનું પ્લાનિંગ કરી લીધું છે અને આને 28 નવેમ્બરે લોન્ચ કરવામાં આવશે. મળી રહેલા અહેવાલ પ્રમાણે નેનોનું નામ બદલીને જાયેમ નિયો રાખવામાં આવશે, અને નેનોને જાયેમ નિયોના નામથી લોન્ચ કરવામાં આવશે. મીડિયામાં મળી રહેલા અહેવાલ પ્રમાણે જાયેમ નિયોને 28 નવેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોન્ચ કરશે. મહત્વનું છે કે આ વાતની હજુ પુષ્ટિ કરવામાં આવી નથી.

 આ વખતે નેનોનું ઈલેક્ટ્રીક વર્ઝન બજારમાં રજ કરવામાં આવશે. ઈલેકટ્રીક કાર માટે ટાટા મોટર્સ અને કોમ્પ્યૂટર સ્થિત કંપની જાયેમ ઓટોમોટિવે ભાગીદારી કરી છે. ઈકોનોમિક ટાઈમ્સ અનુસાર જાયેમ મોટર્સ કારની બોડિ તૈયાર કરશે, જે બાદ કારમાં ઈલેકટ્રીક મોટર ફિટ કરવામાં આવશે. કારમાં ઈલેક્ટ્રીક મોટર અને પાવર ટ્રેન પણ ફિટ કરવામાં આવશે. ઈલેકટ્રીક કારનું બજારમાં આવવાથી પ્રદૂષણની સમસ્યાથી પિડાઈ રહેલી સરકારને રાહત મળશે.

 

 

 

 

 

lg.php?bannerid=0&campaignid=0&zoneid=3187&loc=http%3A%2F%2Fzeenews.india.com%2Fhindi%2Fbusiness%2Ftata nano electric likely to be launched soon named jayem neo%2F352773&referer=http%3A%2F%2Fzeenews.india રાહુલ ઈફેકટ? ટાટા કંપની નેનોને રીલોન્ચ કરશે, જાણો કેવા હશે નવા ફિચર