Not Set/ મહારાષ્ટ્રમાં પ્લાસ્ટિક પર લગાવવામાં આવ્યો પ્રતિબંધ, નિયમનું ઉલ્લંઘન કરવા પર થશે આ સજા

મુંબઈ, ગુજરાત બાદ હવે પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં પણ શનિવારથી જ પ્લાસ્ટિકના ઉપયોગ પર પૂરી રીતે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ નિયમ લાગુ થયા બાદ હવે રાજ્યમાં કોઈ પણ પ્રકારના પ્લાસ્ટિકના ઉપયોગ, તેનો સંગ્રહ કરવા કે ઉત્પાદન કરતા સામે આવ્યા તેઓને દંડ ફટકારવામાં આવશે.  ત્યારે હવે મુંબઈ સહિત રાજ્યભરમાં છાપેમારી શરુ કરવામાં આવશે. સરકાર દ્બારા લગાવવામાં […]

India Trending
No plastics glass or packaging 2 મહારાષ્ટ્રમાં પ્લાસ્ટિક પર લગાવવામાં આવ્યો પ્રતિબંધ, નિયમનું ઉલ્લંઘન કરવા પર થશે આ સજા

મુંબઈ,

ગુજરાત બાદ હવે પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં પણ શનિવારથી જ પ્લાસ્ટિકના ઉપયોગ પર પૂરી રીતે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ નિયમ લાગુ થયા બાદ હવે રાજ્યમાં કોઈ પણ પ્રકારના પ્લાસ્ટિકના ઉપયોગ, તેનો સંગ્રહ કરવા કે ઉત્પાદન કરતા સામે આવ્યા તેઓને દંડ ફટકારવામાં આવશે.  ત્યારે હવે મુંબઈ સહિત રાજ્યભરમાં છાપેમારી શરુ કરવામાં આવશે.

સરકાર દ્બારા લગાવવામાં આવેલા બેન બાદ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવા પર ૫ હજાર રૂપિયાથી લઇ ત્રણ મહિનાની જેલ સુધીની સજા થઇ શકે છે.

ઉલ્લેખનીય છે કે, નાના વેપારીઓને મેન્યુફેક્ચરિંગ સ્તર પર મોટી કંપનીઓના લેવલમાં છૂટ ન મળ્યા બાદ તેઓએ અન્યાય થતો હોવાનો વિરોધ દર્શાવ્યો હતો, ત્યારબાદ બોમ્બે હાઈકોર્ટે પ્લાસ્ટિક બંધીમાં કોઈ પણ પ્રકારની રાહત આપી નથી. આ મામલે આગળની સુનાવણી ૨૦ જુલાઈના રોજ હાથ ધરવામાં આવશે.

મહારાષ્ટ્ર સરકાર દ્વારા કોર્ટમાં જણાવવામાં આવ્યું કે, “તેઓ દ્વારા તમામ સ્થાનિક અધિકારીઓને તમામ પ્રકારના પ્લાસ્ટિક પ્રતિબંધિત વસ્તુઓ અને પ્લાસ્ટિક કચરાના સંગ્રહ સહિતની અન્ય વ્યવસ્થા કરવા માટે એક તંત્ર બનાવવા માટે કહ્યું છે”.

મહત્વનું છે કે, આ પહેલા પ્લાસ્ટિકના જરૂરી વિકલ્પ ન હોવાના કારણે પેકેજિંગ સહિત કેટલાક અન્ય ઉત્પાદકોમાં રાહત આપવા માટે વેપારીઓ દ્વારા પુરજોશમાં માંગ કરવામાં આવી હતી, ત્યારે હવે આ રાહતની અવધિ પૂરી થયા બાદ આ આશાઓ પર પૂર્ણવિરામ મુકાયું છે.

plastic મહારાષ્ટ્રમાં પ્લાસ્ટિક પર લગાવવામાં આવ્યો પ્રતિબંધ, નિયમનું ઉલ્લંઘન કરવા પર થશે આ સજા

આ પ્લાસ્ટિક વસ્તુઓ પર લાગશે બેન :

 પ્લાસ્ટિકમાંથી બનાવવામાં આવેલા હેન્ડલ થેલીઓ અંને સ્ટ્રો

એકવાર ઉપયોગમાં લેવામાં આવતી પ્લાસ્ટિકની થેલીઓ, ગ્લાસ, ચપ્પા, ચમચી, વાસણ, ડબ્બા

થર્મોકોલમાંથી વસ્તુઓ

ચા સહિતની અન્ય વસ્તુઓ લઇ જવા માટેના પાઉચ

નોન ઓવન પોલિથીન બેગ

હોટલ, રેસ્ટોરન્ટ અને તમામ પ્રકારના ફૂડ સ્ટોલમાં ખાદ્ય વસ્તુઓના પાર્સલ આપવા માટેના વાસણો, થેલી

નિયમનું ઉલ્લંઘન કરવા પર લાગશે આટલા રૂપિયાનો દંડ

પ્રથમવાર દોષિત ઠેરવ્યા પર ૫ હજાર રૂપિયાનો દંડ

બીજીવાર દોષિત ઠેરવ્યા પર ૧૦ હજાર રૂપિયાનો દંડ

ત્રીજીવાર દોષિત ઠેરવ્યા પર ૨૫ હજાર રૂપિયાનો દંડ અને ૩ મહિનાની જેલ