Not Set/ ભાજપના દલિત MPએ પીએમ મોદીને લખ્યો પત્ર, કહ્યું, “કેન્દ્ર સરકાર દલિત વિરોધી છે”

દિલ્લી, દેશભરમાં વધી રહેલા દલિત સમુદાય પર અત્યાચાર બાદ વિપક્ષી પાર્ટીઓ દ્વારા વર્તમાન મોદી સરકાર પર આરોપો લગાવવામાં આવી રહ્યા છે ત્યારે હવે આ મામલે ભારતીય જનતા પાર્ટીના જ સાંસદો દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે અને ભાજપ દલિત વિરોધી હોવાના આરોપો લગાવવામાં આવી રહ્યા છે. ઉત્તરપ્રદેશના નગીના લોકસભા સીટ પરથી સાંસદ ડો.યશવંત સિંહે […]

India
KKK 1 ભાજપના દલિત MPએ પીએમ મોદીને લખ્યો પત્ર, કહ્યું, "કેન્દ્ર સરકાર દલિત વિરોધી છે"

દિલ્લી,

દેશભરમાં વધી રહેલા દલિત સમુદાય પર અત્યાચાર બાદ વિપક્ષી પાર્ટીઓ દ્વારા વર્તમાન મોદી સરકાર પર આરોપો લગાવવામાં આવી રહ્યા છે ત્યારે હવે આ મામલે ભારતીય જનતા પાર્ટીના જ સાંસદો દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે અને ભાજપ દલિત વિરોધી હોવાના આરોપો લગાવવામાં આવી રહ્યા છે.

ઉત્તરપ્રદેશના નગીના લોકસભા સીટ પરથી સાંસદ ડો.યશવંત સિંહે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખીને પોતાની નારાજગી વ્યક્ત કરી છે. ડો. યશવંત સિંહે કેન્દ્ર સરકાર પર દલિતોની અવગણના કરવાનો આરોપ લગાવ્યો છે. તેઓએ પીએમ મોદીને પત્ર લખીને જણાવ્યું, “છેલ્લા ચાર વર્ષ દરમિયાન કેન્દ્ર સરકારે દલિતો માટે કઈ પણ કર્યું નથી. પ્રમોશનમાં આરક્ષણ તેમજ કેટલાક ખાનગી ક્ષેત્રમાં આરક્ષણ પર કઈ જ કર્યું નથી”.

નગીનાના દલિત સાંસદ પોતાના સમાજની રોજબરોજની પજવણીના શિકાર છે અને તેઓને જવાબ આપવો મુશ્કિલ બની રહ્યું છે. તેઓએ જણાવ્યું, “સરકાર દ્વારા એક વિશેષ ભર્તી અભિયાન ચલાવીને બેક લોગ પૂરો કરાવે, પ્રમોશનમાં આરક્ષણ અને કેટલાક ખાનગી ક્ષેત્રોમાં પણ આરક્ષણ આપવામાં આવે. ડો. સિંહ દ્વારા આ પત્રમાં સુપ્રીમ કોર્ટ દ્વારા SC/ST એક્ટ અંગે આપવામાં આવેલા નિર્ણયને સરકાર દ્વારા યોગ્ય લોબિંગ દ્વારા પલટાવવા માટે અપીલ પણ કરી છે.

મહત્વનું છે કે, આ પહેલા ભાજપના જ ૬ સાંસદો પોતાનો વિરોધ નોધાવી ચુક્યા છે જેમાં ઉદિત રાજ, સાવિત્રી ફૂલે, છોટે લાલ, અશોક કુમાર દોહરે અને હવે ડો. યશવંત સિંહનો સમાવેશ થાય છે.

શુક્રવારે ઇટાવાના દલિત સાંસદ અશોક દોહરેએ પણ પોતાની પાર્ટીની રાજ્ય સરકારથી પરેશાન થઇ પીએમ મોદીને એક ચિઠ્ઠી લખી હતી. આ ચિઠ્ઠીમાં તેઓએ જણાવ્યું, “૨ એપ્રિલના રોજ ભારત બંધના એલાન બાદ એસટી/એસસી વર્ગના લોકોએ ઉત્તરપ્રદેશ સહિત દેશના અન્ય રાજ્યોમાં સરકારે અને સ્થાનિક પોલીસ ખોટા કેસોમાં ફસાવી રહી છે અને તેઓના સમુદાય પર અત્યાચાર થઇ રહ્યો છે.

તેઓએ આરોપ લગાવ્યો હતો કે, પોલીસ નિર્દોષ લોકોને જાતિસૂચક શબ્દોનો ઉપયોગ કરીને ઘરોમાંથી બહાર કાઢીને મારપીટ કરી રહ્યા છે. જેથી આ વર્ગોમાં ગુસ્સો અને અસુરક્ષાની ભાવના વધતી જોવા મળી રહી છે.

જયારે ૫ એપ્રિલના રોજ પણ યુપીના રોબર્ટગંજથી બીજેપીના દલિત સાંસદ છોટેલાલે પીએમ મોદીને પત્ર લખીને સીએમ યોગી આદિત્યનાથ, પ્રદેશ અધ્યક્ષ મહેન્દ્ર નાથ પાંડે અને બીજેપી નેતા સુનીલ બંસલ સામે ફરિયાદ કરી હતી. તેઓએ આ પત્રમાં લખ્યું હતું કે, જિલ્લાના ટોચના અધિકારીઓ તેઓનું ઉત્પીડન કરી રહ્યા છે.