Not Set/ સરકારના કેશલેશના દાવા પોકળ સાબિત થયા-રોકડથી થાય છે વ્યવહાર

૮મી નવેમ્બરના રોજ સમગ્ર દેશમાં નોટબંધી જાહેર કરવામાં આવી હતી અને જુની રૃપિયા ૫૦૦ અને ૧૦૦૦ની નોટો પરત લેવાની જાહેરાત કરી હતી અને ત્યારબાદ સરકાર દ્રારા દાવો કરવામાં આવ્યો કે એક ગામ એવુ છે કે જે કેશલેસ બની ગયું હતું મધ્ય પ્રદેશના આ ગામમાં દરેક લોકો કેશલેસ થઇ ગયા છે અને ઓનલાઇન જ ટ્રાંઝેક્શન કરે […]

Uncategorized
07ewallet સરકારના કેશલેશના દાવા પોકળ સાબિત થયા-રોકડથી થાય છે વ્યવહાર

૮મી નવેમ્બરના રોજ સમગ્ર દેશમાં નોટબંધી જાહેર કરવામાં આવી હતી અને જુની રૃપિયા ૫૦૦ અને ૧૦૦૦ની નોટો પરત લેવાની જાહેરાત કરી હતી અને ત્યારબાદ સરકાર દ્રારા દાવો કરવામાં આવ્યો કે એક ગામ એવુ છે કે જે કેશલેસ બની ગયું હતું મધ્ય પ્રદેશના આ ગામમાં દરેક લોકો કેશલેસ થઇ ગયા છે અને ઓનલાઇન જ ટ્રાંઝેક્શન કરે છે રોકડમાં નહીં. જોકે નોટબંધીને એક વર્ષ પૂર્ણ થઇ રહ્યું છે ત્યારે આ ગામની હાલની હકીકત કંઈ અલગ જ છે, હવે આ ગામમાં માત્ર રોકડથી જ બધા વ્યવહાર થાય છે.

બડઝરા નામનું આ ગામ મધ્ય પ્રદેશના ભોપાલથી ૩૦ કિમી દુર આવેલુ છે. આ ગામમાં નોટબંદી બાદ સરકારે કેલશેસ અભિયાન સફળ રહ્યું હોવાની વાહવાહી લુટવા માટે મોટા કાર્યક્રમો પણ કર્યા હતા. જો કે રાજ્યની ભાજપની સરકારે બેંક સાથે મળીને અહીં અનેક કાર્યક્રમોનું આયોજન પણ કર્યું હતું. જેમાં પીઓએસ મશીન અને કેશલેસ લેનદેનની પણ વ્યવસ્થા કરાઇ હતી. અને જાહેર કરી દેવાયું હતું કે નોટબંધી બાદ આ ગામ કેશલેસ બની ગયું હતું. જોકે હવે જ્યારે મીડિયાએ આ ગામની મુલાકાત લીધી તો ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા હતા કેમ કે આ ગામમાં કોઇ જ વ્યક્તિ કેશલેસ ટ્રાંઝેક્શન નથી કરતું, હવે બધા જ લોકો રોકડથી જ વ્યવહાર કરવા લાગ્યા છે.

સ્થાનિકોએ જણાવ્યું હતું કે નોટબંધી બાદ અમારી પાસે પૈસા જ કેશમાં નહોતા તેથી અમે ઓનલાઇન ટ્રાંઝેક્શન કે કેશલેસ ટ્રાંઝેક્શન માટે મજબુર પણ થયા હતા. હવે માત્ર કેટલાક લોકો પાસે જ પીઓએસ મશીન છે અને લોકો એટીએમ ખરાબ રહેતુ હોવાની ફરિયાદો પણ કરી રહ્યા છે. તેથી કેશલેસ ટ્રાંઝેક્શન શક્ય નથી થઇ રહ્યું.

આ ઉપરાંત કેશલેસ ટ્રાંઝેક્શન માટે ગ્રામીણજનોએ વધારાનો ચાર્જ પણ ચુકવવો પડે છે. જેની સૌથી વધુ અસર ખેડૂતો પર થાય છે. આમ સરકારના દાવા પોકળ સાબિત થઈ રહયા છે અને વાહીવાહી લુંટતા લોકો હવે શુ જવાબ આપે .