Not Set/ આગામી ચુંટણી ભાજપ-RSS v/s દેશની તમામ વિપક્ષી પાર્ટીઓ સામે થશે: રાહુલ ગાંધી

લંડન, જર્મની બાદ લંડન પહોચેલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ વર્તમાન મોદી સરકાર અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પર મોટો હુમલો બોલ્યો છે. લંડનના પ્રસિદ્ધ લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ (LSE)માં ભારતીય સમુદાયના વિદ્યાથીઓને સંબોધતા તેઓએ આ હુમલો બોલ્યો હતો. LSEમાં પોતાના સંબોધનમાં તેઓએ એક બાજુ જ્યાં દેશના યુવાનો સામે આવી રહેલી સમસ્યાઓ અંગે વાત કરી […]

Top Stories India Trending
DlYd FzUUAET eo આગામી ચુંટણી ભાજપ-RSS v/s દેશની તમામ વિપક્ષી પાર્ટીઓ સામે થશે: રાહુલ ગાંધી

લંડન,

જર્મની બાદ લંડન પહોચેલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ વર્તમાન મોદી સરકાર અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પર મોટો હુમલો બોલ્યો છે. લંડનના પ્રસિદ્ધ લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ (LSE)માં ભારતીય સમુદાયના વિદ્યાથીઓને સંબોધતા તેઓએ આ હુમલો બોલ્યો હતો.

LSEમાં પોતાના સંબોધનમાં તેઓએ એક બાજુ જ્યાં દેશના યુવાનો સામે આવી રહેલી સમસ્યાઓ અંગે વાત કરી હતી, જ્યાં આગામી ૨૦૧૯ની લોકસભા ચુંટણી ભાજપ-RSS v/s દેશની તમામ વિપક્ષી પાર્ટીઓની લડાઈ હશે, એમ તેમને ઉમેર્યું હતું.

દેશમાં રોજગારીનું સર્જન છે એક મોટી સમસ્યા

રાહુલ ગાંધીએ રોજગારીના સર્જન અંગે જણાવ્યું હતું કે, દેશમાં રોજગારીનું સર્જન ન કરી શકવાનો એક મોટો પડકાર છે. રોજગારીના મામલે ભારત સરકાર ચીનની આસપાસ પણ નથી.

ચીનની સરકાર પ્રતિદિન ૫૦ હજાર નવી નોકરીઓનું સર્જન કરે છે. આ તુલનામાં ભારતની મોદી સરકાર માત્ર ૪૫૦ જ નવી નોકરીઓ આપે છે.

સંસદમાં ચર્ચાનું સ્તર કથળી રહ્યું છે

સંસદમાં સતત કથળી રહેલા સ્તરની આલોચના કરતા તેઓએ કહ્યું, “જયારે તમે ૫૦ થી ૬૦ના દાયકામાં ભારતીય સંસદને જોશો તો તમે ત્યારના સમયની ચર્ચાની ગુણવત્તા તમને નજર આવશે.

હાલમાં સંસદમાં ચર્ચાની ગુણવત્તા ઘટી છે અને સાંસદો પાસે કાયદો બનાવવાની શક્તિ ના હોવાનું એક મોટું કારણ છે. હું લોકતંત્રમાં કામ કરું છું અને મારા પર હુમલાઓ પણ થાય છે. પરંતુ મહત્વપૂર્ણ એ છે કે, હું તેઓ વચ્ચે પણ શું કરીને બતાવું છું ?

મહિલા આરક્ષણ પર પણ સાધ્યું નિશાન

તેઓએ કહ્યું, “પાર્ટી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજિ ને સંદેશો પાઠવ્યો છે કે, જે દિવસે તેઓ મહિલા આરક્ષણના પ્રસ્તાવને સંસદમાં પસાર કરવા માટે ઇચ્છશે, ત્યારે કોંગ્રેસ પાર્ટી દ્વારા ખુશીથી ભાજપને પોતાનો સહયોગ આપશે”.

રાફેલ ડીલ પર નિશાન સાધતા તેઓએ કહ્યું, દેશનો સૌથી મોટો રક્ષા ક્ષેત્રની ડીલ, રાફેલ અનિલ અંબાણીને આપવામાં આવી. જેઓ ઉપર ૪૫,૦૦૦ કરોડ રૂપિયાનું દેવું છે અને તેઓએ ક્યારેય પોતાના જીવનમાં કોઈ વિમાન બનાવ્યું નથી.

પીએમ મોદી માટે ડોક્લામ વિવાદ એ એક ઇવેન્ટ છે 

આ પહેલા તેઓએ લંડન સ્થિત થિંક ટેંક ઇન્ટરનેશનલ ઇન્સ્ટીટયુટ ફોર સ્ટ્રેટેજિક સ્ટડીમાં રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર વિદેશ નીતિ પર સવાલો ઉઠાવ્યા હતા. લોકોને સંબોધિત કરતા તેઓએ કહ્યું, “પીએમ મોદી માટે ડોક્લામ વિવાદ એ એક ઇવેન્ટ છે”.

તેઓએ કહ્યું, ડોક્લામ કોઈ અલગ મુદ્દો નથી. આ એક પછી એક ઘણી ઘટનાઓનો ભાગ છે, એક પ્રક્રિયા છે. પરંતુ પીએમ મોદી ડોક્લામને માત્ર એક ઇવેન્ટના રૂપમાં જોઈ રહ્યા છે.

મહત્વનું છે કે, લંડન પહેલા જર્મનીમાં પણ રાહુલ ગાંધીએ વર્તમાન મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં મોદી સરકાર પર દેશમાં રોજગારીનું સર્જન ન કરી શકવાનો આરોપ લગાવ્યો હતો. આ અંગે જણાવતા તેઓએ કહ્યું, “રોજગારીના મામલે ભારત સરકાર ચીનની આસપાસ પણ નથી”.

કોંગ્રેસ અધ્યક્ષે આરોપ લગાવતા કહ્યું, “ભાજપ અને RSS દેશમાં નફરત ફેલાવવાનું કામ કરી રહી છે, જયારે કોંગ્રેસ દેશમાં લોકો એકસાથે લાવવાનું તેમજ દેશને આગળ વધારવામાં વિશ્વાસ રાખે છે”.