Not Set/ JIO v/s વોડાફોન : જુઓ, આ છે ૫૦૦ રૂ.થી પણ ઓછા રૂપિયાના બેસ્ટ પોસ્ટપેડ પ્લાન

નવી દિલ્હી, રિલાયન્સ JIOના ટેલિકોમ ઇન્ડસ્ટ્રીઝમાં આવ્યા બાદ ઘણા ફેરફાર જોવા મળી રહ્યા છે. ટેલિકોમ કંપનીઓ દ્વારા રોજબરોજ નવી ઓફરો આપવામાં આવી રહી છે અને પોતાના ગ્રાહકોને બનાવી રાખવાની સાથે નવા ગ્રાહકો જોડવાની પણ કોશિશ કરાઈ રહી છે. જો તમે કંપનીનીઓની સેવાઓનો ઉપયોગ કર્યા બાદ રૂપિયા ચુકવવા માંગતા હોય ત્યારે આ પોસ્ટપેડ સેવાઓ આપવામાં આવી […]

Tech & Auto
jio reliance airtel vodafone postpaid plan JIO v/s વોડાફોન : જુઓ, આ છે ૫૦૦ રૂ.થી પણ ઓછા રૂપિયાના બેસ્ટ પોસ્ટપેડ પ્લાન

નવી દિલ્હી,

રિલાયન્સ JIOના ટેલિકોમ ઇન્ડસ્ટ્રીઝમાં આવ્યા બાદ ઘણા ફેરફાર જોવા મળી રહ્યા છે. ટેલિકોમ કંપનીઓ દ્વારા રોજબરોજ નવી ઓફરો આપવામાં આવી રહી છે અને પોતાના ગ્રાહકોને બનાવી રાખવાની સાથે નવા ગ્રાહકો જોડવાની પણ કોશિશ કરાઈ રહી છે.

જો તમે કંપનીનીઓની સેવાઓનો ઉપયોગ કર્યા બાદ રૂપિયા ચુકવવા માંગતા હોય ત્યારે આ પોસ્ટપેડ સેવાઓ આપવામાં આવી રહી છે. આ કંપનીઓમાં AIRTEL, વોડાફોન અને જિયોની સાથે ૫૦૦ રૂપિયાથી પણ ઓછા રૂપિયામાં આ બેસ્ટ પોસ્ટપેડ પ્લાન્સ આપવામાં આવશે.

Airtel Vs Vodafone Vs Jio JIO v/s વોડાફોન : જુઓ, આ છે ૫૦૦ રૂ.થી પણ ઓછા રૂપિયાના બેસ્ટ પોસ્ટપેડ પ્લાન

૧. એયરટેલનો ૪૯૯ રૂપિયાનો પ્લાન :

આ પ્લાન હેઠળ ગ્રાહકોને અનલિમિટેડ ફ્રી વોયસ કોલ અને ફ્રી રોમિંગ જેવી સુવિધાઓ આપવામાં આવી રહી છે. આ સુવિધાઓની સાથે કંપની મહિના માટે ૭૫ GB હાઈસ્પીડ ડેટા આપી રહી છે. આ ઉપરાંત પ્લાનમાં કંપની એયરટેલ TV, વિંક મ્યુઝિક જેવી એપ્સ માટે ફ્રી સબસ્ક્રિપ્શન મળે છે.

૨. એયરટેલનો ૩૯૯ રૂપિયાનો પ્લાન :

આ પ્લાનમાં પણ યુઝર્સને દેશભરમાં અનલિમિટેડ ફ્રી કોલિંગ અને ફ્રી રોમિંગ જેવી સુવિધાઓ આપવામાં આવી રહી છે. ડેટાની વાત કરવામાં આવે તો ગ્રાહકોને ૨૦ GB હાઈસ્પીડ ડેટાનો લાભ મળશે. આ પેક સાથે પણ ગ્રાહકો વિંક વિંક મ્યુઝિક જેવી એપ્સ માટે ફ્રી સબસ્ક્રિપ્શન મળે છે.

૩. વોડાફોનનો ૪૯૯ રૂપિયાનો પ્લાન :

વોડાફોનના આ પ્લાનમાં કંપની ગ્રાહકોને અનલિમિટેડ ફ્રી કોલિંગની સુવિધા આપે છે, સાથે સાથે દેશભરમાં ફ્રી રોમિંગની પણ સેવા આપે છે. ઈંટરનેટ સાથે જોડાઈ રહેવા માટે કંપની ૭૫ GB હાઈસ્પીડ ડેટા આપી રહી છે. આ ઉપરાંત કંપની દરેક મહીને એમેઝોન પ્રાઈમ, વોડાફોન પ્લે અને ગીફટ કાર્ડ્સના ભાગરૂપે ૪૯૯ રૂપિયાની વેલ્યુના કેટલાક ગીફ્ટ આપે છે.

૪. વોડાફોનનો ૩૯૯ રૂપિયાનો પ્લાન :

એયરટેલની જેમ જ વોડાફોનમાં પણ ગ્રાહકોને ૩૯૯ રૂપિયામાં એ જ પ્લાન મળી રહ્યો છે. જેમાં ગ્રાહકો ૪૦ GB ડેટા, અનલિમિટેડ ફ્રી કોલિંગ અને ફ્રી રોમિંગ જેવી સુવિધાઓ આપવામાં આવી રહી છે. આ ઉપરાંત કંપની યુઝર્સને ગીફ્ટ પેક દ્વારા ૩૯૯ રૂપિયા સુધીનો લાભ આપે છે.

૫. JIOનો ૧૯૯ રૂપિયાનો પ્લાન :

રિલાયન્સ જિયો પોતાની પોસ્ટપેડ સેવામાં માત્ર ૧૯૯ રૂપિયાનો પ્લાન ઓફર કરી રહી છે. આ પ્લાન હેઠળ ગ્રાહકોને ભારતમાં ફ્રી રોમિંગની સેવા આપવામાં આવે છે, તેમજ દરરરોજ ૧૦૦ SMS પણ આપવામાં આવી રહ્યા છે. સાથે સાથે ૨૫ GB હાઈ સ્પીડ ડેટા પણ આપવામાં આવી રહ્યો છે.

આ ઉપરાંત કંપની દ્વારા પ્લાનમાં ગ્રાહકોને JIO TV, JIO મ્યુઝિક, JIO સિનેમા જેવી એપ્સ માટે ફ્રી સબસ્ક્રિપ્શન આપવામાં આવી રહ્યું છે.