Technology/ જો તમે Google Chromeનો ઉપયોગ કરતા હોય તો જલ્દીથી અપડેટ કરી દો, નહીંતર તમારી સાથે થઈ શકે છે…

CERT-In તરફથી ક્રોમને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે. બ્રાઉઝરમાં અમુક ખામીઓ એવી છે જેને પર્સનલ ડેટા અને પ્રાઈવેસીને લઈને…………..

Top Stories Tech & Auto
YouTube Thumbnail 2024 02 10T195134.990 જો તમે Google Chromeનો ઉપયોગ કરતા હોય તો જલ્દીથી અપડેટ કરી દો, નહીંતર તમારી સાથે થઈ શકે છે...

Technology News: જો તમે મોબાઈલ, લેપટોપ વગેરેમાં ગૂગલ ક્રોમ (Google Chrome)નો ઉપયોગ કરો છો તો આ ખબર તમારા કામની છે. જો તમે ઓનલાઈન કામ કરો છો તો તમારે એલર્ટ થવાની જરૂર છે. સરકારે પોતે આ મામલે સૌને એલર્ટ કર્યા છે. સરકારી એજન્સી CERT-In તરફથી ગૂગલ ક્રોમ OS વાપરતી વખતે વપરાશકર્તાઓ માટે ચેતવણી જાહેર કરી છે.

CERT-In તરફથી ક્રોમને Google Chromeલઈને એલર્ટ આપવામાં આવ્યું છે. બ્રાઉઝરમાં અમુક ખામીઓ એવી છે જેને પર્સનલ ડેટા અને પ્રાઈવેસીને લઈને મોટું જોખમ ઊભું થઈ શકે છે. CERT-Inએ કહ્યું છે કે સ્માર્ટફોન કે લેપટોપ વપરાશકર્તાઓએ પોતાના બ્રાઉઝર 114.0.5735.350 અથવા નવું વર્ઝન તરત જ અપડેટ કરી લેવું જોઈએ.

CERT-In મુજબ હેકર્સ ડેટા ચોરી કરી શકે છે. જો તમે પોતાનો અંગત ડેટા સુરશ્રિત રાખવા માગતા હોય તો આ વર્ઝનને તરત જ અપડેટ કરી લો.

આ રીતે કરો સિસ્ટમ અપડેટ

-અપડેટ કરવા સૌથી પહેલા તમારા ડિવાઈસમાં ગૂગલ ક્રોમ ઓપન કરો.

– સ્ક્રીનની જમણી બાજુ ખૂણામાં ત્રણ ડોટ્સ છે ત્યાં ક્લિક કરો.

-હવે એક નાની વિન્ડો ઓપન થશે જેમાં ગૂગલ ક્રોમને સિલેક્ટ કરવાનો ઓપશ્ન મળશે.

-અહીં લેટેસ્ટ અપડેટ કે અપડેટ અવેલેબલ દેખાશે, જેને ઈન્સ્ટોલ કરી દેવું

-ઈન્સ્ટોલેશન બાદ તમે ક્રોમ બ્રાઉઝર ઓટોમેટિકલી અપડેટ થઈ જશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:માઉન્ટ કાર્મેલ સ્કૂલ મામલે શાળા સંચાલકો સાથે ડીઈઓએ રચેલી કમિટીની બેઠક…

આ પણ વાંચો:નવાઝ શરીફનો સરકાર બનાવવાનો દાવો, જાણો પાક. માટે ભારતનું મહત્વ…