Not Set/ ભારતમાં બની રહી છે દુનિયાની સૌથી મોટી મોબાઈલ ફેક્ટરી, જાણો, શું છે આ કંપનીની ખાસિયત

નોઇડા, આજ દિન સુધી દુનિયાભરમાં સૌથી મોટી મોબાઈલ ઉત્પાદક કંપનીનું નામ લેવામાં આવે તો અત્યારસુધી અમેરિકા કે ચીનનું નામ સૌથી આગળ હતું, જો કે હવે આ નામ ભારત દેશ સાથે જોડાવા જઈ રહ્યું છે. રાજધાની દિલ્લી નજીક આવેલા નોઇડામાં દુનિયાની સૌથી મોટી મોબાઈલ કંપની બનવા જઈ રહી છે. સ્માર્ટફોન નિર્માતા કંપની સેમસંગ દ્વારા આ મોબાઈલ […]

India Trending
bf6e590317c5a8cdb058cc9658f25eb6 1 ભારતમાં બની રહી છે દુનિયાની સૌથી મોટી મોબાઈલ ફેક્ટરી, જાણો, શું છે આ કંપનીની ખાસિયત

નોઇડા,

આજ દિન સુધી દુનિયાભરમાં સૌથી મોટી મોબાઈલ ઉત્પાદક કંપનીનું નામ લેવામાં આવે તો અત્યારસુધી અમેરિકા કે ચીનનું નામ સૌથી આગળ હતું, જો કે હવે આ નામ ભારત દેશ સાથે જોડાવા જઈ રહ્યું છે. રાજધાની દિલ્લી નજીક આવેલા નોઇડામાં દુનિયાની સૌથી મોટી મોબાઈલ કંપની બનવા જઈ રહી છે. સ્માર્ટફોન નિર્માતા કંપની સેમસંગ દ્વારા આ મોબાઈલ કંપનીની શરૂઆત કરાવવા જઈ રહી છે.

samsung headquarters ભારતમાં બની રહી છે દુનિયાની સૌથી મોટી મોબાઈલ ફેક્ટરી, જાણો, શું છે આ કંપનીની ખાસિયત

સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન નોઈડામાં સૌથી મોટી મોબાઈલ કંપનીની શરૂઆત કરાવશે. આ પ્રસંગે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ ઉપસ્થિત રહેશે.

જુઓ, છે દુનિયાની સૌથી મોટી કંપનીની ખાસિયત :

ઉત્તરપ્રદેશના નોઈડાના સેક્ટર ૮૧માં સ્થિત સેમસંગની ઇલેક્ટ્રોનિક કંપની ૩૫ એકરમાં ફેલાયેલી છે.

આ પ્લાન્ટ શરુ થયા બાદ કંપની દ્વારા દરરોજ ૭ લાખથી વધુ સ્માર્ટફોનનું ઉત્પાદન થશે.

mobile manufacturing india 660 062915015318 ભારતમાં બની રહી છે દુનિયાની સૌથી મોટી મોબાઈલ ફેક્ટરી, જાણો, શું છે આ કંપનીની ખાસિયત

હાલમાં ૫૦ લાખ સ્માર્ટફોનનું એક મહિનામાં મેન્યુફેક્ચરિંગ થઈ રહ્યું છે, જો કે આ પ્લાન્ટના વિસ્તરણ બાદ હવે મહિનામાં ૧.૨ કરોડ મોબાઈલ બનશે.

દેશમાં સૌપ્રથમ ૧૯૯૦ની દાયકાની શરૂઆતમાં પ્રથમ ઇલેક્ટ્રોનિક ઉપકરણોના નિર્માણનું કેન્દ્ર સ્થાપિત થયું હતું, જેમાં ૧૯૯૭માં TV બનવાનું શરુ થયું હતું. ત્યારબાદ ૨૦૦૫માં મોબાઈલ ફેકટરી લગાવાઈ હતી.

plant pic e1531121625547 ભારતમાં બની રહી છે દુનિયાની સૌથી મોટી મોબાઈલ ફેક્ટરી, જાણો, શું છે આ કંપનીની ખાસિયત

ગત વર્ષે જૂન મહિનામાં દક્ષિણ કોરિયાઈ કંપની સેમસંગ દ્વારા નોઈડામાં પોતાના પ્લાન્ટને વિસ્તૃત કરવા માટે ૪૯૧૫ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું હતું, ત્યારે હવે એક વર્ષ બાદ કંપની પોતાનું ઉત્પાદન બે ગણું કરવા જઈ રહી છે.

ભારતમાં સેમસંગ અત્યારસુધી ૬.૭ કરોડ સ્માર્ટફોન બનાવી રહી હતી, જો કે હવે આ નવો પ્લાન્ટ શરુ થયા બાદ અંદાજે ૧૨ કરોડ મોબાઈલનું ઉત્પાદન થવાની સંભાવના છે.

9052e1c2 5013 11e6 8d8d a42edc5c5383 ભારતમાં બની રહી છે દુનિયાની સૌથી મોટી મોબાઈલ ફેક્ટરી, જાણો, શું છે આ કંપનીની ખાસિયત

આ નવો પ્લાન્ટ શરુ થવાની સાથે મોબાઈલની સાથે સાથે અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકારનો જેવા કે રેફ્રિજરેટર અને ફ્લેટ પેનલવાળા ટેલિવિઝનનું ઉત્પાદન પણ બેગણું થઈ જશે.

સેમસંગ દ્વારા ભારતમાં પોતાના બે પ્લાન્ટ નોઇડા અને તમિલનાડુના શ્રીપેરું બદૂરમાં છે. આ ઉપરાંત પાંચ રિસર્ચ અને ડેવલોપમેન્ટ સેન્ટર તેમજ નોઈડામાં એક ડીઝાઇન સેન્ટર પણ છે જેમાં ૭૦,૦૦૦ હજારથી વધુ લોકો કામ કરે છે.