Not Set/ ભારતનું સિલિકોન વેલી કહેવાતું આ શહેર બની રહ્યું છે કેપટાઉન

બેંગલુરુ, ભારતના સિલિકોન વેલી અને આઇટી હબ કહેવાતું બેંગલુરુ શહેરમાં દિન-પ્રતિદિન પાણીના સંકટમાં વધારો થઇ રહ્યો છે. બેંગલુરુમાં પાણીનું સંકટ એટલું વધી થયું છે કે, આ શહેરમાં દરરોજ હજારો ટેન્કર દ્વારા લોકોને પાણી પહોંચાડવામાં આવે છે. ત્યારે આ શહેર દક્ષિણ આફ્રિકાનું કેપટાઉન બની રહ્યું હોય તે જોવામાં આવી રહ્યું છે. નિષ્ણાંતો દ્વારા માનવામાં આવી રહ્યું […]

India
kkkk ભારતનું સિલિકોન વેલી કહેવાતું આ શહેર બની રહ્યું છે કેપટાઉન

બેંગલુરુ,

ભારતના સિલિકોન વેલી અને આઇટી હબ કહેવાતું બેંગલુરુ શહેરમાં દિન-પ્રતિદિન પાણીના સંકટમાં વધારો થઇ રહ્યો છે. બેંગલુરુમાં પાણીનું સંકટ એટલું વધી થયું છે કે, આ શહેરમાં દરરોજ હજારો ટેન્કર દ્વારા લોકોને પાણી પહોંચાડવામાં આવે છે. ત્યારે આ શહેર દક્ષિણ આફ્રિકાનું કેપટાઉન બની રહ્યું હોય તે જોવામાં આવી રહ્યું છે.

નિષ્ણાંતો દ્વારા માનવામાં આવી રહ્યું છે કે, આ સ્તિથી હજુ જો જળવાઈ રહી તો બેંગલુરુ ભારતનું પ્રથમ શહેર બની જશે જ્યાં બિલકુલ પાણી નહિ બચે.

timthumb ભારતનું સિલિકોન વેલી કહેવાતું આ શહેર બની રહ્યું છે કેપટાઉન

સ્થાનિક નાગરિકો અને વરસાદના પાણીને એકઠું કરીને આ સમસ્યાથી બચવા માટે કોશિશ કરી રહેલા નાગરાજે જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક વર્ષથી બદલાતા શહેરને જોયું છે. ભવિષ્યના સમયમાં ખૂબ મુશ્કેલીઓ સામે આવવાની છે. જમીનથી ૧૫૦૦ ફૂટ નીચે જવા પર પણ પાણી મળતું નથી. આ સ્તિથીમાં પાણી ક્યાંથી આવશે? આ સવાલ પરેશાન કરી રહ્યો છે.

65971 trigbkohio 1502983943 ભારતનું સિલિકોન વેલી કહેવાતું આ શહેર બની રહ્યું છે કેપટાઉન

પહેલા ભારતના ગાર્ડન સિટીના નામથી પ્રખ્યાત થયેલા બેંગલુરુ શહેરને ઘણા તળાવો પાસે વસાવવામાં આવ્યું હતું. આ તળાવોમાં વરસાદના પાણીને એકઠું કરવા માટે યોજના બનવામાં આવી હતી જેથી પાણી બચાવી શકાય. પરંતુ શહેરમાં એપાર્ટમેન્ટની વધી રહેલી સંખ્યાના કારણે આ તળાવો પ્રદૂષિત થયા છે.

ભારતીય વિજ્ઞાન સંસ્થામાં પર્યાવરણવિદ ટીવી રામચંદ્રએ ચેતવણી આપતા જણાવ્યું હતું કે, બેંગલુરુમાં ટુંક જ સમયમાં બિલકુલ પાણી બચશે નહીં. શહેરીકરણનો સમય જો આ જ રીતે ચાલતો રહેશે તો ૨૦૨૦ સુધી આ શહેર કોંક્રીટમાં બદલાઈ જશે. પહેલાથી જ લગભગ ૧ કરોડ લોકો બોરવેલ અને ટેન્કર પર જ આધારિત છે.

bangalore water shortage in summer ભારતનું સિલિકોન વેલી કહેવાતું આ શહેર બની રહ્યું છે કેપટાઉન

મહત્વનું છે કે, શહેરને પાણી વધુ પાણી કાવેરી નદીમાંથી મળે છે પરંતુ આ નદીને લઇ તમિલનાડુ સાથે લાંબા સમયથી ચાલી રહેલા વિવાદ અંગે ગત મહિને જ સુપ્રીમ કોર્ટ દ્વારા કર્ણાટકના પક્ષમાં ચુકાદો આપવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, દક્ષિણ આફ્રિકાના કેપટાઉનમાં હાલમાં ભયંકર જળ સંકટ સામે આવ્યું હતું. દુષ્કાળની સમસ્યાએ હવે  શહેરના લોકોને ઘૂંટણ ટેકવા માટે મજબુર કરી દીધા છે. કેપટાઉન શહેરમાં હવે લોકોને ફક્ત અઠવાડિએ બે જ દિવસ નાહવા માટે પાણી અને શૌચાલયને ફ્લશ કરવા માટે પાણીની ટાંકીનો ઉપયોગ કરવા ઉપર રોક લગાવામાં આવી હતી.