Not Set/ દરિયાનું પાણી પીવાલાયક કરી સરકાર વેંચશે, ભાવ જાણશો તો ચોંકી જશો

ભોપાલ, ભારતમાં દરિયાઈ પાણી થોડા જ સમયમાં ઘર-ઘર સુધી પીવાલાયક પાણી તરીકે પહોચી જશે અને જો આ વાત સાચી પડશે તો હાલ જે પાણીની સમસ્યા ચાલી રહી છે તેમાંથી થોડી રાહત મળશે. કેન્દ્રીય જળ સંસાધનના મંત્રી નીતિન ગડકરીએ શુક્રવારે નદી મહોત્સવના ઉદ્ધાટન વખતે કહ્યું કે દેશમાં ટૂંક જ સમયમાં દરિયાઈ પાણી પીવાલાયક બનશે અને ૫ […]

India
drinking water દરિયાનું પાણી પીવાલાયક કરી સરકાર વેંચશે, ભાવ જાણશો તો ચોંકી જશો

ભોપાલ,

ભારતમાં દરિયાઈ પાણી થોડા જ સમયમાં ઘર-ઘર સુધી પીવાલાયક પાણી તરીકે પહોચી જશે અને જો આ વાત સાચી પડશે તો હાલ જે પાણીની સમસ્યા ચાલી રહી છે તેમાંથી થોડી રાહત મળશે. કેન્દ્રીય જળ સંસાધનના મંત્રી નીતિન ગડકરીએ શુક્રવારે નદી મહોત્સવના ઉદ્ધાટન વખતે કહ્યું કે દેશમાં ટૂંક જ સમયમાં દરિયાઈ પાણી પીવાલાયક બનશે અને ૫ પૈસા પ્રતિ લીટરની કિંમતમાં લોકો સુધી પહોચાડવામાં આવશે.  હાલ આ પ્રક્રિયા માટેની કાર્યવાહી તમિલનાડુના તુતીકોરીનમાં ચાલી રહ્યો છે.

મધ્ય પ્રદેશમાં બાંદ્રાભાનમાં ૨ દિવસીય નદી મહોત્સવના ઉદ્ઘાટન દરમ્યાન જણાવ્યું હતું કે, પાણી માટે ઘણા રાજ્યો વલખા મારી રહ્યા છે. જે ખુબજ દુઃખદ વાત કહેવાય પરંતુ તેમની આ સમસ્યાનો જલ્દી જ નિવેડો આવી જશે. પાણીની તંગી વિશે જો વધારે કોઈને ખબર નહિ હોય કે આપણા દેશની નદીનું પાણી પાકિસ્તાનમાં જઈ રહ્યું છે. ભારત તેની ૬ નદીઓનું પાણી પાકિસ્તાન સાથે વહેચે છે.

Image result for nitin gadkari in s days jal mahostav mp

ગડકરીએ વધુમાં કહ્યું કે, ત્રણ નદીનું પાણી પાકિસ્તાનમાં વેડફાઈ જાય છે. પરંતુ આ બાબત પર કોઈ અખબારમાં લખવામાં નથી આવતું અને પાણી વેડફ્તું રોકવા માટે પણ કોઈ પણ પ્રકારની માંગ નથી કરતા.

તમને કદાચ ખબર નહી હોય કે ઇઝરાયેલ દેશમાં પાણીની તંગીના પગલે તેઓ સમુદ્રનું પાણી પીવા માટે ઉપયોગમાં લે છે. થોડા દિવસ પહેલા જયારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇઝરાયેલ દેશની મુલાકાત પર ગયા હતા ત્યારે તેમણે બતાવ્યું હતું કે  સમુદ્રના પાણીને પીવાલાયક પાણીમાં ફેરવવાની ટેકનીક ભારતે પણ ઉપયોગમાં લેવી જોઈએ. એટલું જ નહિ પણ પીએમ મોદીએ આ પ્રોજેક્ટની મુલાકાત પણ લીધી હતી.