Not Set/ આધાર વેરિફિકેશન માટે UIDAI દ્વારા લાવવામાં આવ્યું આ ખાસ ફિચર

નવી દિલ્હી, છેલ્લા કેટલાક સમયથી દેશભરમાં આધાર કાર્ડ નંબરની પ્રાઈવસીને લઇ વિવાદ સામે આવી રહ્યા છે, ત્યારે યુનિક આઈડેન્ટીફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા આધાર કાર્ડની સુરક્ષા માટે એક વધુ કદમ આગળ ધપાવ્યુ છે. આધારના કોઈ પણ ઉપયોગ માટે હવે વ્યક્તિના ચહેરાની ઓળખ આપવી જરૂરી બનશે. નવા સીમ માટે, બેંકમાં વગેરે જગ્યાએ ઓળખ પત્ર તરીકે આપવામાં […]

Top Stories India
Applying for Aadhaar Card આધાર વેરિફિકેશન માટે UIDAI દ્વારા લાવવામાં આવ્યું આ ખાસ ફિચર

નવી દિલ્હી,

છેલ્લા કેટલાક સમયથી દેશભરમાં આધાર કાર્ડ નંબરની પ્રાઈવસીને લઇ વિવાદ સામે આવી રહ્યા છે, ત્યારે યુનિક આઈડેન્ટીફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા આધાર કાર્ડની સુરક્ષા માટે એક વધુ કદમ આગળ ધપાવ્યુ છે. આધારના કોઈ પણ ઉપયોગ માટે હવે વ્યક્તિના ચહેરાની ઓળખ આપવી જરૂરી બનશે. નવા સીમ માટે, બેંકમાં વગેરે જગ્યાએ ઓળખ પત્ર તરીકે આપવામાં આવતા આ આધાર કાર્ડ સાથે આ નવું ફિચર લાગુ થવાનું છે.

ફિંગરપ્રિન્ટ અને આઈરીસ સ્કેન સિવાય ફેસ આઈડેન્ટીફિકેશન એક એડિશનલ ફિચર હશે. UIDAIના જણાવ્યા મુજબ, “આ ફિચર આધારની સુરક્ષાને એક મજબુત પ્રોટેક્શન લેયર પૂરું પાડશે”.

aadhar 1511768161 1 આધાર વેરિફિકેશન માટે UIDAI દ્વારા લાવવામાં આવ્યું આ ખાસ ફિચર

UIDAIના સીઈઓ અજય ભૂષણ પાંડેએ જણાવ્યું કે, “આ પ્રકારના ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે, જયારે અમુક વૃદ્ધોની ઉમરના કારણે ફિંગરપ્રિન્ટ નાબુદ થઇ ગઈ હોય અને એમને આધાર વેરિફિકેશનથી બહાર કરી દેવામાં આવ્યા હોય. પરંતુ હવે નવું ફિચર આવ્યા બાદ આ મુશ્કેલીઓને સુધારવા માટે પણ મદદગાર સાબિત થશે”.

આ સેવાઓ માટે જરૂરી રહેશે ફેસ વેરિફિકેશન

નવા અને ડુપ્લીકેટ સીમ કાર્ડ્સ, બેંકમાં આધાર વેરિફિકેશન, પીડીએસ રાશનની દુકાનો, સરકારી ઓફિસમાં હાજરી જેવી અમુક મહત્વની વાતો માટે આ જરૂરી રહેશે.

શું આ એક વાર કરવાની રહેશે આ પ્રક્રિયા?

જયારે પણ કોઈ વ્યક્તિ વેરિફિકેશન માટે આધારનો ઉપયોગ કરશે ત્યારે ફેસ આઈડેન્ટીફિકેશનની પ્રક્રિયા દરેક વખત કરવી પડશે.

જો કે હાલના સમયમાં આ સેવા માત્ર નવા સીમ કાર્ડ માટે જરૂરી હશે. ૧૫ સપ્ટેમ્બરથી ઓછામાં ઓછુ ૧૦ % ચહેરાની ઓળખ આ નવા ફીચરની મારફતે કરવામાં આવશે.

ઉમરને કારણે, હેરસ્ટાઈલ બદલવાને કારણે, શેવિંગ કરવાના કારણે શું ફેસ આઈડેન્ટીફિકેશનમાં કોઈ ફર્ક પડશે?

UIDAIએ સ્પષ્ટ કહ્યું છે કે, આ નવા ફિચરની સિસ્ટમ એટલી એડવાન્સ હશે કે, સામાન્ય બદલાવથી ફેસ આઈડેન્ટીફિકેશનમાં કોઈ ફર્ક નહી પડે.

આ ઉપરાંત UIDAIએ એક પત્ર મારફતે ટેલિકોમ કંપનીઓને જણાવ્યું કે, “૧૫ સપ્ટેમ્બરથી મહિનામાં ઓછામાં ઓછા ૧૦ % વેરિફિકેશન ફેસ આઈડેન્ટીફિકેશન દ્વારા કરવાનું રહેશે. આ પ્રકારનું વેરિફિકેશન ૧૦ % ઓછુ થશે તો પ્રતિ વેરિફિકેશન ૨૦ પૈસા દંડ લગાવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે જૂન મહિનામાં હૈદરાબાદના એક મોબાઈલ સીમ કાર્ડ વિતરકે આધાર બ્યુરોમાં ગફલો કરીને હજારોની સંખ્યામાં સીમ એક્ટીવેટ કર્યા હતા.

અજય પાંડેએ કહ્યું કે,”લાઇવ ફેસ ફોટોને ઇકેવાઈસી ફોટો સાથે મેચ કરવાનો આદેશ માત્ર એ જ કિસ્સાઓમાં આપવામાં આવશે, જ્યાં સીમ આપવા માટે આધારનો ઉપયોગ કરવામાં આવતો હશે. ટેલિકમ્યુનિકેશન વિભાગના નિર્દેશ અનુસાર જો સીમ આધાર સિવાય કોઈ અન્ય રીતે આપવામાં આવતું હોય તો, આ નિયમ લાગુ પડશે નહી”.