Not Set/ RBIની આજની મિટિંગમાં સરકાર સાથે તડાફડી થવાની સંભાવના, ઉર્જિત પટેલના રાજીનામાની અટકળો

નવી દિલ્હી, કેન્દ્રની મોદી સરકાર સાથેના ખટરાગ સામે આવ્યા બાદ રિઝર્વ બેંકની બોર્ડ મિટિંગ સોમવારે મળશે. આ બેઠકમાં આરબીઆઇના ગવર્નર ઉર્જિત પટેલ પર સરકાર રાજીનામા માટે દબાણ બનાવે તેવા પણ અહેવાલો છે. બોર્ડની મિટિંગમાં સરકારના નોમિનીઝ રિઝર્વ બેંકના ગવર્નર સહિતના અધિકારીઓ પર દબાણ વધારે તેવી શક્યતાઓ છે. બોર્ડની મિટિંગમાં સરકારના પ્રતિનિધીઓ કેટલાંક એવા પ્રસ્તાવો પસાર […]

Top Stories India Trending
collg 660 120716042357 RBIની આજની મિટિંગમાં સરકાર સાથે તડાફડી થવાની સંભાવના, ઉર્જિત પટેલના રાજીનામાની અટકળો

નવી દિલ્હી,

કેન્દ્રની મોદી સરકાર સાથેના ખટરાગ સામે આવ્યા બાદ રિઝર્વ બેંકની બોર્ડ મિટિંગ સોમવારે મળશે. આ બેઠકમાં આરબીઆઇના ગવર્નર ઉર્જિત પટેલ પર સરકાર રાજીનામા માટે દબાણ બનાવે તેવા પણ અહેવાલો છે. બોર્ડની મિટિંગમાં સરકારના નોમિનીઝ રિઝર્વ બેંકના ગવર્નર સહિતના અધિકારીઓ પર દબાણ વધારે તેવી શક્યતાઓ છે.

બોર્ડની મિટિંગમાં સરકારના પ્રતિનિધીઓ કેટલાંક એવા પ્રસ્તાવો પસાર કરવાનું કહી શકે છે જે, ગવર્નર ઉર્જિત પટેલ માટે મુશ્કેલી ઉભી કરી શકે .

Image result for modi and urjit patel

થોડા દિવસ પહેલા જ આરબીઆઇ અને સરકાર વચ્ચે તકરાર થઇ હતી, પરીણામે સરકારે તેને મળેલી સત્તા માટે આરબીઆઇની કલમ ૭નો ઉપયોગ કરીને આરબીઆઇ પાસેથી જવાબ માગ્યા હતા, આ પહેલા આ કલમનો ઉપયોગ ક્યારેય નથી થયો જેને પગલે પણ સરકારની ભારે ટીકા થઇ હતી.

એવું માનવામાં આવે છે કે, બોર્ડની મિટિંગમાં ઉર્જિત પટેલ કાં તો સરકારની માંગ માને અથવા તો રાજીનામુ આપી દે. મિટિંગમાં સરકારી બેંકો પર રેગ્યુલેશનના મુદ્દે સરકાર અને આરબીઆઇ વચ્ચે તલવારો ખેંચાઇ શકે છે.

હાલ બેંકોના વધી રહેલા એનપીએને લઇને આરબીઆઇ અને બેંકો પર બોજ વધી રહ્યો છે. જો કે આ માટે સરકારે આરબીઆઇને જ જવાબદાર ઠેરવી દીધી છે, જેને પગલે સરકાર અને આરબીઆઇ વચ્ચે સીધી તકરાર શરુ થઇ ગઇ છે.

Image result for modi and urjit patel

આ સ્થિતિ વચ્ચે આરબીઆઇની બોર્ડની બેઠક સોમવારે યોજાવા જઇ રહી છે. જેમાં સરકાર સમર્થક આરબીઆઇના બોર્ડના ડાયરેક્ટર્સ ઉર્જિત પટેલ પર દબાણ વધારે તેવા અહેવાલો છે.

આરબીઆઇમાં ૧૮ સભ્યોનું સેન્ટ્રલ બોર્ડ છે, ઉર્જિત પટેલ ગવર્નર જ્યારે ચાર ડેપ્યુટીના પદ પર છે. આ બેઠકમાં એનપીએથી લઇને એમએસએમઇને ક્રેડિટ મુદ્દે ચર્ચા થઇ શકે છે.એ સિવાય લોન રિસ્ટ્રક્ચરીંગનો મુદ્દો પણ ચર્ચાઇ શકે છે.જ્યારે એજન્ડા સિવાયના મુદ્દાઓ અંગે પણ ચર્ચા થવાની શક્યતાઓ છે.

સરકાર ઇચ્છી રહી છે કે એમએસએમઇ કે જે ૧૨ કરોડ લોકોની રોજગારી સાથે સંકળાયેલ છે તેને લઇને કેટલાક સપોર્ટ અને સમર્થનની જરુર છે, કેમ કે નોટબંધી અને જીએસટીને કારણે તેને અસર થઇ હોવાનું સરકાર માની રહી છે.

Image result for rbi

આ અસરથી કેવી રીતે બચાવી શકાય કે જેથી અર્થતંત્ર પણ સુધારા પર આવી શકે તે અંગે યોગ્ય નિર્ણય લેવા માટે આરબીઆઇ પર સરકાર દબાણ વધારી રહી છે. જોકે આ સ્થિતિ વચ્ચે ઉર્જિત પટેલ હાલ રાજીનામુ ન આપવાના મૂડમા હોવાના પણ અહેવાલો છે.

કેન્દ્રીય નાણા પ્રધાન અરુણ જેટલીએ એનપીએ માટે ઉર્જિત પટેલની કામગીરીની ટીકા કરી હતી. આ પહેલા નોટબંધીના નિર્ણય મામલે પણ સરકાર અને આરબીઆઇ આમને સામને આવી ગયા હતા. ગયા મહિને જ આરબીઆઇના ડેપ્યુટી ગવર્નર વીરલ આચાર્યએ કહ્યું હતું કે આરબીઆઇની સ્વતંત્રતા જળવાઇ રહેવી જરુરી છે.