Not Set/ ટીવી અભિનેત્રી શ્રેનું પરીખે જણાવી છેડતીની ભયાનક ઘટના

લોકોમાં જાતીય સતામણી અંગે જાગૃતિ લાવવા માટે રોઝ મેકગોવાન દ્વારા શરુ કરવામાં આવેલા #MeToo અભિયાને ખુબ ઝડપથી જ ચળવળનું સ્વરૂપ લઇ લીધું છે. દુનિયાભરની મોટી હસ્તીઓ અને લોકોએ તેમને કરવામાં આવેલી જાતીય સતામણીનો ગંદો અનુભવ જાહેર કર્યો હતો. બોલીવૂડ અને ટીવી ક્ષેત્રની અભિનેત્રીઓ પણ પાછળ ના રહેતા, જાતીય સતામણી અંગે જાગૃતિ લાવવા, આ અભિયાનના સમર્થનમાં […]

India Trending Entertainment
gTiqotG ટીવી અભિનેત્રી શ્રેનું પરીખે જણાવી છેડતીની ભયાનક ઘટના

લોકોમાં જાતીય સતામણી અંગે જાગૃતિ લાવવા માટે રોઝ મેકગોવાન દ્વારા શરુ કરવામાં આવેલા #MeToo અભિયાને ખુબ ઝડપથી જ ચળવળનું સ્વરૂપ લઇ લીધું છે. દુનિયાભરની મોટી હસ્તીઓ અને લોકોએ તેમને કરવામાં આવેલી જાતીય સતામણીનો ગંદો અનુભવ જાહેર કર્યો હતો. બોલીવૂડ અને ટીવી ક્ષેત્રની અભિનેત્રીઓ પણ પાછળ ના રહેતા, જાતીય સતામણી અંગે જાગૃતિ લાવવા, આ અભિયાનના સમર્થનમાં એમની સાથે થયેલા જાતીય સતામણીના ખરાબ અનુભવોને જાહેર કર્યા હતા.

ટીવી શો “ઈશ્કબાઝ“ની સ્ટોરી પણ આ #MeToo અભિયાન સાથેજ ચાલી રહી છે અને છેડતી વિરુદ્ધ આવાજ ઉઠાવવાને મહત્વનું ગણે છે. આ શોની અભિનેત્રી શ્રેનું પરીખ, જેણે જાતીય સતામણી જેવી કમનસીબ ઘટનાનો સામનો ફક્ત વર્ષની ઉમરે કર્યો હતો.

64381970 ટીવી અભિનેત્રી શ્રેનું પરીખે જણાવી છેડતીની ભયાનક ઘટના

શ્રેનુએ તેના ઈંસ્ટગ્રામ હેન્ડલ પર તેની સાથે બનેલી કમનસીબ ઘટનાનો વિગતવાર ઉલ્લેખ કરતા લખ્યું કે હું પણ, બધા બાળકોની જેમ મારા બાળપણમાં મારા નાના-નાની ના શહેરમાં વેકેશન મનાવવા જતી હતી.

ભયાનક ઘટના વિશે યાદ કરતા શ્રેનુએ લખ્યું કે એક બાળક હોવાના કારણે મને ખબર નથી કે હું સુઈ ગયેલી ત્યારે મારી સાથે શું થયું, પણ તે અંકલ જેના ખોળામાં હું સુતી હતી, તેમના દ્વારા અયોગ્ય અડપલાં થવાથી હું જાગી ગઈ, મને કઈક ખોટું થયું હોઈ એવું લાગ્યું, હું મારા નાનાને જોઈ રહી હતી, તેઓ થોડા દુર ઉભા હતા, પણ હું એમને ક્યારે પણ આ વાત કહી ન શકી. મે એમને આ વિશે કહ્યું હોત, હું ઇચ્છુ કે એ માણસને પણ ૬ વર્ષના બાળકની છેડતી કરવાની સજા મળી હોત. આવું એક વખત નહિ પરંતુ આવી ઘણી ઘટનાઓ વિશે મારા દોસ્તો પાસેથી જાણવા મળ્યું છે, પણ અમે ક્યારે કોઈને કહ્યું નાથી કારણકે આમને ડર હતો કે સમાજના લોકો અમારો વિશ્વાસ નહિ કરે.

14 year old gang raped by indian army men on amritsar express 1451368546 7257 1 ટીવી અભિનેત્રી શ્રેનું પરીખે જણાવી છેડતીની ભયાનક ઘટના

 

અંતમાં શ્રેનુંએ કહ્યું કે અત્યારે ગૌરી(તેના પાત્રનું નામ) સાથે જે કઈ થઇ રહ્યું છે, આપણે બધાએ જીવનમાં ક્યારેક તો અનુભવેલુ જ છે. એટલાં માટેજ હું આટલી ખુશ છું કે અમે એવી સ્ટોરી કરી જેનાથી મહિલાઓ બોલી શકે. જો આપને આપણા સત્યને નહિ અપનાવીએ તો બીજું કોઈ નહિ અપનાવે.