Not Set/ લોકસભાની ચૂંટણી પહેલા કેજરીવાલને લાગ્યો વધુ એક ઝટકો, આ ધારસભ્યએ “AAP”ને કહ્યું બાય બાય

નવી દિલ્હી, લોકસભાની ચૂંટણીન અ દિવસો નજીક આવતા જાય છે એમ હવે રાજકીય પાર્ટીઓના સમીકરણ પણ બદલાઈ રહ્યા છે, ત્યારે આ વચ્ચે જ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને એક ઝટકો લાગ્યો છે. પંજાબમાં જૈતો વિધાનસભા બેઠક પરથી આપના ધારાસભ્ય એવા બલદેવ સિંહે રાજીનામું આપી દીધું છે અને તેઓએ અરવિંદ કેજરીવાલને પોતાનું […]

Top Stories India Trending
755908 arvind kejriwal 04 લોકસભાની ચૂંટણી પહેલા કેજરીવાલને લાગ્યો વધુ એક ઝટકો, આ ધારસભ્યએ "AAP"ને કહ્યું બાય બાય

નવી દિલ્હી,

લોકસભાની ચૂંટણીન અ દિવસો નજીક આવતા જાય છે એમ હવે રાજકીય પાર્ટીઓના સમીકરણ પણ બદલાઈ રહ્યા છે, ત્યારે આ વચ્ચે જ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને એક ઝટકો લાગ્યો છે.

પંજાબમાં જૈતો વિધાનસભા બેઠક પરથી આપના ધારાસભ્ય એવા બલદેવ સિંહે રાજીનામું આપી દીધું છે અને તેઓએ અરવિંદ કેજરીવાલને પોતાનું રાજીનામું પણ સોપી દીધું છે.

તેઓએ પોતાના રાજીનામાના પત્રમાં લખ્યું હતું કે, “આમ આદમી પાર્ટીએ પોતાના મૌલિક વિચારો અને સિદ્ધાંતોને પૂરી રીતે છોડી દીધા છે, જેથી હું પાર્ટીની પ્રાથમિક સભ્યતા પરથી પોતાનું રાજીનામું આપી રહ્યો છું. મને પાર્ટી છોડવાનું દુઃખ છે”.

મહત્વનું છે કે, આ પહેલા વરિષ્ઠ વકીલ એચ એસ ફુલ્કા પણ આપમાંથી પોતાનું રાજીનામું આપી ચુક્યા છે. તેઓએ રાજીનામું આપ્યા બાદ કહ્યું હતું કે, ૧૯૮૪ના રમખાણોથી પીડિત લોકોને ન્યાય આપવા માટે આમ આદમી પાર્ટી છોડી છે.