Not Set/ શું ઝેર આપીને કરવામાં આવી ઉડુપી મઠ પ્રમુખની હત્યા? – મેડિકલ રિપોર્ટથી ઉઠ્યા સવાલ …

કર્ણાટકમાં ઉડુપીના શીરુર મઠના પ્રમુખ લક્ષ્મીવિરા તીર્થ સ્વામી નું ગુરુવારે સવારે નિધન થઇ ગયું છે. પેટમાં દર્દ હોવાની ફરિયાદ બાદ એમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરોની તમામ કોશિશો બાદ પણ એમને બચાવી શકાયા નહતા. જોકે, તીર્થ સ્વામી ના વકીલે એમના નિધન પર સવાલ ઉભા કર્યા છે. એમના વકીલે કહ્યું કે 55 વર્ષીય તીર્થ સ્વામીની […]

Top Stories India
11BGLAKSHMIVARATIRTHA શું ઝેર આપીને કરવામાં આવી ઉડુપી મઠ પ્રમુખની હત્યા? - મેડિકલ રિપોર્ટથી ઉઠ્યા સવાલ ...

કર્ણાટકમાં ઉડુપીના શીરુર મઠના પ્રમુખ લક્ષ્મીવિરા તીર્થ સ્વામી નું ગુરુવારે સવારે નિધન થઇ ગયું છે. પેટમાં દર્દ હોવાની ફરિયાદ બાદ એમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરોની તમામ કોશિશો બાદ પણ એમને બચાવી શકાયા નહતા. જોકે, તીર્થ સ્વામી ના વકીલે એમના નિધન પર સવાલ ઉભા કર્યા છે. એમના વકીલે કહ્યું કે 55 વર્ષીય તીર્થ સ્વામીની હત્યા કરવામાં આવી છે. વકીલે દાવો કર્યો કે તીર્થ સ્વામી ના જીવ પર જોખમ હતું. લક્ષ્મીવિરા તીર્થ સ્વામીના નિધનનું કારણ ફૂડ પોઇઝનિંગ દર્શાવાયું છે.

જાણકારી મુજબ ગુરુવાર સવારે વન મહોત્સવ દરમિયાન એમણે કોલેજના વિદ્યાર્થીઓ સાથે ખાવાનું ખાધું હતું. ત્યારબાદ એમણે પેટમાં દર્દ થતું હોવાની ફરિયાદ કરી હતી. અને એમની હાલત વધારે ખરાબ થઇ ગઈ હતી. અફરા તફરીની હાલતમાં એમને કસ્તુરબા હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરોની તમામ કોશિશો બાદ પણ એમને બચાવી શકાયા નહતા.

krishna temple udupi e1532070085912 શું ઝેર આપીને કરવામાં આવી ઉડુપી મઠ પ્રમુખની હત્યા? - મેડિકલ રિપોર્ટથી ઉઠ્યા સવાલ ...

વકીલે જણાવ્યું કે સ્વામીએ દાવો કર્યો હતો કે એમને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી રહી છે. ધર્મગુરુ લક્ષ્મીવિરા તીર્થ સ્વામી અને ઉડુપી મઠના અન્ય 6 સ્વામીઓ વચ્ચે મતભેદ હતા. વકીલનું કહેવાનું છે કે ડોક્ટરોએ પણ મેડિકલ રિપોર્ટમાં ખાવામાં ઝેર હોવાની આશંકા દર્શાવી છે. ખાવાનું સેમ્પલ તપાસ માટે મોકલી આપવામાં આવ્યું છે.

જણાવી દઈએ કે આ મામલામાં સ્વામીનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવવાનો બાકી છે. રિપોર્ટ આવ્યા બાદ જ આ વાતનો ખુલાસો થઇ શકશે કે સ્વામીનું મૃત્યુ કેવી રીતે થયું છે. ઉડુપી શહેરથી 20 કિલોમીટર દૂર આવેલા શીરુર મઠ ના તીર્થ સ્વામી છેલ્લા કેટલાક હપ્તાથી લો બ્લડ પ્રેશર અને ઇન્ટરનલ બ્લીડીંગથી પરેશાન હતા. એમના વકીલે અપરાધિક મામલા હેઠળ કેસ નોંધાવવાની તૈયારી કરી લીધી છે. આ મામલે ઉડુપીમાં પોલીસે કેસ દર્જ કરી લીધો છે અને પોલીસ તપાસ કરી રહી છે.

shiroor 030509 1 શું ઝેર આપીને કરવામાં આવી ઉડુપી મઠ પ્રમુખની હત્યા? - મેડિકલ રિપોર્ટથી ઉઠ્યા સવાલ ...

શીરુર મઠ અને આસ્થા મઠ ના સદસ્ય પેજાવર શ્રી એ કહ્યું કે કોઈએ પણ નક્કર કારણ વિના આરોપો ના લગાવવા જોઈએ. આ ખોટું છે કે એમની હત્યા થઇ છે. એમણે છેલ્લા એક વર્ષથી પૂજા-પાઠ છોડી દીધા હતા. એમનું મોત પ્રાકૃતિક છે. તેઓ છેલ્લા એક વર્ષથી બીમાર હતા. અન્ય મઠાધીશોએ એમની હત્યા નથી કરી. જણાવી દઈએ કે ઉડુપી કૃષ્ણ મંદિર હાલમાં આસ્થા મઠ દ્વારા સંચાલિત છે. અને પેજાવર શ્રી એના સદસ્ય છે.