Not Set/ આજે મોદી સરકાર વિરુધ અવિશ્વાસ પ્રસ્તાવ પર થશે વોટિંગ, જાણો, શું છે લોકસભામાં બેઠકનું ગણિત

નવી દિલ્હી, વર્ષ ૨૦૧૪માં કેન્દ્રમાં સત્તા પર આવ્યા બાદ સવા ચાર વર્ષ પછી મોદી સરકાર વિરુધ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવામાં આવી રહ્યો છે. બુધવારે શરુ થયેલા મોનસૂન સત્રમાં TDP દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસના પ્રસ્તાવને સ્પીકરે મંજુરી આપી હતી, ત્યારે શુક્રવારે વર્તમાન ભાજપ સરકારને વોટિંગની અગ્નિપરીક્ષામાંથી પસાર થવાનું છે. હાલમાં સંસદના નીચલા ગૃહ લોકસભામાં મોદી સરકારને જાદુઈ […]

Top Stories India Trending
257681 parliament આજે મોદી સરકાર વિરુધ અવિશ્વાસ પ્રસ્તાવ પર થશે વોટિંગ, જાણો, શું છે લોકસભામાં બેઠકનું ગણિત

નવી દિલ્હી,

વર્ષ ૨૦૧૪માં કેન્દ્રમાં સત્તા પર આવ્યા બાદ સવા ચાર વર્ષ પછી મોદી સરકાર વિરુધ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવામાં આવી રહ્યો છે. બુધવારે શરુ થયેલા મોનસૂન સત્રમાં TDP દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસના પ્રસ્તાવને સ્પીકરે મંજુરી આપી હતી, ત્યારે શુક્રવારે વર્તમાન ભાજપ સરકારને વોટિંગની અગ્નિપરીક્ષામાંથી પસાર થવાનું છે.

હાલમાં સંસદના નીચલા ગૃહ લોકસભામાં મોદી સરકારને જાદુઈ આંકડો હાંસલ કરવા માટે ૨૬૭ સીટોની જરૂરત છે. એક તબક્કે ભાજપ પાસે હાલમાં બહુમતથી પણ વધુ બેઠકો છે, પરંતુ આ અરસામાં સરકાર માટે કોઈ ખતરો જોવા મળી રહ્યો નથી.

લોકસભામાં કુલ બેઠકો ૫૪૫ છે જેમાં બે સભ્યો માટે સીટો નોમિનેટ રાખવામાં આવી છે. પરંતુ હાલમાં ૧૧ સીટો ખાલી છે ત્યારે સાંસદોની કુલ સંખ્યા ૫૩૨ છે. આ જોતા ભાજપને બહુમતીનો આ આંકડો હાંસલ કરવા માટે ૨૬૭ સાંસદની જરૂરત છે.

બીજી બાજુ ભાજપની વર્તમાન મોદી સરકારની વાત કરવામાં આવે તો, લોકસભાના સ્પીકરને છોડીને ભાજપ પાસે ૨૭૨ સાંસદ છે જયારે NDA ગઠબંધનમાં ૩૧૩ સભ્યો છે. જો કે શુક્રવાર સવારે જ શિવસેના દ્વારા કરાયેલા સંસદના બોયકોટના નિર્ણય બાદ ૨૯૫ સાંસદો છે, જયારે અન્ય વિપક્ષી પાર્ટીઓ પાસે ૧૪૭ સાંસદ છે.

જુઓ, લોકસભાની બેઠકોનું ગણિત :

NDA ગઠબંધન :

ભાજપ : ૨૭૨ સાંસદ, એલજેપી : ૬ સાંસદ, અકાલી દલ : ૪ સાંસદ, આરએલએસપી : ૩ સાંસદ, JDU : ૨ સાંસદ, અપના દલ : ૨ સાંસદ, અન્ય દળ : ૬ સાંસદ

મોદી સરકાર વિરુધ વિપક્ષી પાર્ટીઓના સાંસદ :

કોંગ્રેસ : ૪૮ સાંસદ, TMC : ૩૪ સાંસદ, TDP : ૧૬ સાંસદ, ટીઆરએસ : ૧૧ સાંસદ, NCP : ૭ સાંસદ, સપા : ૭ સાંસદ, RJD : ૪ સાંસદ, AAP : ૪ સાંસદ, અન્ય દળ : ૧૬ સાંસદ

આ રાજકીય પાર્ટીઓ કઈ પાર્ટીને સમર્થન કરશે તે નક્કી નથી :

AIADMK : ૩૭ સાંસદ

શિવસેના : ૧૮ સાંસદ

BJD : ૧૯ સાંસદ

અન્ય દળ : ૧૬ સાંસદ