Not Set/ RSS સાથેના એક સંગઠને RBI ગવર્નરને આપી ચીમકી, કહ્યું, સરકાર સાથે મળીને કામ કરો, બાકી…

નવી દિલ્હી, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) અને કેન્દ્રની મોદી સરકાર વચ્ચે વિભિન્ન મુદ્દાઓને લઈ જોવા મળતો ગજગ્રાહ હવે ચરમસીમાએ પહોચી ગયો છે. આ પરસ્પરના મતભેદોનો વિવાદ એ હદ સુધી પહોંચી ચુક્યો છે હવે સરકાર બંધારણ હેઠળ મળેલા આરબીઆઈ એક્ટ, ૧૯૩૪ના સેક્શન ૭નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ વચ્ચે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલા સંગઠન સ્વદેશી જાગરણ મંચ […]

Top Stories India Trending
530616 urjit patel and narendra modi RSS સાથેના એક સંગઠને RBI ગવર્નરને આપી ચીમકી, કહ્યું, સરકાર સાથે મળીને કામ કરો, બાકી...

નવી દિલ્હી,

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) અને કેન્દ્રની મોદી સરકાર વચ્ચે વિભિન્ન મુદ્દાઓને લઈ જોવા મળતો ગજગ્રાહ હવે ચરમસીમાએ પહોચી ગયો છે. આ પરસ્પરના મતભેદોનો વિવાદ એ હદ સુધી પહોંચી ચુક્યો છે હવે સરકાર બંધારણ હેઠળ મળેલા આરબીઆઈ એક્ટ, ૧૯૩૪ના સેક્શન ૭નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

આ વચ્ચે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલા સંગઠન સ્વદેશી જાગરણ મંચ દ્વારા RBIના ગવર્નર ઉર્જિત પટેલને લઈ મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે.

સ્વદેશી જાગરણ મંચ દ્વારા બુધવારે જણાવવામાં આવ્યું, “ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નરને સરકાર સાથે મળીને કામ કરવું જોઈએ, બાકી તેઓ પોતાના પદ પરથી રાજીનામું આપી શકે છે”.

આ મંચના સહ-સંયોજક અશ્વિની મહાજનના કહેવા મુજબ, “RBIના ગવર્નરને સરકાર સાથે મળીને કામ કરવું જોઈએ, બાકી તેઓ રાજીનામું આપી શકે છે.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, “આરબીઆઈના ડેપ્યુટી ગવર્નરની સાથે સાથે અન્ય અધિકારીઓને પણ સરકાર સાથે કોઈ પણ પ્રકારની કોઈ અસહમતી હોય તો સાર્વજનિક રીતે બોલવાથી બચવું જોઈએ”.

શું છે આ વિવાદ ?

સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, સરકાર સાથે વધેલી ખટાશ બાદ આશંકા વ્યક્ત કરાઈ રહી છે કે, RBIના ગવર્નર ઉર્જિત પટેલ પોતાના પદ પરથી રાજીનામું આપી શકે છે.

15016699505981aa3e7807a RSS સાથેના એક સંગઠને RBI ગવર્નરને આપી ચીમકી, કહ્યું, સરકાર સાથે મળીને કામ કરો, બાકી...

અત્રે ઉલ્લેખનીય છે કે, મંગળવારે કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીએ RBI પર ઠીકરો ફોડતા દેશમાં બેંકના NPA માટે રિઝર્વ બેંકને જવાબદાર ઠેરવી હતી.

સરકાર દ્વારા RBIને પાઠવવામાં આવ્યો પત્ર

ઇકોનોમિક ટાઈમ્સ દ્વારા જણાવ્યા અનુસાર, આરબીઆઈ એક્ટ, ૧૯૩૪ હેઠળ સરકાર દ્વારા ગયા એક કે બે અઠવાડિયામાં RBIના ગવર્નરને બે અલગ અલગ પત્રો પાઠવવામાં આવી ચુક્યા છે.

સરકાર દ્વારા પત્ર દ્વારા આરબીઆઈને નોન-બેન્કિંગ ફાઇન્નાશિયલ કંપનીઓ માટે લિક્વિદિટી, બેંકોને પૂંજી અને લઘુ તેમજ મધ્યમ વર્ગના ઉદ્યોગ માટે લોન આપવાનો નિર્દેશ કર્યો છે.

530616 urjit patel and narendra modi RSS સાથેના એક સંગઠને RBI ગવર્નરને આપી ચીમકી, કહ્યું, સરકાર સાથે મળીને કામ કરો, બાકી...
national-rbi-governor-may-consider-resigning-after-rift-with-government-report-section-7-rbi-act

બીજી બાજુ માનવામાં આવી રહ્યું છે કે, સરકાર આ પગલા દ્વારા જ RBIના ડેપ્યુટી ગવર્નર વિરલ આચાર્ય દ્વારા પોતાનો ગુસ્સો વ્યક્ત કરાયો છે. સાથે સાથે તેઓએ સરકારને RBIની સ્વતંત્રતા પર હાનિ પહોચાડતા ઘાતક પરિણામો ભોગવવાની ચેતવણી આપી છે.

સરકારને શા માટે સેક્સન ૭ લગાવવાની પડી જરૂરત

કેન્દ્ર સરકાર અને આરબીઆઈ વચ્ચેની ખટાશ વચ્ચે સેક્શન ૭નો ઉપયોગ કરવાની જરૂરત ત્યારે પડી જયારે દેશની કેટલીક વીજળીનું ઉત્પાદન કરતી કંપનીઓએ RBI દ્વારા જાહેર કરાયેલા સર્ક્યુલરને અલ્હાબાદ હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો.

શું છે આરબીઆઈ એક્ટ, ૧૯૩૪નો સેક્શન ૭ ?

GettyImages 610495444 e1507128943534 RSS સાથેના એક સંગઠને RBI ગવર્નરને આપી ચીમકી, કહ્યું, સરકાર સાથે મળીને કામ કરો, બાકી...
national-rbi-governor-may-consider-resigning-after-rift-with-government-report-section-7-rbi-act

આજથી લગભગ ૮૩ વર્ષ પહેલા દેશની સેન્ટ્રલ બેન્કોને નિર્દેશ આપવાના હેતુથી ૧૯૩૪માં RBI એક્ટ હેઠળ સેક્શન ૭ને લાગુ કરવામાં આવ્યો હતો.

આરબીઆઈ એક્ટ, ૧૯૩૪ હેઠળ સરકારને અધિકાર છે કે, તેઓ સાર્વજનિક હિતના મુદ્દાઓ પર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને નિર્દેશ કરી શકે છે, જેને RBI માનવાનો ઇન્કાર કરી શકતી હતી.

બીજી બાજુ આ એક્ટ લાગુ થયા બાદ RBIના ગવર્નર તેમજ ડેપ્યુટી ગવર્નરને આપવામાં આવેલા તમામ અધિકારો છીનવાઈ જાય છે.