Not Set/ ઉત્તરપ્રદેશ : પ્રાઈવેટ હોસ્પિટલના ICUમાં સગીરવયની છોકરી સાથે થયો ગેંગરેપ

બરેલી, ઉત્તરપ્રદેશના બરેલીથી એક હેરાન અને શર્મસાર થનારી એક ઘટના સામે આવી છે, જ્યાં ૧૬ વર્ષની સગીર છોકરી સાથે ગેંગરેપ કરવામાં આવ્યો છે. હકીકતમાં, ૧૬ વર્ષની સગીરવયની છોકરી કે જે બદાયું રોડ પર સ્થિત એક પ્રાઈવેટ હોસ્પિટલના ICUમાં ભરતી કરવામાં આવી હતી, ત્યારે ગુરુવાર સાંજે હોસ્પિટલના એક કમ્પાઉન્ડર અને બે અજ્ઞાત શખ્સો દ્વારા કથિત રૂપે […]

Top Stories India Trending
rape 5 1 ઉત્તરપ્રદેશ : પ્રાઈવેટ હોસ્પિટલના ICUમાં સગીરવયની છોકરી સાથે થયો ગેંગરેપ

બરેલી,

ઉત્તરપ્રદેશના બરેલીથી એક હેરાન અને શર્મસાર થનારી એક ઘટના સામે આવી છે, જ્યાં ૧૬ વર્ષની સગીર છોકરી સાથે ગેંગરેપ કરવામાં આવ્યો છે.

હકીકતમાં, ૧૬ વર્ષની સગીરવયની છોકરી કે જે બદાયું રોડ પર સ્થિત એક પ્રાઈવેટ હોસ્પિટલના ICUમાં ભરતી કરવામાં આવી હતી, ત્યારે ગુરુવાર સાંજે હોસ્પિટલના એક કમ્પાઉન્ડર અને બે અજ્ઞાત શખ્સો દ્વારા કથિત રૂપે ગેંગરેપ કરવામાં આવ્યો છે.

જો કે આ ઘટના ત્યારે સામે આવી હતી , જયારે આ છોકરી હોંશમાં આવી હતી અને ત્યારબાદ તેણીએ પોતાની માતાને આ બનાવની આપબીતી કહી હતી.

 પોલીસના જણાવ્યા અનુસાર, “ફૂડ પોઇઝનિંગના કારણે આ છોકરીને ૨૯ ઓક્ટોબરના રોજ ICUમાં ભરતી કરવામાં આવી હતી”.

પીડિતાના પિતા દ્વારા કરવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, “આ છોકરી ICUમાં ગુરુવારે બેહોશ અવસ્થામાં હતી ત્યારે જ કમ્પાઉન્ડર અને બે અજ્ઞાત લોકોએ તેની પર ગેંગરેપ કર્યો હતો”.

પોલીસ દ્વારા અ ફરિયાદના આધારે હોસ્પિટલના કમ્પાઉન્ડર સુનિલ કુમાર અને બે અજ્ઞાત વ્યક્તિઓ વિરુધ IPCની ધારા ૩૭૬ D (ગેંગરેપ) અને POCSO એક્ટ હેઠળ કેસ દાખલ કર્યો છે. .

પોલીસના જણાવ્યા અનુસાર, છોકરીને બેહોશ હાલતમાં ફરીથી ICUમાં ટ્રાન્સફર કરવામાં આવી છે. ત્યારબાદ હવે તે જયારે હોશમાં આવશે ત્યારે આ છોકરીનો મેડિકલ ટેસ્ટ કરવામાં આવશે.