Not Set/ CJI પર મહાભિયોગને કરાયો નામંજૂર, વાંચો, વિપક્ષના ૫ કારણોનો ઉપ-રાષ્ટ્રપતિએ શું આપ્યો જવાબ

દિલ્લી, સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ દિપક મિશ્રા સામે કોંગ્રસ સહિતના ૭ વિરોધ પક્ષો દ્રારા લાવવામાં આવેલા મહાભિયોગના પ્રસ્તાવને રાજ્યસભાના ચેરમેન અને ઉપ-રાષ્ટ્રપતિ વૈંક્યા નાયડુએ ફગાવી દીધો છે. એક ન્યુઝ એજન્સીના અહેવાલ પ્રમાણે વાઇસ પ્રેસિડેન્ટ વૈંકયા નાયડુએ આ પ્રસ્તાવમાં કોઇ મેરીટ ના હોવાના કારણે ફગાવ્યો છે. આ પહેલા ચીફ જસ્ટિસ સામે મહાભિયોગ લાવવા માટે ૨૦ એપ્રિલના […]

India
HHHFDH CJI પર મહાભિયોગને કરાયો નામંજૂર, વાંચો, વિપક્ષના ૫ કારણોનો ઉપ-રાષ્ટ્રપતિએ શું આપ્યો જવાબ

દિલ્લી,

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ દિપક મિશ્રા સામે કોંગ્રસ સહિતના ૭ વિરોધ પક્ષો દ્રારા લાવવામાં આવેલા મહાભિયોગના પ્રસ્તાવને રાજ્યસભાના ચેરમેન અને ઉપ-રાષ્ટ્રપતિ વૈંક્યા નાયડુએ ફગાવી દીધો છે. એક ન્યુઝ એજન્સીના અહેવાલ પ્રમાણે વાઇસ પ્રેસિડેન્ટ વૈંકયા નાયડુએ આ પ્રસ્તાવમાં કોઇ મેરીટ ના હોવાના કારણે ફગાવ્યો છે.

આ પહેલા ચીફ જસ્ટિસ સામે મહાભિયોગ લાવવા માટે ૨૦ એપ્રિલના રોજ વિપક્ષ દ્વારા વૈંકયા નાયડુને ૫ કારણો જણાવ્યા હતા. તેના બદલામાં ઉપ-રાષ્ટ્રપતિએ આ પ્રસ્તાવને ફગાવતા આ જવાબો આપ્યા છે.

વિપક્ષ દ્વારા લગાવવામાં આવેલા ૫ કારણો અને ઉપ-રાષ્ટ્રપતિના જવાબ :

૧. વિપક્ષી પાર્ટીઓમાં ખાસ કરીને કોંગ્રેસ દ્વારા દિપક મિશ્રા સામે આરોપ લગાવ્યો હતો કે, ચીફ જસ્ટિસનો વ્યવહાર તેઓના પદને અનુલક્ષીને નથી.

ઉપ-રાષ્ટ્રપતિનો જવાબ :

ઉપ-રાષ્ટ્રપતિ વૈંક્યા નાયડુએ જણાવ્યું, દિપક મિશ્રા વિરુધ CJIના પદ પર રહેતા એવો કોઈ મામલો સામે આવ્યો નથી કે જેના કારણે તેઓના વ્યવહાર પર કોઈ શક કરવામાં આવે. તમારી પાસે પણ માત્ર આરોપ સિવાય કોઈ પુરાવાઓ નથી.

૨. પ્રસાદ એજ્યુકેશન ટ્રસ્ટના સામનો જયારે ચીફ જસ્ટિસ સામે આવ્યો ત્યારે તેઓએ ન્યાયિક અને વહીવટી પ્રક્રિયાને કિનારે કરી હતી.

જવાબ : પ્રસાદ એજ્યુકેશન ટ્રસ્ટની શરૂઆતી તપાસમાં દિપક મિશ્રાનું નામ સામે આવ્યું હતું. પરંતુ આ મામલાની તપાસ બાદ તેઓની ભૂમિકા સામે આવી નથી. જ્યાં સુધી પીટીશનને લઇ ન્યાયિક અને વહીવટી પ્રક્રિયાની તપાસને પ્રભાવિત કરવાની વાત છે ત્યારે એમાં કોઈ પ્રમાણ નથી.

૩. વિપક્ષ દ્વારા ચીફ જસ્ટિસ દિપક મિશ્રા પર તેઓના રોસ્ટર પાવરનો ઉપયોગ કરી કેટલાક સંવેદનશીલ મામલાઓના કેસોની ફાળવણી પોતાના પસંદગીની બેંચોને આપવી.

જવાબ : ચીફ જસ્ટિસ પર સુપ્રીમ કોર્ટના રોસ્ટરમાં મનમાની કરીને કરવામાં આવેલા ફેરફારનો આરોપ ખોટા છે. કારણ કે, રોસ્ટર બનાવવાનો અધિકાર CJI પાસે હોઈ છે. નિયમ અનુસાર CJI એ “માસ્ટર ઓફ રોસ્ટર” હોય છે. છેલ્લા કેટલાક દિવસોથી મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા છે ત્યારબાદ સુપ્રીમ કોર્ટ દ્વારા આ મામલો હાથ ધરતા તેને ઉકેલવામાં માટે ભરોશો આપ્યો હતો. આ અરસામાં દિપક મિશ્રા પર સવાલો ઉભા કરવા એ યોગ્ય નથી.

૪. કેટલાક મહત્વના કેસોની ફાળવણીમાં ભેદભાવનો આરોપ લગાવવામાં આવ્યો હતો. વિપક્ષનો આક્ષેપ હતો કે CBIની સ્પેશિયલ કોર્ટના જજ બી એચ લોયાના કેસમાં CJI દ્વારા સીનીયર જજો હોવા છતાં તેઓએ જજ અરુણ મિશ્રાની બેન્ચને આપ્યો હતો.

જવાબ : જ્યાં સુધી સુપ્રીમ કોર્ટના કેસની ફાળવણીને લઇને સવાલો છે ત્યારે આ પ્રક્રિયા નિયમ અનુસાર જ કરવામાં આવતી હોય છે. સુપ્રીમ કોર્ટને પોતાનો નિયમ છે જે અંતર્ગત તેઓ કામ કરતા હોય છે. આ મામલાઓમાં જયારે સુપ્રીમ કોર્ટ પર સવાલો ઉભા થાય છે ત્યારે તેનું સમાધાન અંદર જ કરવામાં આવતું હોય છે.

૫. સુર્પીમ કોર્ટના જજ બન્યા બાદ ૨૦૧૩માં જમીનનું અધિગ્રહણ કરવું અને  ફેક એફિડેવિટ લગાવવી. જો કે આ અંગે કોંગ્રેસ પાર્ટીના નેતા કપિલ સિબ્બલે આરોપ લગાવતા કહ્યું, “ચીફ જસ્ટિસદ્વારા ખોટું શપત લેટર દાખલ કરવામાં આવ્યો હતો અને  ૨૦૧૨ સુધી તેઓએ જમીનને પરત કરી ન હતી.

જવાબ : દિપક મિશ્રાએ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા બાદ તેઓએ વર્ષ ૨૦૧૨માં જમીન સરેન્ડર કરી હતી. આ સમયમાં તેઓએ પોતે નિયમોનું પાલન કર્યું હતું. ઉપ-રાષ્ટ્રપતિ નાયડુએ જણાવ્યું, આ નોટિસમાં ચીફ જસ્ટિસ પર લગાવવામાં આવેલા આરોપોને બંધારણના આર્ટિકલ ૧૨૪ (૪)ના ડાયરામાંથી બહાર જણાવ્યા બાદ તેઓ સામે અગ્રિમ તપાસ કરવી યોગ્ય માનવામાં આવશે નહીં.