Not Set/ video : બાગપતમાં PM મોદીએ કેવી રીતે તમામ વિપક્ષી પાર્ટીઓને લીધી આડે હાથ, જુઓ

બાગપત, રવિવાર સવારે દિલ્હી-મેરઠ એક્સપ્રેસવેના પ્રથમ ચરણનું ઉદ્ઘાટન કર્યાં બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હેલિકોપ્ટર દ્વારા બાગપત પહોંચ્યા હતા અને દેશના સૌથી હાઈટેક મનાતા ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ-વેને રાષ્ટ્રને કર્યો સમર્પિત કર્યો હતો. જો કે ત્યારબાદ તેઓએ એક જાહેરસભાને પણ સંબોધી હતી. બાગપત ખાતે જાહેરસભાને સંબોધતા પીએમ મોદીએ કોંગ્રેસ સહિત તમામ વિપક્ષી પાર્ટીઓ પર હુમલો બોલ્યો હતો. તેઓએ વિપક્ષી પાર્ટીઓને આડે […]

India Trending Videos
pm narendra modi 1 video : બાગપતમાં PM મોદીએ કેવી રીતે તમામ વિપક્ષી પાર્ટીઓને લીધી આડે હાથ, જુઓ

બાગપત,

રવિવાર સવારે દિલ્હી-મેરઠ એક્સપ્રેસવેના પ્રથમ ચરણનું ઉદ્ઘાટન કર્યાં બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હેલિકોપ્ટર દ્વારા બાગપત પહોંચ્યા હતા અને દેશના સૌથી હાઈટેક મનાતા ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ-વેને રાષ્ટ્રને કર્યો સમર્પિત કર્યો હતો. જો કે ત્યારબાદ તેઓએ એક જાહેરસભાને પણ સંબોધી હતી.

બાગપત ખાતે જાહેરસભાને સંબોધતા પીએમ મોદીએ કોંગ્રેસ સહિત તમામ વિપક્ષી પાર્ટીઓ પર હુમલો બોલ્યો હતો. તેઓએ વિપક્ષી પાર્ટીઓને આડે હાથ લેતા કહ્યું, “આ લોકોને ક્યારેય પણ લોકતંત્ર પર વિશ્વાસ રહ્યો નથી, છેલ્લા ચાર વર્ષમાં આ અમને વારંવાર જોવા મળ્યું છે”.

કોંગ્રેસ સહિતની તમામ વિપક્ષી પાર્ટીઓને આડે હાથ PM મોદીએ શું કહ્યું, જુઓ આ વીડિયોમાં..

મહત્વનું છે કે, છેલ્લા કેટલાક દિવસોથી દેશની વિપક્ષી પાર્ટીઓ દ્વારા મોદીને ઘેરવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે ત્યારે રવિવારે તેઓએ બાગપતથી પલટવાર કર્યો હતો હતો અને સાથે સાથે આગામી ૨૦૧૯ની લોકસભા ચુંટણી માટે સંદેશો પણ આપી દીધો હતો.

આ ઉપરાંત યુપીની કૈરાના લોકસભા સીટ પર યોજાનારી પેટા-ચુંટણી પહેલા તેઓએ પોતાનો મોટો દાવ પણ રમ્યો છે.