Not Set/ VIDEO : ભાજપના આ નેતાએ ગેસ્ટ હાઉસ કાંડને લઈ માયાવતી પર કરી આપત્તિજનક ટિપ્પણી

લખનઉ, લોકસભાની ચૂંટણી પહેલા ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટી દ્વારા કરવામાં આવેલા ગઠબંધનને લઇ ભાજપ દ્વારા સતત હુમલો બોલવામાં આવી રહ્યો છે, ત્યારે હવે ઉત્તરપ્રદેશ ભાજપના અધ્યક્ષ દ્વારા માયાવતી પર વર્ષ ૧૯૯૫ના લખનઉ ગેસ્ટહાઉસના સંદર્ભમાં એક આપત્તિજનક ટિપ્પણી કરાઈ છે. #WATCH: UP Min MN Pandey says,' Meine social media pe dekha ek naujavan […]

India Trending Videos
maya 3421128 835x547 m VIDEO : ભાજપના આ નેતાએ ગેસ્ટ હાઉસ કાંડને લઈ માયાવતી પર કરી આપત્તિજનક ટિપ્પણી

લખનઉ,

લોકસભાની ચૂંટણી પહેલા ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટી દ્વારા કરવામાં આવેલા ગઠબંધનને લઇ ભાજપ દ્વારા સતત હુમલો બોલવામાં આવી રહ્યો છે, ત્યારે હવે ઉત્તરપ્રદેશ ભાજપના અધ્યક્ષ દ્વારા માયાવતી પર વર્ષ ૧૯૯૫ના લખનઉ ગેસ્ટહાઉસના સંદર્ભમાં એક આપત્તિજનક ટિપ્પણી કરાઈ છે.

એક રેલીને સંબોધિત કરતા તેઓએ કહ્યું હતું કે, “હું એ સોશિયલ મીડિયામાં જોયું કે એક યુવાને પોસ્ટ કર્યું હતું કે, શ્રી અખિલેશ જી, માયા જીને શાલ પહેરાવી રહ્યા છે – ત્યારે આ યુવાન નીચે લખે છે કે – અખિલેશના મોથી કે…આ એજ શાલ છે, જે ગેસ્ટહાઉસમાં પિતાજીએ ઉતારી હતી”.

આ પહેલા ભાજપના ધારાસભ્ય સાધના સિહે માયાવતી પર ટિપ્પણી કરતા કહ્યું હતું કે, “બસપા પ્રમુખ ન તો મહિલા લાગે છે ન કોઈ પુરુષ”.

ગેસ્ટ હાઉસ કાંડ અંગે જણાવતા તેઓએ કહ્યું, “જે મહિલાનું આટલું મોટું ચીરહરણ હોય, તે સત્તા માટે આગળ આવતા નથી. તેઓનું તમામ વસ્તુઓ લુંટાઈ ગયું હોય, પરંતુ ત્યારે પણ એવા લોકો ખુરશી માટે અપમાન પણ પી લીધું છે. તે તો એક કિન્નર કરતા પણ ખરાબ છે કારણ કે, તેઓ તો ના કોઈ મહિલા છે કે કોઈ પુરુષ છે”.