Not Set/ આજે રાજસ્થાન અને તેલંગાણાની વિધાનસભાની ચુંટણી માટે મતદાન શરુ

2018 વિધાનસભાની ચુંટણી માટે દેશનાં બે રાજ્યોમાં આજે સવારથી મતદાન શરુ થઇ ગયું છે. રાજસ્થાન વિધાનસભા ચુંટણીમાં કુલ 2,274 ઉમેદવારો ચુંટણી લડવા માટે ઉભા છે. રાજસ્થાન રાજ્યમાં 4.7 કરોડ મતદાતાઓ છે. તેલંગાણામાં કે ચંદ્રશેખર રાવ, હાલનાં મુખ્યમંત્રીની આ બીજી ચુંટણી છે જયારે રાજસ્થાનમાં ,મુખ્યમંત્રી વસુંધરા રાજ એમની સતત ચોથી ચુંટણી લડી રહ્યાં છે. રાજસ્થાનમાં 1 […]

Top Stories India Trending Politics
આજે રાજસ્થાન અને તેલંગાણાની વિધાનસભાની ચુંટણી માટે મતદાન શરુ

2018 વિધાનસભાની ચુંટણી માટે દેશનાં બે રાજ્યોમાં આજે સવારથી મતદાન શરુ થઇ ગયું છે. રાજસ્થાન વિધાનસભા ચુંટણીમાં કુલ 2,274 ઉમેદવારો ચુંટણી લડવા માટે ઉભા છે. રાજસ્થાન રાજ્યમાં 4.7 કરોડ મતદાતાઓ છે.

તેલંગાણામાં કે ચંદ્રશેખર રાવ, હાલનાં મુખ્યમંત્રીની આ બીજી ચુંટણી છે જયારે રાજસ્થાનમાં ,મુખ્યમંત્રી વસુંધરા રાજ એમની સતત ચોથી ચુંટણી લડી રહ્યાં છે.

રાજસ્થાનમાં 1 વાગ્યા સુધીમાં 41.53 % મતદાન થયું છે. તેલંગાણામાં 11 વાગ્યા સુધીમાં 23.4 % મતદાન નોંધાયું હતું.

રાજસ્થાનમાં 200 સીટ પરથી ચુંટણી લડાઈ રહી છે રાજસ્થાનમાં બીજેપી અને કોંગ્રેસ વચ્ચે જંગ છે. 2003 થી રાજસ્થાનમાં બીજેપી સરકાર છે અને વસુંધરા રાજ મુખ્યમંત્રી છે. રાહુલ ગાંધી, સચિન પાઈલોટની શું અસર થાય છે આ ચુંટણીમાં એ જોવાનું છે.

તેલંગાણામાં 119 સીટો પરથી ચુંટણી લડાઈ રહી છે.

રાજસ્થાનમાં 97 વર્ષનાં નાગેન્દ્ર સિંહ અને એમની 85 વર્ષની પત્નીએ વોટ આપ્યો હતો.

https://twitter.com/ANI/status/1070933670381400065

ટેનીસ પ્લેયર સાનિયા મિર્ઝાએ હૈદરાબાદમાં પોતાનો મત આપ્યો હતો.

https://twitter.com/ANI/status/1070930567078785026

રાજસ્થાનમાં સીએમ વસુંધરા રાજ, યુનિયન મીનીસ્ટર રાજયવર્ધનસિંહ રાઠોડે એમનો વોટ આપ્યો હતો.

https://twitter.com/ANI/status/1070882257085198337
https://twitter.com/ANI/status/1070878365802876928

તેલંગાણામાં હૈદરાબાદમાં લોકો સવારથી વોટ આપવા માટે લાઈનમાં ઉભા હતા.

https://twitter.com/ANI/status/1070896426316517376

એક્ટર ચિરંજીવી પણ વોટ આપવા માટે લાઈનમાં ઉભા રહ્યાં હતા.

હૈદરાબાદમાં એક્ટર અલ્લુ અર્જુન જયુબેલી હિલ્સમાં એમનો મત આપવા માટે લાઈનમાં ઉભા હતા.

https://twitter.com/ANI/status/1070872658852634624

ફેમસ હીરો નાગાર્જુન પણ એમની પત્ની સાથે વોટ આપવા માટે લાઈનમાં ઉભા હતા.

https://twitter.com/ANI/status/1070872175576576000

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાન અને તેલંગાણાનાં લોકોને લોકશાહીનાં મહાપર્વમાં અવશ્ય ભાગ લેવા માટેનો આગ્રહ કર્યો હતો.

આ ચુંટણીનું પરિણામ 11 ડિસેમ્બરે જાહેર થશે.