Not Set/ કર્ણાટકમાં જે કઈ પણ થયું તે લોકતંત્રની જીત છે : રજનીકાંત

ચેન્નઈ, કર્ણાટક વિધાનસભામાં મુખ્યમંત્રી પદની માટે શક્તિ પરીક્ષણના અગાઉ જ બીજેપીના નેતા બી. એસ. યેદિયુરપ્પાએ રાજીનામું આપ્યાના એક દિવસ બાદ દક્ષિણના સુપરસ્ટાર અભિનેતા રજનીકાંતે એક મહત્વનું નિવેદન આપ્યું છે. કર્ણાટકના હાઈવોલ્ટેજ ડ્રામા અંગે રવિવારે તેઓએ જણાવ્યું હતું કે, “પાડોશી રાજ્યમાં થયેલો રાજનીતિક ઘટનાક્રમ એ પ્રજાતંત્રની જીત છે”. રજનીકાંતે પત્રકારોના પ્રશ્નનો જવાબ આપતા કહ્યું, “સંવિધાન અનુસાર […]

India Trending
rajinikanth કર્ણાટકમાં જે કઈ પણ થયું તે લોકતંત્રની જીત છે : રજનીકાંત

ચેન્નઈ,

કર્ણાટક વિધાનસભામાં મુખ્યમંત્રી પદની માટે શક્તિ પરીક્ષણના અગાઉ જ બીજેપીના નેતા બી. એસ. યેદિયુરપ્પાએ રાજીનામું આપ્યાના એક દિવસ બાદ દક્ષિણના સુપરસ્ટાર અભિનેતા રજનીકાંતે એક મહત્વનું નિવેદન આપ્યું છે. કર્ણાટકના હાઈવોલ્ટેજ ડ્રામા અંગે રવિવારે તેઓએ જણાવ્યું હતું કે, “પાડોશી રાજ્યમાં થયેલો રાજનીતિક ઘટનાક્રમ પ્રજાતંત્રની જીત છે”.

રજનીકાંતે પત્રકારોના પ્રશ્નનો જવાબ આપતા કહ્યું, “સંવિધાન અનુસાર બહુમત વિધાનસભાની અંદર સાબિત કરવાનો હોય છે. કોંગ્રેસ અને જેડીએસ આ કરવા જઈ રહ્યા છે અને હું તેને પ્રજાતંત્રની જીતના સ્વરૂપમાં જોઉ છું.”

કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળા દ્વારા યેદિયુરપ્પાને બહુમત સાબિત કરવા માટે ૧૫ દિવસનો સમય આપવામાં આવ્યો હતો તેને ‘વાહિયાત’ ગણાવતા તમિલ સુપરસ્ટારે કહ્યું હતું કે, “એવું થવું જોઈતું ન હતું.

તેમણે કહ્યું કે, ‘ઉચ્ચત્તમ ન્યાયાલયને સલામ, જેણે આટલો સારો આદેશ આપ્યો. તેમના સંકેત ઉચ્ચત્તમ ન્યાયાલયના તે નિર્ણયની તરફ હતો જેમાં બીજેપીને વિધાનસભામાં શનિવારે બહુમત સાબિત કારવા માટેનું કહ્યું હતું.

‘રજની મક્કલ મંદરમ’ (રજની પીપલ્સ ફોરમ)ની મહિલા એકમના પદાધિકારીઓની સાથેની બેઠક પછી અભિનેતાએ કહ્યું હતું કે, કાવેરી મુદ્દા અંગે સુપ્રીમ કોર્ટના નિર્ણયનું અક્ષરશ: અમલીકરણ કરવામાં આવવું જોઈએ.

રજનીકાંતે કહ્યું કે, વર્ષ-૨૦૧૯માં ચૂંટણી લડવાનો નિર્ણય ત્યારે લેવામાં આવશે જયારે ચૂંટણીની જાહેરાત થશે. પાર્ટી હજુ સુધી લોન્ચ કરવામાં આવી નથી, પરંતુ અમે દરેક બાબત માટે તૈયાર છીએ અને હજુ સુધી કોઈ ગઠબંધનની વાત કરવી એ વધુ પડતું ઉતાવળું હશે.