Not Set/ વોટ્સ એપ ફેક ન્યુઝ અટકાવવા માટે કરશે હવે ‘આકાશવાણી’

વોટ્સ એપએ જાણકારી આપી છે કે કંપની ફેક ન્યુઝના પ્રચારને રોકવા માટે કોશિશ કરી રહી છે. આ કોશિશ અંતર્ગત દેશનાં અલગ અલગ રાજ્યોમાં રેડિયોના માધ્યમથી નવી મુહિમની શરૂઆત કરી રહી છે. કંપનીએ કહ્યું કે આ અભિયાનમાં લોકોને ફોરવર્ડ રૂપે મળેલા મેસેજ ને બીજા લોકો સાથે શેર કરતા પહેલા એની સત્યતા તપાસવા માટે કહેવામાં આવશે. કંપનીના […]

Top Stories India
whatsapp e1530678436377 વોટ્સ એપ ફેક ન્યુઝ અટકાવવા માટે કરશે હવે ‘આકાશવાણી’

વોટ્સ એપએ જાણકારી આપી છે કે કંપની ફેક ન્યુઝના પ્રચારને રોકવા માટે કોશિશ કરી રહી છે. આ કોશિશ અંતર્ગત દેશનાં અલગ અલગ રાજ્યોમાં રેડિયોના માધ્યમથી નવી મુહિમની શરૂઆત કરી રહી છે. કંપનીએ કહ્યું કે આ અભિયાનમાં લોકોને ફોરવર્ડ રૂપે મળેલા મેસેજ ને બીજા લોકો સાથે શેર કરતા પહેલા એની સત્યતા તપાસવા માટે કહેવામાં આવશે.

7ee3c683bd4bf1ecce7a55a2569a597c e1535638253762 વોટ્સ એપ ફેક ન્યુઝ અટકાવવા માટે કરશે હવે ‘આકાશવાણી’

કંપનીના એક પ્રવક્તાએ કહ્યું કે, ‘ઓલ ઇન્ડિયા રેડિયો (આકાશવાણી)નાં બિહારઝારખંડમધ્ય પ્રદેશછત્તીસગઢરાજસ્થાનઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં આવેલાં 46 હિન્દી સ્ટેશનો મારફતે આ પ્રસારણ શરૂ કરવામાં આવશે.’ વધુમાં એમણે જણાવ્યું કે હાલ આ હિન્દીમાં શરૂ થશે અને આવતા અઠવાડિયામાં આને અન્ય લોકલ ભાષાઓમાં પણ શરૂ કરવાની યોજના છે.

supremecourt 2 e1535612974447 વોટ્સ એપ ફેક ન્યુઝ અટકાવવા માટે કરશે હવે ‘આકાશવાણી’

આ અભિયાન અંતર્ગત લોકોને કોઇપણ મેસેજ ફોરવર્ડ કરતા પહેલાં એની સત્યતા ચકાસવા માટે કહેવામાં આવશે. મેસેજ માં કંઈપણ અલગ લાગે કે કંઈપણ જે ભડકાવતું હોય એવું લાગે તો યુઝર્સને એને રીપોર્ટ કરવા માટે પણ કહેવામાં આવશે. આમાં યુઝર્સને એમ પણ જણાવામાં આવશે કે ખોટી સૂચનાઓ વાળા મેસેજને ફોરવર્ડ કરવામાં સાવધાની રાખે કારણકે આવું કરવાના ગંભીર પરિણામ આવી શકે છે.

27 ઓગસ્ટે સર્વોચ્ચ ન્યાયાલય એ કેન્દ્ર અને વોટ્સ એપને નોટીસ આપી હતી. અદાલતે આ નોટીસ એક યાચિકા પર જાહેર કરી છે, જેમાં વોટ્સએપને આરબીઆઈના નિયમોને સંપૂણ રીતે પાલન નહી કરવા સુધી એમની પેમેન્ટ સિસ્ટમને રોકવાની માંગ કરવામાં આવી છે.

યાચિકાકર્તા સેન્ટર ફોર અકાઉન્ટેબીલીટી એન્ડ સીસ્ટમેટીક ચેન્જના વકીલ વિરાગ ગુપ્તાએ તર્ક રજુ કર્યો હતો કે વોટ્સ એપ ભારતીય રીઝર્વ બેંક દ્વારા નક્કી કરાયેલી નો યોર કસ્ટમર (KYC) સહિત બીજા ભારતીય નિયમોનું પાલન કરતું નથી.

જજ રોહિન્ટન ફ્લી નરીમન અને જજ ઇન્દુ મલ્હોત્રાની એક પીઠે વોટ્સએપ, વિધિ અને ન્યાય મંત્રાલય, વિત્ત મંત્રાલય અને સુચના પ્રૌધ્યોગિક મંત્રાલય પાસેથી ચાર અઠવાડિયાની અંદર નોટીસ પર જવાબ માંગ્યો છે.