Not Set/ વાયએસઆર કોંગ્રેસના જગન મોહન રેડ્ડી પર ધારદાર હથિયારથી હુમલો

વાયએસઆર કોંગ્રેસના પ્રમુખ જગન રેડ્ડી પર વિશાખાપટ્ટનમ એરપોર્ટ પર હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. વિસાગ એરપોર્ટ પર એક યુવકે નાના ધારદાર હથિયારથી એમના પર હુમલો કર્યો. જેથી એમને સામાન્ય ઇજા પહોંચી છે. આરોપી યુવકની ધરપકડ કરી પૂછપરછ કરવામાં આવી રહી છે. Police on the attack on YSRCP leader Jaganmohan Reddy (in pic) at Visakhapatnam […]

Top Stories India
jagan reddy attack collage વાયએસઆર કોંગ્રેસના જગન મોહન રેડ્ડી પર ધારદાર હથિયારથી હુમલો

વાયએસઆર કોંગ્રેસના પ્રમુખ જગન રેડ્ડી પર વિશાખાપટ્ટનમ એરપોર્ટ પર હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. વિસાગ એરપોર્ટ પર એક યુવકે નાના ધારદાર હથિયારથી એમના પર હુમલો કર્યો. જેથી એમને સામાન્ય ઇજા પહોંચી છે. આરોપી યુવકની ધરપકડ કરી પૂછપરછ કરવામાં આવી રહી છે.

જગન મોહન આંધ્ર પ્રદેશમાં વિપક્ષના નેતા છે. ગુરુવારે વિશાખાપટ્ટનમ એક યુવકે ધારદાર હથિયારથી એમના પર હુમલો કરી દીધો હતો. જોકે, આ યુવક કોણ છે, તેને લઈને પોલીસે કઈ જણાવ્યું નથી. એરપોર્ટ અધિકારીઓના જણાવ્યા અનુસાર રેડ્ડી જેવા એરપોર્ટ લાઉન્જમાંથી બહાર નીકળ્યા, યુવકે એમના પર હુમલો કરી દીધો. જેનાથી એમને સામાન્ય ઇજા થવા પામી છે.

Master 14 e1540461506918 વાયએસઆર કોંગ્રેસના જગન મોહન રેડ્ડી પર ધારદાર હથિયારથી હુમલો

પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી આગળની તપાસ શરુ કરી છે. પોલીસનું કહેવાનું છે  કે,જગન મોહનને સુરક્ષિત જગ્યા પર લઇ જવામાં આવ્યા છે. યુવકે આવું શા માટે કર્યું, કોઈ રાજનીતિક દળ સાથે સંબંધ છે કે કેમ એ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.