Not Set/ દેશનું સૌથી ઝડપી ઇલેક્ટ્રિક સ્કુટર લોંચ, ભવિષ્યના વાહનોની જુઓ એક ઝલક

નવી દિલ્હી દિલ્હીમાં પ્રગતિ મેદાન ખાતે એશિયાનો સૌથી મોટો મોટર શો ઓટો એક્ષ્પો ૨૦૧૮ ચાલી રહ્યો છે. મોટર એક્ષ્પો ૧૪ ફેબ્રુઆરી સુધી ચાલશે અને ૯ ફેબ્રુઆરીએ પબ્લીકને જોવા માટે ખુલ્લો મુકવામાં આવશે. આ ઓટો શોમાં પહેલાં દિવસે ઘણી દિગ્ગજ કંપનીઓએ પોતાના વાહનો પરથી પડદો ઉઠાવ્યો હતો. તેમાં દેશની સૌથી વધારે કાર નિર્માતા કંપની મારૂતિ સુઝુકીથી […]

India
auto expo 2018 dates દેશનું સૌથી ઝડપી ઇલેક્ટ્રિક સ્કુટર લોંચ, ભવિષ્યના વાહનોની જુઓ એક ઝલક

નવી દિલ્હી

દિલ્હીમાં પ્રગતિ મેદાન ખાતે એશિયાનો સૌથી મોટો મોટર શો ઓટો એક્ષ્પો ૨૦૧૮ ચાલી રહ્યો છે. મોટર એક્ષ્પો ૧૪ ફેબ્રુઆરી સુધી ચાલશે અને ૯ ફેબ્રુઆરીએ પબ્લીકને જોવા માટે ખુલ્લો મુકવામાં આવશે.

આ ઓટો શોમાં પહેલાં દિવસે ઘણી દિગ્ગજ કંપનીઓએ પોતાના વાહનો પરથી પડદો ઉઠાવ્યો હતો. તેમાં દેશની સૌથી વધારે કાર નિર્માતા કંપની મારૂતિ સુઝુકીથી માંડીને હ્યુંડાઇ સહિત કુલ 100 કંપનીઓનો સમાવેશ થાય છે. આ ઓટો શોમાં મોટરસાઇકલ નિર્માતા કંપની પણ પાછળ નથી. હીરો મોટો, સુઝુકી, હોંડા,  યામાહા અને TVS સહીત ઘણી કંપનીઓએ પોતાના નવા સ્કૂટર તથા મોટરસાઇકલો લોંચ કરી છે.

auto expoo 1 દેશનું સૌથી ઝડપી ઇલેક્ટ્રિક સ્કુટર લોંચ, ભવિષ્યના વાહનોની જુઓ એક ઝલક

TVS મોટર્સે પોતાના બિલકુલ નવા કોન્સેપ્ટ સ્કૂટરને શોકેસ કર્યું હતું.

 કંપનીની માહિતી અનુસાર આ નવું સ્કૂટર એક પરફોર્મન્સ-ઓરોએંટેડ ઇલેક્ટ્રિક કોન્સેપ્ટ સ્કૂટર છે. સ્કુટરને TVS ક્રેઓન નામથી લોંચ કરવામાં આવ્યું છે.

સ્કૂટરની ખૂબી જોવા જઈએ તો  TVS ક્રેઓન ફક્ત 5.1 સેકેંડમાં જ 0-60 કિમી/કલાકની સ્પીડ પકડવામાં સક્ષમ છે અને એક વાર ફૂલ ચાર્જ થઇ ગયા બાદ તે ૭૦ કિલોમીટર સુધી દોડી શકે છે. ઉપરાંત કંપનીના જણાવ્યા અનુસાર ઇલેક્ટ્રિક સ્કૂટર માત્ર એક કલાકમાં જ ફૂલ ચાર્જ થઇ જશે. TVS ક્રેઓનએ સપૂર્ણ ઇલેક્ટ્રિક હોવાથી તેના લીધે પર્યાવરણને નુકશાન નહિ થાય.

auto expo schooter hero દેશનું સૌથી ઝડપી ઇલેક્ટ્રિક સ્કુટર લોંચ, ભવિષ્યના વાહનોની જુઓ એક ઝલક

દેશની સૌથી મોટી ટૂ-વ્હીલર કંપની હીરો મોટોકોર્પે પોતાના નવા 3 મોડલ રજૂ કર્યા છે. તેમાં 2 સ્કૂટર અને એક બાઈકનો સમાવેશ થાય છે.કંપનીએ Duet 125  અને Maestro Edge 125 સ્કૂટર લોન્ચ કર્યું છે.

પ્રથમ  દિવસે મારૂતિ સુઝુકી, ટાતા મોટર્સ, કિઆ મોટર્સ, ટોયોટો સહિત બીજી  ઘણી દિગ્ગજ કંપનીઓએ પોતાની ગાડીઓ લોંચ કરી હતી. કંપનીનું કહેવું છે કે અમે મેક-ઇન-ઇન્ડિયા થી ક્રિએટીવ ઇન્ડિયા તરફ આગળ વધી રહ્યા છીએ.

auto expo kia દેશનું સૌથી ઝડપી ઇલેક્ટ્રિક સ્કુટર લોંચ, ભવિષ્યના વાહનોની જુઓ એક ઝલક

Image result for india auto expo 2018

કિઆ મોટર્સે એસપી કોન્સેપ્ટ લોંચ કરી. આ કારની સાથે જ કિઆએ ભારતમાં એંટ્રી કરી લીધી છે. કિઆ કારના માર્કેટિંગ હેડ મનોહર ભટ્ટએ જણાવ્યું હતું કે તેઓ કિઆ કારનો પ્લાન્ટ આંધ્ર પ્રદેશમાં અનંતપુર ખાતે નાખવાના છે.આ પ્લાન્ટમાં દર વર્ષે ૩ લાખ ગાડી બનશે.

2018 Hyundai Elite i20 Facelift 2 દેશનું સૌથી ઝડપી ઇલેક્ટ્રિક સ્કુટર લોંચ, ભવિષ્યના વાહનોની જુઓ એક ઝલક

2018 Hyundai i20 facelift front three quarters at Auto Expo 2018 1 દેશનું સૌથી ઝડપી ઇલેક્ટ્રિક સ્કુટર લોંચ, ભવિષ્યના વાહનોની જુઓ એક ઝલક

હુન્ડાઈએ પણ ELITE i20 ને લોંચ કરી છે.આ કારને ભવિષ્યની જરૂરીયાતને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે.જેની કિંમત ૫ લાખ થી ૬ લાખ સુધીની છે.

2018 દેશનું સૌથી ઝડપી ઇલેક્ટ્રિક સ્કુટર લોંચ, ભવિષ્યના વાહનોની જુઓ એક ઝલક

બીજી બાજુ હ્યુન્ડાઈએ ionic Electic કાર પણ લોંચ કરી છે.

201888 દેશનું સૌથી ઝડપી ઇલેક્ટ્રિક સ્કુટર લોંચ, ભવિષ્યના વાહનોની જુઓ એક ઝલક

BMW i3S cabin

BMW i3S Auto Expo 2018

 

તો બીજી તરફ બીએમડબ્લ્યૂએ પણ પોતાની ઇલેક્ટ્રિક કાર આઇ3એસ અને હાઇબ્રિડ કાર i8 રોડસ્ટર લોંચ કરી છે.