Not Set/ દિલ્હી વાસીઓ માટે ખુશ ખબર : મેજેંટા મેટ્રો લાઈન સેવા થાશે શરુ

મેટ્રો રૈલ સુરક્ષા આયોગે જનકપુરી પશ્ચિમ અને કાલકાજી મંદિર વચ્ચે ૨૫.૬ કિલોમીટર લાંબા ખંડ પર યાત્રિક સેવા ચાલુ કરવાની અનિવાર્ય મંજુરી આપી દીધી છે. મેટ્રો ખંડ પર થોડાજ સમયમાં આ સેવા ચાલુ થઇ જશે. દિલ્હી મેટ્રો રૈલ નિગમના એક અધિકારીએ કહ્યું ” મેટ્રો રૈલ આયોગે જનકપુરી પશ્ચિમ – કાલકાજી મંદિર પર યાત્રિક સેવાઓ શરુ કરવાની […]

India
magenta line metro 38dffac4 585e 11e8 b431 73159b4b09e2 દિલ્હી વાસીઓ માટે ખુશ ખબર : મેજેંટા મેટ્રો લાઈન સેવા થાશે શરુ

મેટ્રો રૈલ સુરક્ષા આયોગે જનકપુરી પશ્ચિમ અને કાલકાજી મંદિર વચ્ચે ૨૫.૬ કિલોમીટર લાંબા ખંડ પર યાત્રિક સેવા ચાલુ કરવાની અનિવાર્ય મંજુરી આપી દીધી છે. મેટ્રો ખંડ પર થોડાજ સમયમાં આ સેવા ચાલુ થઇ જશે. દિલ્હી મેટ્રો રૈલ નિગમના એક અધિકારીએ કહ્યું ” મેટ્રો રૈલ આયોગે જનકપુરી પશ્ચિમ – કાલકાજી મંદિર પર યાત્રિક સેવાઓ શરુ કરવાની અનિવાર્ય મંજુરી આપી દીધી છે, જે થોડા નિયમો અને શરતો પૂરી કરવાની સાથે જોડાયેલી હતી.”

મેજેંટા લાઈનના આ ભાગમાં ૧૬ સ્ટેશન છે , જેમાંના બે ઇન્ટરચેન્જ (યલો લાઈન સાથે) અને જનકપુરી પશ્ચિમ (બ્લુ લાઈન સાથે) સ્ટેશન શામેલ છે. પૂરી મેજેંટા લાઈનમાં કુલ 25 સ્ટેશન છે. અત્યારે કાલકાજી મંદિર અને બોટનીકલ ગાર્ડન (નોઇડા) વચ્ચેજ મેટ્રો સેવા આપવામાં આવી રહી છે. નવો વિભાગ શરુ થવાથી બોટનીકલ ગાર્ડન અને જનકપુરી પશ્ચિમ વચ્ચે સીધીજ સફર શરુ થઇ જશે.

મેજેંટા લાઈન થી પશ્ચિમી તથા દક્ષિણી દિલ્હી અને ગુરુગ્રામ, ફરીદાબાદ, તથા નોઇડા વચ્ચે સફરનો સમય ઘટી જશે. અધિકારીએ કહ્યું DMC ની મંજુરી મળ્યા બાદ આ કોરીડોર શરુ થવાની તારીખ જણાવવામાં આવશે.