Not Set/ નવજોત સિદ્વુને ચૂંટણી જીતવા નહી દઉં,પાર્ટીમાં વિખવાદ માટે સિદ્વુ જવાબદાર : અમરિંદર સિંહ

ચન્નીનું કામ સરકાર ચલાવવાનું છે. સિદ્ધુનું કામ પાર્ટી ચલાવવાનું છે. સિદ્ધુએ ચન્નીના કામમાં દખલ ન કરવી જોઈએ

Top Stories
AMRINDRA નવજોત સિદ્વુને ચૂંટણી જીતવા નહી દઉં,પાર્ટીમાં વિખવાદ માટે સિદ્વુ જવાબદાર : અમરિંદર સિંહ

ચંદીગઢ પહોંચ્યા બાદ કેપ્ટન અમરિંદર સિંહે નવજોત સિંહ સિદ્ધુ પર પ્રહાર કર્યા છે. ચંદીગઢમાં પત્રકારો સાથેની વાતચીત દરમિયાન અમરિંદર સિંહે સ્પષ્ટ કર્યું છે કે તેઓ હવે કોંગ્રેસ સાથે રહેશે નહીં. તેમણે કહ્યું કે મેં પહેલા પણ કહ્યું છે કે હું કોંગ્રેસ છોડી દઈશ. પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અમરિંદર સિંહે વધુમાં કહ્યું કે સિદ્ધુ પંજાબ માટે યોગ્ય નથી.સિદ્ધુ ગમે ત્યાંથી ચૂંટણી લડે પરંતુ તે તેમને જીતવા નહીં દે,પાર્ટીમાં વિખવાદ માટે સિદ્ધુને જવાબદાર ઠેરવ્યા છે.

તેમણે કહ્યું કે ચન્નીનું કામ સરકાર ચલાવવાનું છે. સિદ્ધુનું કામ પાર્ટી ચલાવવાનું છે. સિદ્ધુએ ચન્નીના કામમાં દખલ ન કરવી જોઈએ.  અમરિંદર સિંહના ભાજપમાં જોડાવા અંગે ચાલી રહેલી અટકળોનો અંત લાવતા તેમણે કહ્યું કે હું ભાજપમાં જોડાઈશ નહીં. તેમણે કહ્યું કે તેઓ દિલ્હીમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલને મળ્યા હતા. આ બેઠકમાં સુરક્ષા અંગે વાતચીત થઈ છે.  પાકિસ્તાનથી ડ્રોનનું આગમન સુરક્ષા માટે ખતરો છે.

અમરિંદર સિંહે કહ્યું હતું કે પંજાબમાં આમ આદમી પાર્ટીનો ગ્રાફ વધી રહ્યો છે, પરંતુ કોંગ્રેસની લોકપ્રિયતામાં 20 ટકાનો ઘટાડો થયો છે. ડોભાલ સાથેની તેમની મુલાકાતનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે, “સુરક્ષાની ચિંતાને લઈને હું તેમને મળ્યો હતો. હું મુખ્યમંત્રી ન હોઈ શકું, પણ પંજાબ આપણું છે NSA ને મળવાનો આ હેતુ હતો જેથી ભૂતકાળમાં પરિસ્થિતિ ભી ન થાય.