Not Set/ અમૃતસર ટ્રેન દુર્ઘટના મામલે સિદ્ધુ કપલની થશે પુછપરછ, તપાસ કમીશને આપ્યો ઓર્ડર

દશેરાનાં દિવસે થયેલી અમૃતસર ટ્રેન દુર્ઘટનામાં ઘણાં લોકો મૃત્યુ પામ્યા હતા. રાવણ દહન જોવા માટે એકઠા થયેલાં લોકો ટ્રેન નીચે કપાઈને મૃત્યુ પામ્યા હતા. આ રાવ દહન પ્રોગ્રામનાં ચીફ ગેસ્ટ નવજોતસિંહ સિદ્ધુનાં પત્ની નવજોત કૌર સિદ્ધુ હતા. આ મામલે તપાસ હાથ ધરી રહેલાં કમીશન દ્વારા આ સિદ્ધુ કપલને 2 નવેમ્બર પહેલાં કમીશન સમક્ષ હાજર રહેવાનો […]

Top Stories India
Navjot sidhu 1 અમૃતસર ટ્રેન દુર્ઘટના મામલે સિદ્ધુ કપલની થશે પુછપરછ, તપાસ કમીશને આપ્યો ઓર્ડર

દશેરાનાં દિવસે થયેલી અમૃતસર ટ્રેન દુર્ઘટનામાં ઘણાં લોકો મૃત્યુ પામ્યા હતા. રાવણ દહન જોવા માટે એકઠા થયેલાં લોકો ટ્રેન નીચે કપાઈને મૃત્યુ પામ્યા હતા. આ રાવ દહન પ્રોગ્રામનાં ચીફ ગેસ્ટ નવજોતસિંહ સિદ્ધુનાં પત્ની નવજોત કૌર સિદ્ધુ હતા.

આ મામલે તપાસ હાથ ધરી રહેલાં કમીશન દ્વારા આ સિદ્ધુ કપલને 2 નવેમ્બર પહેલાં કમીશન સમક્ષ હાજર રહેવાનો ઓર્ડર આપવામાં આવ્યો છે. સીનીયર આઈએએસ ઓફિસર બી.પુરુષાર્થ જે આ ઘટનાની તપાસ કરી રહ્યાં છે એમણે આ હુકમ આપ્યો છે.

આ રાવણ દહન પ્રોગ્રામનાં આયોજક સૌરભ મદનની પણ પુછપરછ કરવામાં આવી હતી. ચાર કલાક સુધી આયોજક, એમનાં પરિવારના સભ્યો અને બીજા આયોજકો સાથે પુછપરછ કરવામાં આવી હતી. તપાસ કમીશનને ચાર અઠવાડિયાની અંદર રીપોર્ટ સબમિટ કરવા માટે કહેવામાં આવ્યું છે.