ધર્મ વિશેષ/ શ્રાવણ મહિનામા નવનાથ યાત્રા કરવાથી મનની ઇચ્છાઓ પૂરી થાય, આવો જાણીએ વિગતે

ભાવનગરના ગૌતમી નદીના કાંઠે વસેલા સિહોરમાં આવેલા નવનાથના નવ શિવાલયો શ્રદ્ધાળુઓમાં આસ્થાનું અનેરૂ પ્રતિક છે. કુદરતના ખોળે ગીરીકંદ્રાની વચ્ચે શાંત મનોરમ્ય શ્રી રામનાથ મહાદેવનું શિવાલય શિવ મંદિરે નયન રમ્ય નજારો જોવા મળે છે.

Dharma & Bhakti
Untitled 1.png12 1 1 શ્રાવણ મહિનામા નવનાથ યાત્રા કરવાથી મનની ઇચ્છાઓ પૂરી થાય, આવો જાણીએ વિગતે

ગૌતમી નદી ના કાઠે વસેલું સિહોર, એક જમાનામા ગોહિલ રાજપૂતની રાજધાની હતી, જેને સિંહપુર ના નામે પણ ઓળખવામા આવતુ. પથરાળ ડુંગરાઓ ની વચ્ચે પથરાયેલું સિહોરમા ઘણી પુરાંત કથા ઓ પણ છુપાયેલી છે, જેમા ભક્તિ મોખરે સ્થાને છે. સિહોર શહેરમાં નવનાથના નવ શિવાલયો આવેલા છે. 5 થી 7 કિલોમીટર ની યાત્રા છે .  પવિત્ર શ્રવણ માસમાં નવનાથની યાત્રાનું અનેરૂ મહત્વ છે.  દૂર દૂર થી લોકો આવે છે નવનાથ ની યાત્રા કરવા આવે છે. કહેવાય છે કે શ્રાવણ મહિનામા નવનાથ યાત્રા કરવા થી તમારી મનની ઇચ્છાઓ પૂરી થાય એવા ભગવાન શંકર પાસે થી આશીર્વાદ મળે છે.

1. રામનાથ મહાદેવ
સિહોર નગરી એક પુરાતની નગરી છે આ નગરોને છોટે કાશી કહેવામાં આવે છે. સિહોર શહેરમાં નવનાથ મહાદેવના નવ મંદિરો આવેલા છે તેમાં કુદરતના ખોળે ગીરીકંદ્રાની વચ્ચે શાંત મનોરમ્ય શ્રી રામનાથ મહાદેવનું શિવાલય શિવ મંદિર આવેલું છે. આ શિવાલય દક્ષિણમુખનું છે અને ત્રણ નંદી આ મંદિરમાં બીરાજમાન છે. આખા દેશમાં જુજ દક્ષિણામુખના શિવાલયો છે તેમાં એક દક્ષિણમાં સેતુબંધ રામેશ્વર છે. શ્રી રામનાથ મહાદેવનું મંદિર સિહોરમાં ઘણું જ પુરાતની છે આ મંદિરનો પ્રથમ જીર્ણોદ્ધાર કરી પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા આશરે અઢી સો થી ત્રણસો વર્ષ પહેલાં સિહોરમાં ગોહીલ રાજાઓના વંશોની રાજધાની હતી તે સમયે શ્રી અખેરાજજી ગોહીલ રાજ કરતા હતાં અને તેના રાજ્યોનો વહીવટ દિવાન તરીકે વણીક કપોળ સમાજનાં વશિષ્ટ ગોત્રનાં શ્રી રામજી મેરાજ મહેતા કારભાર સંભાળતાં હતાં ત્યારે શ્રી રામનાથ મહાદેવનાં જુના પુરાતન શિવાલયનો જીર્ણોદ્ધાર અને પ્રાણ પ્રતિષ્ઠા કરી નવું મંદિર બનાવરાવ્યું છે.

Untitled 1.png12 1 2 શ્રાવણ મહિનામા નવનાથ યાત્રા કરવાથી મનની ઇચ્છાઓ પૂરી થાય, આવો જાણીએ વિગતે

2. રાજનાથ મહાદેવ
શહેરના મધ્ય ભાગમાં , માર્કેટની દક્ષિણે , રાજનાથ મહાદેવનું શિવાલય છે . એ પ્રખ્યાત મહારાજાશ્રી વિસાજીએ નવું સિહોર વસાવ્યું , ત્યારે દરબારશ્રી તરફથી બંધાવેલ છે . તેથી રાજનાથ નામ પડ્યું છે . સંવત ૧૮૧૩ ની સાલ માં જીનોંધાર થયેલ છે.

Untitled 1.png12 1 3 શ્રાવણ મહિનામા નવનાથ યાત્રા કરવાથી મનની ઇચ્છાઓ પૂરી થાય, આવો જાણીએ વિગતે

૩. સુખનાથ

(રામનાથથી પાછા ફરતા, સાતશેરી નામની પ્રાચીન અને ઐતિહાસિક ઈમારતથી નજીકમાં પર્વતની અધવચ્ચે આવેલુ છે) નવનાથ ની યાત્રા માં સુખનાથ પણ અનેરૂ છે ડુંગર પર હોય ત્યારે એક ફરવા લાયજ સ્થળ પણ છે સુખનાથ દાદા ના દર્શન થી સુખ સમૃધ્ધિ પ્રાપ્ત થાય છે સાતશેરીના ડુંગરની પડખે જ પશ્ચિમ બાજુએ આ મહાદેવની જગ્યા છ . તે પુરાતન છે. જૂના સિહોરના મધ્યમાં તે છે . અહીં જવા માટે પગથીયા ચડી ને જવું પડે . પગથીયા ચડી અંદર જતાં પહેલાં ખડકી આવે છે . તેમાં બેસતા વિશાળ ચોક અને જમણી બાજુએ ધર્મશાળા છે . ત્યાંથી આગળ જતાં દહેરામાં જવાનું દ્વાર આવે છે . એ જૂના દહેરાની અગાશીનો જીર્ણોધ્ધાર સંવત ૧૯૬૯ ના અષાડ માસમાં થયેલ સાત શેરી . જેનો ઇતિહાસ સિહોરી માતાજી સાથે જોડાયેલો છે.

Untitled 1.png12 1 4 શ્રાવણ મહિનામા નવનાથ યાત્રા કરવાથી મનની ઇચ્છાઓ પૂરી થાય, આવો જાણીએ વિગતે

૪. ભાવનાથ (સુખનાથથી બ્રહ્મકુંડ જતા રસ્તામાં)

આ મંદિર પણ પુરણિક છે સુખનાથ નીચે ઉતરો એટલે ભાવનાથ જે નવનાથ માં આવે આ મંદિર નાનું છે અને પણ નવનાથ માં છે.

Untitled 1.png12 1 6 શ્રાવણ મહિનામા નવનાથ યાત્રા કરવાથી મનની ઇચ્છાઓ પૂરી થાય, આવો જાણીએ વિગતે

૫. કામનાથ મહાદેવ(બ્રહ્મકુંડની પુરાતન શૈલીમાં બનેલી ભવ્ય સ્થાપત્યકલાના નમુનારુપ વાવમાં)
કામનાથ મહાદેવ બ્રહ્મકુંડ માં આવેલ છે તયારે ઈતિહાસ ના પાના પર કે છે કે પાટણ ના રાજા સિધ્ધરાજ જયસિંહ ને અહીં પાણી ની તરસ લાગતા તેઓ એ અહીં નીકળતા પાણી ન વેણ માં હાથે થી પાણી પીધું અને પોતા ના શરીર નો કોઢ મટી ગયો તયારે તેઓ એ વિશા ળ કુંડ બનાવિયો જે બ્રહ્મકુંડ તરીકે પ્રખ્યાત છે જે પુરાતન શાખા સંભાળે છે અહીં ભાદરવી અમાસ ના સનાન નું મહત્વ છે ઘણાં ફિલ્મો ના શૂટિંગ પણ થયેલ છે. કામનાથ મહાદેવ અહીં બીરાજે છે।

Untitled 1.png12 1 7 શ્રાવણ મહિનામા નવનાથ યાત્રા કરવાથી મનની ઇચ્છાઓ પૂરી થાય, આવો જાણીએ વિગતે
6.જોડનાથ મહાદેવ (બ્રહ્મકુંડની નજીક, જ્યાં સાઈબાબાનું મંદિર પણ આવેલ છે)

અહીં શિવલિંગ જોડી માં છે જોડનાથ મહાદેવ સુખનાથથી પશ્ચિમમાં અને બ્રહ્મકુંડથી દક્ષિણમાં આ જગ્યા .વર્ષો પહેલા જગ્યા સુધરાવીને દેરૂ કરાવ્યું છે , તથા નવી ધર્મશાળા કરાવી છે . પણ તે આબાદ નથી . એ જગ્યાએ આંબલીના બેત્રણ ઝાડ છે . ત્યાં એક ફકીર રહેતો , તેને એ સ્થાન છોડવું પડ્યું , તેથી તેણે નારાજ થઇ શાપ દીધો કે જોઇ લેજે શા હાલ થાય છે . તે આ પછી એ જગ્યામાં કંઇ દરબારી જમીન ભળવા બાબત વહીવટદારે તજવીજ કરવાથી સુધારાનું કામ ઝોળે પડ્યું . આ પાણી પીધેલા હથિયાર બહુ તીક્ષ્ણ અને મજબુત થતાં હતાં એમ કહેવાય છે . એ કુવાની આસપાસ ફુલઝાડ નાખ્યા છે . તથા સુંદર મંડાણ કરાવેલું છે . તે આધુનિક છે. બાજુમાં સુંદર મજાનું સાંઇબાબાનું મંદિર પણ છે.

Untitled 1.png12 1 8 શ્રાવણ મહિનામા નવનાથ યાત્રા કરવાથી મનની ઇચ્છાઓ પૂરી થાય, આવો જાણીએ વિગતે

૭. ભુતનાથ (સ્મશાનગ્રુહ પાસે)
આ મંદિર પણ પુરાણીક છે આ મંદિર ગૌતમી નદી ના કિનારે હોય અને સ્મશાન ની બાજુ માં આવેલ હોય તયારે સ્મશાન યાત્રા માં ગયેલ લોકો દર્શન કરે છે અને પ્રાર્થના કરે નવનાથ માં એક ભુતનાથ મહાદેવ નો પણ સમાવેશ થયેલ છે.

૮. ધારનાથ મહાદેવ

ભુતનાથથી ગૌતમેશ્વર જતા ગૌતમી નદીના પશ્વિમ કાંઠે આવેલ છે, જેની સામેના કિનારે પુરાતન વિશ્રામ સ્થળ આવેલુ છે. અહીં નદી માંથી પસાર થઈ ને જવું પડે છે અને ઉપર પગથિયાં ચડવાના રહે છે આ મંદિર પણ બહુ પુરાણીક છે નવનાથ ના દર્શન માં આવતા લોકો ધારનાથ મહાદેવ દર્શન કરી ધન્યતા અનુભવે છે.Navnath Mahadev temple Sihor || નવનાથ મહાદેવ ના દર્શન || sihor top 10 temple || #mahadev || crazy rc - YouTube

૯. ભિમનાથ (પ્રગટનાથ મહાદેવના મંદિરની સામે ગૌતમી નદીના પશ્વિમ કાંઠે આવેલ છે)

વિશાળ ભારતના નકશામાં એક ટપકા જેવડું સિહોર છોટે કાશી તરીકે પ્રખ્યાત છે . સિહોરમાં શિવના ઘણા દેવાલયો આવેલા છે અને શ્રાવણ મહિનામાં નવનાથની યાત્રા લોકો પગપાળા કે વાહન દ્વારા કરીને ધન્યતા અનુભવે છે , તેવી યાત્રા ભીમનાથ મહાદેવથી પુરી થાય છે જે મંદિર અંદાજે ૪૫૦ વર્ષ પુરાતન છે . જે એક નાનું સરખું દેવાલય હતું તેનો જીર્ણોધ્ધાર તા . ૧૬-૮ ૨૦૦૯ ના રોજ ભૂમીપૂજન કરી શરુઆત કરેલ . શિવજીની કૃપાથી આજે ત્યાં ભવ્ય ૨૫ ફીટ ઊંચાઈ ધરાવતું શિવલીંગ બનાવવામાં આવેલ છે.આ શિવલીંગ કદાચ ગુજરાતની સહુથી વધારે ઉંચાઈ ધરાવતું મંદિર છે . આ મંદિરના ઇતિહાસમાં ડોકીયું કરીએ તો આ ભીમનાથ દેવ સંગીતના દેવ તરીકે પાંડવોએ પોતાના અજ્ઞાતવાસ દરમ્યાન પ્રસ્થાપિત કરેલા ભીમની શિવ ભકિતથી તો કોણ અજાણ હોય ? પણ સાથે અર્જુન સ્ત્રીવેશ ધારણ કરવા માટે સોળે કળાએ પરંગત બનવા માટે આ સ્થળે દેવાધિદેવ શિવને આરાધી સંગીતકળા હાંસલ કરેલ જાગૃત ’ જગ્યા કહે છે . જગ્યા એ જ છે , શિવજી પણ એ જ છે . સાચા હૃદયથી ભોલાનાથને પ્રાર્થો તો એ ભોલે શંકર તમારી મનોકામના પૂર્ણ કરવા જાગૃત છે . શ્રાવણ મહિનામાં દર સોમવારે તો મેળા જેવું વાતાવરણ હોય જ છે પણ આખો માસ લગભગ આ મંદિરમાં શ્રધ્ધાળુ ભાવિકોની ભીડ રહે છે . તેમજ કેટલાંક શ્રધાળુબારેમાસ આવવાવાળા છે . આ પવિત્ર શ્રાવણ માસમાં જીવ અને શિવને એકાકાર કરવા ભીમનાથ મહાદેવની યાત્રા કરવા જેવી છે .