Not Set/ #મંતવ્ય_નવરાત્રી : આઠમા દિવસ માઁ મહાગૌરીનું આ સ્વરૂપની અન્નપૂર્ણા આરાધના

નવરાત્રી શબ્દ સંસ્કૃત ભાષા પરથી આવ્યો છે. જેનો અર્થ થાય છે નવ રાત. આ નવ દિવસ સુધી માં આદ્યશક્તિ જગદંબાના જુદા જુદા નવ સ્વરુપની પૂજા-આર્ચના કરવામાં આવે છે. રાત્રી દરમિયાન મોડે સુધી જાગીને માંના ગરબા ગાઈ અને દાંડિયા રમીને લોકો નવરાત્રિના તહેવારની ઉજવણી કરે છે. વર્ષમાં નવરાત્રીનો તહેવાર કુલ ચાર વખત આવે છે. જેમાં બે […]

Uncategorized
aaaaaaa 9 #મંતવ્ય_નવરાત્રી : આઠમા દિવસ માઁ મહાગૌરીનું આ સ્વરૂપની અન્નપૂર્ણા આરાધના

નવરાત્રી શબ્દ સંસ્કૃત ભાષા પરથી આવ્યો છે. જેનો અર્થ થાય છે નવ રાત. આ નવ દિવસ સુધી માં આદ્યશક્તિ જગદંબાના જુદા જુદા નવ સ્વરુપની પૂજા-આર્ચના કરવામાં આવે છે. રાત્રી દરમિયાન મોડે સુધી જાગીને માંના ગરબા ગાઈ અને દાંડિયા રમીને લોકો નવરાત્રિના તહેવારની ઉજવણી કરે છે. વર્ષમાં નવરાત્રીનો તહેવાર કુલ ચાર વખત આવે છે. જેમાં બે નવરાત્રી ગુપ્ત નવરાત્રી તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ એકમાત્ર શારદીય નવરાત્રી જ છે જેની ઉજવણી ખૂબ જ વ્યાપક સ્વરુપે કરવામાં આવે છે.

તો આવો જાણીએ આઠમો એટલે કે આજના દિવસે માં આદ્યશક્તિ જગદંબાના કયા સ્વરૂપની પૂજા અર્ચના કરવાથી કેવું ફળ મળે છે.

આઠમો દિવસઃ મહાગૌરી સ્વરુપ

મહાગૌરી સ્વરુપ માતાનું સુંદરઆભામંડળ સાથે સર્વશક્તિ સ્વરુપ છે. માંના આ સ્વરુપને અન્નપૂર્ણા, ઐશ્વર્ય પ્રદાતા, માનસિક શાંતિ આપનાર અને સાંસારિક તાપથી મુક્તિ આપનાર માનવામાં આવે છે. માં દૂર્ગાના આ સ્વરુપની પૂજા એટલા માટે કરવામાં આવે છે કેમ કે જ્યારે માતા આ સ્વરુપે પ્રગટ થયા ત્યારે તેમની ઉંમર 8 વર્ષની બાળા સમાન હતી.

આ મંત્રના જપ સાથે કરો માં  મહાગૌરી સ્વરુપને પ્રસન્ન

श्वेते वृषे समारुढा श्वेताम्बरधरा शुचिः | महागौरी शुभं दद्यान्महादेवप्रमोददा ||