Navratri 2026: આ વર્ષે 11 ઑક્ટોબર 2026ના રોજ શારદીય નવરાત્રિ (Shardiya Navratri 2026)ની શરુઆત થઈ રહી છે. આનુ સમાપન 20 ઑક્ટોબરે થશે. નવરાત્રિના 9 દિવસ સુધી માતા દુર્ગા (Ma Durga)ના અલગ-અલગ સ્વરુપોની પૂજા-અર્ચના કરવામાં આવે છે. ધાર્મિક માન્યતા છે કે, આ નવરાત્રિમાં વ્રત રાખવાથી અને મા અંબા (Ma Amba)ની વિધિપૂર્વક ઉપાસના કરવાથી ભક્તોને મનોવાંચ્છિત ફળ મળે છે. ઘરમાં સુખ-સમૃદ્ધિનું આગમન થાય છે. દર વર્ષે નવરાત્રિના દિવસો વધ-ઘટ થયા કરે છે. તો આ વર્ષ 2026માં નવરાત્રિ કેટલા દિવસની રહેશે અને જાણીએ કે કયા દિવસે કઈ દેવીની પૂજા કરવામાં આવશે?
નવરાત્રિ 2026 કેટલા દિવસની રહેશે?
આ વર્ષે નવરાત્રિ પૂરા 10 દિવસની રહેશે. શારદીય નવરાત્રિનું સમાપન 20 ઑક્ટોબર 2026ના રોજ થશે. આ દિવસે નોમનો હવન અને નવરાત્રિના પારણા કરવામાં આવશે. વળી દુર્ગા વિસર્જન (Durga Visarjan) પણ આ જ દિવસે થશે. 20 ઑક્ટોબરે વિજયાદશમી (Vijayadashmi)નો તહેવાર પણ મનાવવામાં આવશે.

શારદીય નવરાત્રિનું ઘટસ્થાપન
પંચાંગ અનુસાર, અશ્વિન મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિનો પ્રારંભ 10 ઑક્ટોબર 2026ની રાત્રે 09:19 કલાકે થશે. પ્રતિપદા તિથિનું સમાપન 11 ઓક્ટોબર રાત્રે 09:30 કલાકે થશે. ઘટસ્થાપના માટેનું શુભ મુહૂર્ત 11 ઓક્ટોબરની સવારે 06:31 કલાકથી શરુ થઈને 10:27 કલાક સુધી રહેશે. આ ઉપરાંત, ઘટસ્થાપના માટે અભિજીત મુહૂર્ત બપોરે 12:01 કલાકથી બપોરે 12:49 કલાક સુધીનું રહેશે. આ બંને મુહૂર્ત ઘટસ્થાપના માટે અતિ ઉત્તમ રહેશે.

નવરાત્રિ 2026-દેવી પૂજાનું કેલેન્ડર (Shardiya Navratri 2026 Dates)
11 ઑક્ટોબર 2026 – પ્રથમ દિવસ – મા શૈલપુત્રીની પૂજા
12 ઑક્ટોબર 2026 – બીજો દિવસ – મા બ્રહ્મચારિણીની પૂજા
13 ઑક્ટોબર 2026 – ત્રીજો દિવસ – મા ચંદ્રઘંટાની પૂજા
14 ઑક્ટોબર 2026 – ચોથો દિવસ – મા કૂષ્માંડાની પૂજા
15 ઑક્ટોબર 2026 – પાંચમો દિવસ – મા સ્કંદમાતાની પૂજા
16 ઑક્ટોબર 2026 – છઠ્ઠો દિવસ – મા કાત્યાયનીની પૂજા
17 ઑક્ટોબર 2026 – સાતમો દિવસ – મા કાળરાત્રિની પૂજા
18 ઑક્ટોબર 2026 – આઠમો દિવસ – મા મહાગૌરીની પૂજા (દુર્ગાષ્ટમી)
19 ઑક્ટોબર 2026 – નવમો દિવસ – મા સિદ્ધિદાત્રીની પૂજા (મહાનવમી)
20 ઑક્ટોબર 2026 – દસમો દિવસ – નવમી હવન, મા સિદ્ધિદાત્રીની પૂજા/મહાનવમી, દુર્ગા પ્રતિમા વિસર્જન, વિજયાદશમી
આ પણ વાંચો: શારદીય નવરાત્રિ ઉપવાસના પારણા ક્યારે કરવા? જાણીએ તિથિ, પૂજા વિધિ અને શુભ મુહૂર્ત…
આ પણ વાંચો:
